Book Title: Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 22
________________ અહિંસા ૧૩૧ જોઈને પ્રયત્ન કરવા છતાં એને બળતું બચાવી ન શકે તે એ શું કરશે? છેવટે તે એ બીજું બધું બળતું મૂકીને પિતાની જાતને બચાવી લેવાને. આધ્યાત્મિક જીવનના પ્રવ્રુકની આવી જ સ્થિતિ હોય છે. એ નિરર્થક દેહને નાશ નહીં કરે, શાસ્ત્ર અને નિષેધ કર્યો છે, ઊલટું દેહની રક્ષાને કર્તવ્યરૂપ માનેલ છે, પરંતુ તે સંયમને માટે. છેવટે બીજો કોઈ રસ્તો ન હોય એવી લાચાર પરિસ્થિતિ આવી પડે તે જ, ઉપર જણાવેલી શરતે સાથે, દેહને નાશ સમાધિમરણું છે અને અહિંસા પણ; નહીં તે એ બાલમરણ અને હિંસા. ભયંકર દુષ્કાળ વગેરે જેવા તંગીના સમયમાં દેહરલાને માટે સંયમથી પતિત થવાનો અવસર આવે કે નિશ્ચિતપણે મરણ નિપજાવનારા રોગને લીધે પિતાની જાતને અને બીજાઓને નિરર્થક હેરાનગતિ થતી હોય અને એમ કરવા છતાં સંયમ કે સગુણની રક્ષા થવાનો સંભવ ન હોય ત્યારે, કેવળ સંયમ અને સમભાવની દૃષ્ટિએ, સંથારાનું વિધાન કરવામાં આવ્યું છે, જેમાં એકમાત્ર સૂક્ષ્મ આધ્યાત્મિક જીવનને જ બચાવવાનું ધ્યેય છે. જ્યારે ગાંધીજી વગેરે પ્રાણાંત અનશનની વાત કરે છે અને મશરૂવાળા વગેરે એનું સમર્થન કરે છે, ત્યારે એની પાછળ આ દષ્ટિબિંદુ જ મુખ્ય છે. હિંસા નહીં પણ આધ્યાત્મિક વીરતા આમાં હિંસાની કઈ ગંધ સરખી પણ નથી. આ વિધાન તે એ વ્યક્તિને માટે છે કે જે કેવળ આધ્યાત્મિક જીવનની ઉમેદવાર હૈય, અને એ માટે સ્વીકારેલી સતિજ્ઞાઓના પાલનમાં નિરત હોય. આવા જીવનના અધિકારી પણ અનેક પ્રકારના થતા રહ્યા છે. એક તે એ કે જેણે જિનકપનો સ્વીકાર કર્યો હોય, જે આજે વિચ્છિન્ન થયો છે. જિનકલ્પી ફક્ત એકલે જ રહે છે અને કોઈ પણ રીતે કોઈની સેવા નથી લેતા. એને માટે જીવનની અંતિમ ઘડીઓમાં કેઈની સેવા લેવાનો પ્રસંગ ન આવે એટલા માટે એ જરૂરી થઈ પડે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24