Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૪ બાળકને શકટ નીચે સ્થાપિત કરવામાં આવ્યું હતું તેથી આનુ નામ “શકટ કુમાર' પાડ વામાં આવે છે. તેનું બાકીનું જીવન ઉજિઝતક કુમારની સમાન જ જાણી લેવું જોઈએ. જ્યારે સુભદ્ર સાર્થવાહ લવણ સમુદ્રમાં મૃત્યુ પામ્યો તેમજ શકટની માતા ભદ્રા પણ મરણ પામી ત્યારે તે શકટ કુમારને રાજપુરુષો દ્વારા ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો. પોતાના ઘરેથી જ્યારે શકટ કુમારને કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તે સોહંજની, નગરીના ત્રિકોણ માર્ગ આદિ સ્થાનોમાં ભટકતો, જુગારીઓના અડ્ડામાં અને શરાબ ખાનામાં રહેતો હતો. કોઈ વખતે સુદર્શનાગણિકા સાથે તેની ગાઢ પ્રીતિ થઈ ગઈ અને તે તે ગણિકાને ત્યાં રહીને યથેષ્ટ કામભોગોનો ઉપભોગ કરતો આનંદપૂર્વક સમય વ્યતીત કરે છે. ત્યાર બાદ મહારાજ સિંહગિરિનો મંત્રી સુષેણ કોઈ વખતે તે શકટકુમારને સુદર્શના વેશ્યાના ઘરેથી કાઢી મુકાવે છે અને સુદર્શના પોતાના ઘરમાં રાખી લે છે. ઘરમાં સ્ત્રી તરીકે રાખેલી સુદર્શન સાથે મનુષ્ય સંબંધી વિશિષ્ટ કામભોગોનો ઈચ્છા મુજબ ઉપભોગ કરતો તે સમય વ્યતીત કરે છે. સુદર્શનાના ઘરેથી મંત્રી દ્વારા કાઢી મુકવવાથી તે શકટકુમાર બીજી કોઈ પણ જગ્યાએ સ્મૃતિ, રતિ અને ધૃતિ પામતો ન હતો તેથી કોઈ વખતે તે ગુપ્તરૂપે સુદર્શનાના ઘરે પહોંચી ગયો અને ત્યાં તેની સાથે ઇચ્છા મુજબ કામભોગોનો ઉપયોગ કરતો સમય વીતાવવા લાગ્યો. આ બાજુ એક દિવસે સુષેણ મંત્રી સુદર્શનાના ઘરે આવ્યો, આવીને સુદર્શ નાની સાથે ઇચ્છા મુજબ કામભોગોનો ઉપભોગ કરતાં શકટકુમારને જોયો, જોઈને તે ક્રોધથી રાતો પીળો થઈ, યાવત્ શકટ કુમારને પોતાના પુરુષો દ્વારા પકડાવીને તેને લાકડીથી યાવત્ મથિત કરીને અવકોટક બંધનથી જકડાવી દે છે. ત્યાર બાદ તેને મહારાજ મહા ચન્દ્રની પાસે લઈ જઈને મહાચન્દ્ર રાજાને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી પ્રણામ કરે છે, અને આ પ્રમાણે કહે છે: - હે સ્વામિનું ! આ શકટકુમારે મારા અન્તપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે. દેવાનુપ્રિય! તમે જ તેને દંડ આર્યો. ત્યાર બાદ મહારાજ મહા. ચન્દ્રની આજ્ઞા મેળવીને સુષણ મંત્રીએ “શકટકુમાર અને સુદર્શન વેશ્યાને પૂર્વોક્ત રીતે મારો” એવી આજ્ઞા રાજપુરષોને કરી. આ રીતે હે ગૌતમ શકટકુમાર બાળકે પોતાના પૂર્વોપાર્જિત જૂના તથા દુચીર્ણ પાપકર્મોના ફળનો પ્રયત્ન અનુભવ કરી રહ્યો છે. [26] ભગવાન્ ! કટકુમાર અહીંથી કાળ કરીને કયાં જશે? ગૌતમ! શકટકર મારને જ્યારે તે પ૭ વર્ષની આયુને ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે, ત્યારે એક મહાનું લોહમય તપેલી અગ્નિ સમાન દેદીપ્યમાન સ્ત્રી પ્રતિમા સાથે આલિંગન કરાવવામાં આવશે અને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધો રાજગૃહનગમાં ચાંડાલ કુળમાં યુગલ રૂપે ઉત્પન થશે. તે યુગલના માતાપિતા બારમે દિવસે તેમનામાંથી બાળકનું નામ 'શકટ કુમાર’ અને કન્યાનું નામ દર્શના” રાખશે. શકટ કુમાર બાળપણ. નો ત્યાગ કરીને યૌવનને પ્રાપ્ત થશે. સુદર્શના કુમારી પણ બાળપણથી નીકળીને વિશિષ્ટ જ્ઞાન અને બુદ્ધિ આદિની પરિપકવતાને પ્રાપ્ત કરતી યુવાવસ્થામાં આવશે. તે રૂપમાં, યૌવન માં અને લાવણ્યમાં આવશે તેમ જ ઉત્કૃષ્ટ શરીરવાળી થશે. ત્યારે સુદર્શના કુમારીના રૂપ, યૌવનમાં પાગલ બનેલો, તેની ઇચ્છા રાખનાર, તેના સ્નેહ જાળમાં જકડાયેલો અને તેની જ એક માત્ર લગનમાં આસક્ત રહેનારી તે શકટ કુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57