Book Title: Agam Jyotirdhar Part 01 Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar Publisher: Agamoddharak Granthmala View full book textPage 9
________________ પ્રવૃત્તિઓના દબાણ–રોકાણથી જીવનચરિત્રનું આલેખન કરવા અંગેની પૂર્વ-ભૂમિકા રૂપ કાચીસામગ્રી ઉપરથી સંકલન કરવાની અનુકૂળતા ઓછી રહી. તેથી તે અંગે આ પુનિત-કાર્યમાં ધ મૅનેહ ભર્યા-સહયોગી વર્તન દાખવવામાં પ્રવીણ અને છેલા પંદર-વર્ષથી શાસન-હિતકર અનેક-પ્રવૃત્તિઓમાં યોગ્ય સહયોગ આપનાર હૈરૂદ્રદેવ ત્રિપાઠી M. A. Ph D. દીલ્હીને વિક્રમ સંવત ૨૦૨ ૬ થી ૨૦૩૦ દરમ્યાન અવારનવાર ઉનાળાઓની રજાઓમાં તેમજ પત્રવ્યવહાર કે ટપાલથી જીવનચરિત્રના આલેખનની પૂર્વભૂમિકા રૂપે કાચી સામગ્રીનું સંકલન કરાવવામાં આવ્યું. . આ રીતે પં. રતિલાલ ચી. દોશી (પ્રા દયાપક શ્રી હેમચંદ્રાચાર્ય-પાઠશાળા અમદાવાદ) તથા દિનેશભાઈ નગીનદાસ પરીખ કપડવંજ ને પણ વારંવાર વિવિધ રીતે પૂર્વ—તૈયારીના કામે ભળાવી સકલન કરાવવામાં આવ્યું. આથી એટલે આજે જે સ્વરૂપે જીવનચરિત્ર વ્યવથિતરૂ પે પ્રસ્તુત થઈ રહ્યું છે, તેમાં ચરિત્રઆલેખનની પૂર્વ ભૂમિકારૂપે કાચી સામગ્રીના સંકલનમાં ઉપરના ત્રણે પુણ્યવાન મહાનુભાવોના હાર્દિક ધર્મનેહની વારંવાર અનુમોદના સાહજિક રીતે થઈ રહી છે. આ ઉપરાંત નીચેના ઉત્સાહી ધર્મપ્રેમી બાળ શ્રાવકની ગુણાનુરાગભરી અમે અનુમોદના કરીએ છીએ. ૦ દીપક કુમાર બાબુભાઈ વેરા ઉં. ૨૪ એલ. એલ. બી. (સેકંડે)નો અભ્યાસ કરે છે ૦ રાજેશભાઈ જયંતિલાલ શાહ ઉં. ૨૦ બી. કોમ. (બીજા વર્ષ)નો અભ્યાસ કરે છે. ૯ ભદ્દેશકુમાર માણેકલાલ શાહ ઉં. ૧૭ જેઓ હાયર સેકન્ડરી કોમર્સમાં ભણે છે. ૦ મૂકેશકુમાર બાબુલાલ શાહ ઉં. ૧૭ જેઓ હાયર સેકન્ડરી (સાયન્સ)માં ભણે છે. આ ચારે બાળ-શ્રાવકે એ શાળાકીય અભ્યાસ અને વ્યાવહારિક નેકરી, દુકાન કે ઘરકામની જવાબદારીઓ પતાવી પૂ. પં શ્રી અ ભયસાગરજી મ.ની સેવામાં દિવસે કે રાત્રે અમદાવાદ શહેરમાં કે દૂરની સોસાયટીઓમાં દિવસમાં બે-ત્રણ વાર ધક્કા ખાઈને પણ તેમજ બહારગામ ચાણસ્મા, મહેસાણા ચોમાસામાં અવાર-નવાર રૂબરૂ આવીને પણ જીવન-ચરિત્ર અંગે પ્રફ, મેટર લાવવા-લઈ જવા અને પ્રેસ- બ્લેકવાળાને ત્યાં આંટા-ફેરા આદિ અનેક અટપટી-કામગીરી પણ ઉંમર નાની છતાં મોટાઓ જે કામ ન કરી શકે તેવી હાંશિયારી પૂર્વક ઉમંગભેર ઉઠાવી જીવનચરિત્રના પ્રકાશનમાં આવેલી વિષમતાઓને દૂર કરવા દ્વારા જીવન ધન્યપાવન કરેલ છે. શાસનદેવપ્રતિ મંગળ પ્રાર્થના છે કે આ ચારે બાળશ્રાવકે ભવિષ્યમાં શાસનાનુરાગી સુદ્દઢ-શ્રદ્ધાસંપન્ન બની સ્વ પર કલ્યાણની સાધનામાં અગ્રેસર બને ! ! ! !Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 644