Book Title: Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 10
________________ અહિંસા પાશ્વનાથને હિસાવિધ ઈતિહાસકાળમાં ભગવાન પાર્શ્વનાથનું સ્થાન આવે છે. એમનું જીવન કહે છે કે એમણે અહિંસાની ભાવનાને વિકસિત કરવા માટે એક જુદું જ પગલું ભર્યું. પંચાગ્નિ જેવી તામસ [–તમેગુણથી પ્રેરિત તપસ્યાઓમાં સૂક્ષ્મણૂળ પ્રાણીઓને વિચાર કર્યા વગર જ અગ્નિ પ્રગટાવવાની પ્રથા હતી, તેથી ક્યારેક ક્યારેક બળતણની સાથે બીજા છે પણ બળી જતા હતા. કાશીરાજ અશ્વસેનના પુત્ર પાર્શ્વનાથે આવી હિંસાજનક તપસ્યાને ઘેર વિરોધ કર્યો અને ધર્મ, ક્ષેત્રમાં અવિવેકને લીધે થનારી હિંસાના ત્યાગ તરફ લેકમત કેળવ્યો. ભગવાન મહાવીરે કરેલી અહિંસાની પ્રતિષ્ઠા પાર્શ્વનાથે પુષ્ટ કરેલી અહિંસાની ભાવના નિર્ચ થનાથ જ્ઞાતપુત્ર મહાવીરને વારસામાં મળી. એમણે યજ્ઞયાગ વગેરે જેવા ધર્મનાં જુદાં જુદાં ક્ષેત્રમાં થતી હિંસાને, તથાગત બુદ્ધની જેમ, એકાંત વિરોધ કર્યો, અને ધર્મક્ષેત્રમાં અહિંસાની એટલી પ્રતિષ્ઠા કરી કે, તે પછી તે અહિંસા જ ભારતીય ધર્મોને પ્રાણ બની ગઈ. ભગવાન મહાવીરની ઉચ અહિંસાપરાયણ જીવનયાત્રા તથા એકાગ્ર તપસ્યાએ એ વખતના અનેક પ્રભાવશાળી બ્રાહ્મણે અને ક્ષત્રિયોને અહિંસાની ભાવના તરફ આકર્ષા. પરિણામે જનતામાં સામાજિક તથા ધાર્મિક ઉત્સવમાં અહિંસાની ભાવનાએ પિતાનો પાયો નાખી દીધા, કે જેના ઉપર નિગ્રંથ પરંપરાની ભવિષ્યની પેઢીઓની કારકિર્દીને મહેલ ઊભા થયે. અહિંસાના અન્ય પ્રચારકે અશેકના પૌત્ર સંપ્રતિએ પિતાના પિતામહના અહિંસક સંસ્કારના વારસાને આર્ય સુહસ્તીની નિશ્રામાં વિશેષ સમૃદ્ધ કર્યો. સંપ્રતિએ કેવળ પિતાને આધીન રાજ્યપ્રદેશોમાં જ નહી, બલ્ક પોતાના રાજ્યની સીમાની બહાર પણ, જ્યાં અહિંસક જીવનવ્યવહારનું નામનિશાન પણ ન હતું, ત્યાં અહિંસાની ભાવનાને પ્રચાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24