Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 298. ન હતી. માત્ર તે અંગો પાંગોનો આકાર જ હતો અને તે આકાર પણ ઉચિત સ્વરૂપવાળી ન હતો. મૃગાદેવી ગુપ્ત ભૂમિગૃહમાં ગુપ્તરૂપથી આહારાદિ દ્વારા તે મૃગાપુત્ર બાળકનું પાલન-પોષણ કરતી રહી હતી. [પ તે મૃગાગ્રામ નામક નગરમાં એક જન્માન્ત પુરષ રહેતો હતો. આંખોવાળો એક પુરુષ તેની લાકડી પકડીને તેને ચલાવતો હતો. તેના માથાના વાળ અત્યન્ત વિખરા યેલા હતા. એવા તે જન્માલ્વ પુરુષ મૃગાગ્રામના પ્રત્યેક ઘરમાં ભિક્ષાવૃત્તિથી પોતાની આજીવિકા ચલાવી રહ્યા હતા. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર નગરની બહાર ચંદનપાદપ ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદ નીકળી વિજ્ય રાજા પણ મહા રાજ કુણિકની જેમ ભગવાનના ચરણોમાં ઉપસ્થિત થઈને તેમની પર્યુપાસના કરવા લાગ્યો. નગરના કોલાહલમય વાતાવરણને જાણીને તે જન્માન્ત પુરુષ, તે પુરુષને કહેવા લાગ્યો - હે દેવાનુપ્રિય! શું આજે મૃગાગ્રામમાં ઈન્દ્ર આદિનો મહોત્સવ છે? જેના કારણે જનતા નગરથી બહાર જઈ રહી છે? તે પુરુષે કહ્યું - હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, ત્યાં આ જનતા જઈ રહી છે. ત્યારે તે અન્ય પુરુષે તે પુરુષને કહ્યું-ચાલો, આપણે પણ જઈએ. જઈને ભગવાનની પર્વપાસના કરીએ. ત્યાર પછી તે પુરુષ શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યો. આવીને તે જન્માન્ધ પુરુષે ભગ વાનને પ્રદક્ષિણા કરીને વન્દના અને નમસ્કાર કર્યા. ત્યાર બાદ શ્રમણ ભગવાનું મહા વીરે વિજયરાજાને અને પરિષદુને ધમોપદેશ આપ્યો. ભગવાનૂની કથાને સાંભળી રાજા વિજ્ય તથા પરિષદુ ચાલી ગઈ. | [] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાનશિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર પણ ત્યાં બિરાજમાન હતા. ભગવાન ગૌતમસ્વામીએ અંધ પુરુષને જોયો, જોઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું - હે ભદન્ત! શું એવો કોઇ પુરૂષ પણ છે કે જે જન્માન્ત તથા જન્માન્ય રૂપ હોય? ભગવાને ફર માવ્યું હા, ગૌતમ! છે. આ મૃગાગ્રામ નગરમાં વિજય રાજાનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક છે, જે જન્મકાળથી અલ્પ અને જન્માધ રૂપ છે. તેના હાથ, પગ, આંખ આદિ અંગોપાંગ પણ નથી માત્ર તેઅંગોપાંગોનો એક આકારજ છે. હે ભગવાન્ ! આપની આજ્ઞાથી હું મૃગાપુત્રને જોવા ઈચ્છું છું. તેના ઉત્તરમાં ભગવાને કહ્યું - ગૌતમ ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. હવે શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રસન્ન થયેલા ગૌતમ સ્વામી ભગવાનની પાસેથી મૃગાપુત્રને જોવા માટે ચાલ્યા. ઈયસમિતિનું યથાવિધિ પાલન કરતા થકા ભગવાન ગૌતમસ્વામીએ મૃગાદેવીનું ઘર હતું. તેઓ ત્યાં પહોંચી ગયા. ત્યાર બાદ મૃગાદેવીએ ગૌતમ સ્વામીને આવતા જોયા, જોઇને પ્રસન્ન થઈ અને નતમસ્તક થઈને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનું પ્રિય ! આપના આગમનનું શું પ્રયોજન છે? હે દેવાનુપ્રિય ! હું તમારા પુત્રને જોવા માટે આવ્યો છું. ત્યારે મૃગાદેવીએ મૃગાપુત્ર પછી ઉત્પન્ન થયેલા ચાર પુત્રોને વસ્ત્રાભૂષણાદિથી અલંક્ત કરીને ભગવાન્ ગૌતમના ચરણોમાં માથું નમાવીને કહ્યું - હે ભગવાન્ ! આ મારા પુત્રો છે, આપ જોઈ લો. આ સાંભળી ભગવાન્ ગૌતમે મૃગાદેવીને કહ્યું - દેવાનુપ્રિયે ! પરન્તુ તમારા જ્યેષ્ઠ પુત્ર મૃગાપુત્રને, જે જન્માધ અને જન્માલ્વરૂપ છે, તથા જેને તમે એકાન્ત ભૂમિગૃહમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57