Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 7
________________ પ્રકાશન-સંબંધી રહેલી ઉણપને દરગુજર કરી કલિકાળના અનન્ય-પ્રભાવક વિરલવ્યક્તિત્વ-સંપન્ન મહાપુરુષની જીવન-નીતિના બંધારણીય મહત્વપૂર્ણ–પદાર્થોને સમજી-વિચારી આત્મસાત્ કરવા સમર્થ બને ! એ મંગળકામના છે. તે વધુમાં આ ગ્રંથના પ્રકાશનમાં જ્ઞાત અજ્ઞાત અનેક મહાનુભાવોને સહાગ છે, તે નામીઅનામી સઘળા-મહાનુભાવોનો નામોલ્લેખ સુશકય નથી, એટલે ગુણાનુરાગભર્યા-અંતરથી તેઓના ઉદાત્ત-દષ્ટિબિંદુની હાર્દિક-અનુ મેદના કરી આમ–સંતોષ મેળવીએ છીએ. છતાં ખાસ કરીને કેટલીક વિશિષ્ટ-વ્યક્તિએ એ કરેલ મૂક-સેવાની પ્રવૃત્તિથી ઉપજતી વિશિષ્ટ-પ્રભેદભાવના બળે તેઓના સહકારની નોંધ લેવા સ્વતઃ પ્રબલ આંતર શ્રેરણા થાય છે, તે તે આંતરપ્રેરણાને લીપિબદ્ધ કરવાની પુનિત ફરજને આધારે જણાવાય છે કે જીવન-ચરિત્રના પ્રારંભથી અંત સુધીના સઘળા કામમાં વિશિષ્ટ-પ્રાણુશકિતના ધબકારા સમાન વાત્સલ્ય-સિંધુ સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીની અપાર મંગલ-કરુણાના પૂર્ણ ઋણી છીએ. જે વિના આવા મહાભગીરથ કાર્યનું સમયાનુકુળ ઉપસ્થિત થયેલ સ્વરૂપે સાકાર બની શકત નહિ ! ! ! આ ઉપરાંત સંપાદક-મુનિશ્રીઓનાં અપૂર્વ-ગુરુભક્તિની સાલાસ-અનુમોદના વારંવાર કરીએ છીએ. જેમાં ખાસ કરીને પ. પૂ. ઉપા, શ્રી ધર્મસાગજી મહારાજ સાહેબશ્રીના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીની અપૂર્વ-ગુરુભક્તિને વારંવાર અભિનંદન કરીએ છીએ. ! પૂજય-મહારાજશ્રીએ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ, લાંબા વિહારો, વર્ષીતપ જેવી મહાન તપશ્ચર્યા, નાદુરસ્ત તબીયત આદિ છતાં પણ ખંતભરી મહેનત અને નિષ્ઠાપૂર્વક પૂ. તારકવર્ય આગદ્દારક-આચાર્યદેવશ્રી પ્રતિ ઊંડી હાર્દિક-નિષ્ઠાભરી ભક્તિના બળે એકલે હાથે ત્રણ વખત જીવન-ચરિત્રનું આલેખન કરી સુંદર એપ આપ્યા, પૂ આગમેદ્ધારક આચાર્યદેવશ્રીના વિરલ ગુણ-વૈભવને બાહ્ય આકર્ષક સાજ સજજાથી બાળજીવો સહેલાઈથી ઓળખી શકે તેવા અટપટા- માર્ગોમાંથી પસાર થતી અદ્યતન સંપાદન-એલિની વિષમતાઓને ઉલાસપૂર્વક હડસેલી સુંદર પ્રકાશન માટે અમને પણુ ઉદાત્ત શ્રેરણા એ આ પી. આ ઉપરાંત પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ. પૂ. મુનિશ્રી અમરેદ્ર સાગરેજી મ. આદિ મુનિ-ભગવંતોની કૃપાને અમે વારંવાર અભિનંદીયે છીએ.'

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 644