Book Title: Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 18
________________ અહિંસા ૧૨૭ જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બન્ને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કિંમત હોવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લોકગમ્ય કહીએ તે અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસરતા હોય તે તેની સુવાસ અનુભવે છે. તેને ફાયદો તે અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે, છતાં ઘણીવાર એ ફાયદે ઉઠાવનાર સુધ્ધાને એ ફાયદાના કારણરૂપ અહિંસાતને ખ્યાલ સુધ્ધાં નથી હોતો અને એ અહિંસાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડવામાં ઘણીવાર ઘણે લાબા વખત પસાર થઈ જાય છે જ્યારે દયાની બાબતમાં એથી ઊલટું છે. દયા એ એવી વસ્તુ છે કે તેને પાળનાર કરતાં તેનો લાભ ઉઠાવનારને જ તે વધારે સુવાસ આપે છે. દયાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડતાં વખત જ જ નથી. તેથી દયા એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે. તેથી તેને આચરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે. સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમ જ દયા બનેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરતે હેય, નબળાના હક્કો વધારે કચરાતા હોય, તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલે જ વધારે દુઃખી અને ગુલામ. તેથી ઊલટું, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગને બીજી વર્ગ ઉપર કે એક વ્યક્તિને બીજી વ્યક્તિ ઉપર જેટલે ત્રાસ ઓછો અથવા બીજા નબળાના હક્કોની જેટલી વધારે રક્ષા તેટલે જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સબળ વ્યક્તિઓ તરફથી નબળાઓ માટે જેટજેટલો વધારે સુખસગવડને ભેગ અપાતો હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરતી હોય, તેટલો તે સમાજ અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24