Book Title: Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 24
________________ અહિંસા 133 હતા. બને ભિક્ષુ અપ્રમત્ત હતા. એમના આત્મવધમાં ફેર એ છે કે તેઓ ઉપવાસ વગેરેથી ધીમે ધીમે મૃત્યુની તૈયારી નથી કરતા, પરંતુ શસ્ત્રથી એક ઘાએ પિતાનો નાશ કરે છે, જેને હારાકીરી કહી શકાય. જૈન શાસ્ત્રો આવા શસ્ત્રવધને સંમતિ નથી આપતાં. બને પરંપરાઓમાં મૂળ ભૂમિકા સંપૂર્ણપણે એક જ છે, અને તે કેવળ સમાધિજીવનનું રક્ષણ. “સ્યુસાઈડ” - આપઘાત શબ્દ કઈક નિંઘ જે છે. શાસ્ત્રમાં એને માટે “સમાધિમરણ” અને “પંડિતમરણ” શબ્દ છે, જે યોગ્ય છે. ઉપર જણાવેલ છન્ન અને વલ્કલીની કથા અનુક્રમે ભઝિમનિકાય અને સંયુત્તનિકામાં છે. કેટલાંક સૂક્તો નમૂનારૂપે કેટલાંક પ્રાકૃત પડ્યો અને એને અનુવાદ જોઈએ - मरणपडियारभूया एसा एवं च // मरणणिमित्ता। जह गंडच्छेअकिरिया णो आयविराहणारूपा // –જેવી રીતે ગૂમડાને નસ્તર મારવું એ આત્મવિરાધનાને માટે નથી થતું, તેવી રીતે સમાધિમરણની ક્રિયા મરણ નિમિત્તે નહીં, કિંતુ એના પ્રતિકારને માટે છે. जीवियं नाभिकखेज्जा मरणं नावि पत्थए / –એને ન તો જીવનની અભિલાષા છે કે ન એ મરણને માટે પ્રાર્થના કરે છે. अप्पा खलु संथारो हवई विसुद्धचरित्तम्मि / –ચારિત્રમાં રહેલે વિશુદ્ધ આત્મા પોતે જ સંચારે છે. [દઔચિં ખ૦ 2, 50 પ૩૩-૧૩૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24