Book Title: Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 23
________________ ૧૩૨ જૈનધર્મને પ્રાણ એ સાવધ અને સશક્ત અવસ્થામાં જ ધ્યાન અને તપસ્યા દ્વારા એવી તૈયારી કરી લે કે જેથી એને ન તે ભરણથી ડરવું પડે કે ન કોઈની સેવા લેવી પડે. એ પિતાની બધી જવાબદારીઓને અદા કર્યા પછી બાર વર્ષ સુધી એકલે ધ્યાન-તપ કરીને પિતાના જીવનને ઉત્સર્ગ -ત્યાગ કરે છે. પણ આ કલ્પ–આચાર તે કેવળ જિનકપીને માટે જ છે. બાકીનાં વિધાન જુદા જુદા અધિકારીઓને માટે છે. આ બધાને સાર એ છે કે જે સ્વીકારેલી સમ્પ્રતિજ્ઞાઓને ભંગ થવાનો વખત આવે, અને એ ભંગને જે સહન કરી શકતું ન હોય, એને માટે પ્રતિજ્ઞાભંગ કરતાં પ્રતિજ્ઞાનું પાલન કરવાપૂર્વક મરણને સ્વીકાર કરવો એ જ કલ્યાણકારી છે. આમાં તે આધ્યાત્મિક વીરતા છે, એ કંઈ ધૂળ જીવનના લોભથી આધ્યાત્મિક ગુણથી ચલિત થઈને મૃત્યુથી ભાગી છૂટવાની કાયરતા નથી કે સ્થૂળ જીવનની નિરાશાથી કંટાળીને મેતના માં ઓરાઈ જવાની આત્મઘાતને નામે ઓળખાતી બાલિશતા પણ નથી. આવી વ્યકિત મૃત્યુથી જેટલી નિર્ભય હોય છે એટલી જ એને માટે તૈયાર પણ હોય છે. એ જીવનપ્રિય હોય છે, જીવનમહી નહીં. સંલેખના, એ કંઈ મરણને આમંત્રણ આપવાની વિધિ નથી, પણ પિતાની મેળે આવી પહોંચનાર મરણને માટે નિર્ભય બનવાની તૈયારી માત્ર જ છે. એની પછી સંથારાને અવસર પણ આવી શકે છે. આ રીતે આ આખો વિચાર અહિંસા અને એમાંથી પ્રગટતા સગુણે તરફની તન્મયતામાંથી જ જમ્યો છે, જે આજે પણ અનેક રૂપે શિષ્ટ જનેને માન્ય છે. ૌદ્ધધર્મમાં આત્મવિધ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને જે એમ લખ્યું છે કે બૌદ્ધધમ સ્યુસાઈડ (suicide)–આત્મવધને નથી માનતે, એ બરાબર નથી. ખુદ બુદ્ધના સમયમાં ભિક્ષ છન્ન અને ભિક્ષુ વલ્કલીએ અસાધ્ય રાગને લીધે આત્મવધ કર્યો હતો, અને તથાગત એને માન્ય રાખ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24