Book Title: Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 17
________________ ૧૨૬ જૈનધર્મનો પ્રાણ હોવાને લીધે, ઘણીવાર ઘણું ભાઈએ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લેકેને એમ કહી દે છે કે એમની અહિંસા કીડીમકેડી અને બહુ તે પશુપંખી સુધી વ્યાપેલી છે, માનવજાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે પણ આ વિધાન બરાબર નથી એની સાબિતી માટે નીચેની હકીકત બસ ગણાવી જોઈએ – (૧) જૂના અને મધ્ય કાળને બાજુએ મૂકી માત્ર છેલ્લાં સે વર્ષના નાનામોટા અને ભયંકર દુષ્કાળો તેમ જ બીજી કુદરતી આફત લઈ તે વખતને ઈતિહાસ તપાસીએ કે તેમાં અન્નકષ્ટથી પીડાતા માનવો માટે કેટકેટલું અહિંસાષિક સંઘ તરફથી કરવામાં આવ્યું છે. કેટલા પૈસા ખરચવામાં આવ્યા છે. કેટલું અન્ન વહેંચવામાં આવ્યું છે! દવાદારૂ અને કપડાં માટે પણ કેટલું કરવામાં આવ્યું છે ! દા. ત. છપ્પનિયો દુષ્કાળ લે કે જેની વિગતે મળવી શક્ય છે. (૨) દુષ્કાળા અને બીજી કુદરતી આફત ન હોય તેવે વખતે પણ નાના ગામડા સુધ્ધાંમાં જે કોઈ ભૂખે મરતું જાણમાં આવે તે તેને માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી રીતે મદદ પહોંચાડે છે એની વિગત જાણવી. (૩) અર્ધા કરોડ જેટલા ક્કર, બાવા અને સાધુસંતનો વર્ગ મોટેભાગે જાતમહેનત વિના જ, બીજા સાધારણુ મહેનતુવર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશા નભતે આવ્યો છે અને નભે જાય છે તે. અમારિનું નિષેધાત્મક અને ભાવાત્મક રૂપ : અહિંસા અને દયા અહિંસા કે અમારિનાં બે રૂપ છે: (૧) નિષેધાત્મક (નકાર); (૨) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કોઈને ઈજા ન કરવી કે કોઈને પિતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું અગર તો પિતાની સુખસગવડનો લાભ બીજાને આપ એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તે સેવા તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24