________________
પ્રકાશન-સંબંધી રહેલી ઉણપને દરગુજર કરી કલિકાળના અનન્ય-પ્રભાવક વિરલવ્યક્તિત્વ-સંપન્ન મહાપુરુષની જીવન-નીતિના બંધારણીય મહત્વપૂર્ણ–પદાર્થોને સમજી-વિચારી આત્મસાત્ કરવા સમર્થ બને ! એ મંગળકામના છે. તે
વધુમાં આ ગ્રંથના પ્રકાશનમાં જ્ઞાત અજ્ઞાત અનેક મહાનુભાવોને સહાગ છે, તે નામીઅનામી સઘળા-મહાનુભાવોનો નામોલ્લેખ સુશકય નથી, એટલે ગુણાનુરાગભર્યા-અંતરથી તેઓના ઉદાત્ત-દષ્ટિબિંદુની હાર્દિક-અનુ મેદના કરી આમ–સંતોષ મેળવીએ છીએ.
છતાં ખાસ કરીને કેટલીક વિશિષ્ટ-વ્યક્તિએ એ કરેલ મૂક-સેવાની પ્રવૃત્તિથી ઉપજતી વિશિષ્ટ-પ્રભેદભાવના બળે તેઓના સહકારની નોંધ લેવા સ્વતઃ પ્રબલ આંતર શ્રેરણા થાય છે, તે તે આંતરપ્રેરણાને લીપિબદ્ધ કરવાની પુનિત ફરજને આધારે જણાવાય છે કે
જીવન-ચરિત્રના પ્રારંભથી અંત સુધીના સઘળા કામમાં વિશિષ્ટ-પ્રાણુશકિતના ધબકારા સમાન વાત્સલ્ય-સિંધુ સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીની અપાર મંગલ-કરુણાના પૂર્ણ ઋણી છીએ.
જે વિના આવા મહાભગીરથ કાર્યનું સમયાનુકુળ ઉપસ્થિત થયેલ સ્વરૂપે સાકાર બની શકત નહિ ! ! !
આ ઉપરાંત સંપાદક-મુનિશ્રીઓનાં અપૂર્વ-ગુરુભક્તિની સાલાસ-અનુમોદના વારંવાર કરીએ છીએ.
જેમાં ખાસ કરીને પ. પૂ. ઉપા, શ્રી ધર્મસાગજી મહારાજ સાહેબશ્રીના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીની અપૂર્વ-ગુરુભક્તિને વારંવાર અભિનંદન કરીએ છીએ. !
પૂજય-મહારાજશ્રીએ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ, લાંબા વિહારો, વર્ષીતપ જેવી મહાન તપશ્ચર્યા, નાદુરસ્ત તબીયત આદિ છતાં પણ ખંતભરી મહેનત અને નિષ્ઠાપૂર્વક પૂ. તારકવર્ય આગદ્દારક-આચાર્યદેવશ્રી પ્રતિ ઊંડી હાર્દિક-નિષ્ઠાભરી ભક્તિના બળે એકલે હાથે ત્રણ વખત જીવન-ચરિત્રનું આલેખન કરી સુંદર એપ આપ્યા, પૂ આગમેદ્ધારક આચાર્યદેવશ્રીના વિરલ ગુણ-વૈભવને બાહ્ય આકર્ષક સાજ સજજાથી બાળજીવો સહેલાઈથી ઓળખી શકે તેવા અટપટા- માર્ગોમાંથી પસાર થતી અદ્યતન સંપાદન-એલિની વિષમતાઓને ઉલાસપૂર્વક હડસેલી સુંદર પ્રકાશન માટે અમને પણુ ઉદાત્ત શ્રેરણા એ આ પી.
આ ઉપરાંત પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ. પૂ. મુનિશ્રી અમરેદ્ર સાગરેજી મ. આદિ મુનિ-ભગવંતોની કૃપાને અમે વારંવાર અભિનંદીયે છીએ.'