Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ 319 પ્રાતઃકાળે સૂર્યોદય થતાં જ સાગરદત્ત સાર્થવાહને પૂછીને વિવિધ પ્રકારના પુષ્પ, વસ્ત્ર, ગંધ. માળા અને અલંકાર લઈને મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો. સંબંધીજનો અને પરિજનોની ઘણી સ્ત્રીઓ સાથે પાટલિપંડ નગરમાંથી નીકળીને બહાર ઉદ્યાનમાં જ્યાં ઉમ્બરદત્તનું યક્ષાયતન છે ત્યાં જાઉં અને ઉમ્બરદત્ત યક્ષની મહાહ પુષ્પાર્ચના કરીને અને તેના ચરણોમાં નતમસ્તક થઈને આ પ્રમાણે પ્રાર્થના કરું - હે દેવાનુપ્રિય! જો હું હવે જીવિત રહેનાર બાળક યા બાલિકાને જન્મ આપું તો હુ આપના યાગ- દાન-ભાગ- અને અક્ષયનિધિ વૃદ્ધિ કરીશ. આ રીતે ઇચ્છિત વસ્તુઓ મેળવવા માટે પ્રાર્થના કરવાનો તેણે નિશ્ચય કર્યો. નિશ્ચય કર્યા બાદ પ્રાતઃકાળ સૂર્યોદય થવાપર જ્યાં સાગરદત્ત સાર્થવાહ હતો, ત્યાં આવી. આવીને સારગદત સાર્થવાહને આ પ્રમાણે કહેવા લાગી- હે દેવાનું પ્રિય ! મેં તમારી સાથે મનુષ્ય સંબંધી સાંસારિક સુખોનો સંપૂર્ણ ઉપભોગ કરતાં આ જ સુધીમાં એકપણ જીવતા રહેનાર બાળક યા બાલિકાને પ્રાપ્ત કર્યો નથી. તેથી હું ઇચ્છું છું કે જે આપ આજ્ઞા આપો તો હું મારા મિત્રો, જ્ઞાતિજનો, નિજજનો, સ્વજનો, સંબંધી ઓ અને પરિજનોની સ્ત્રીઓ સાથે પાટલિપુંડ મહાઈ પૂજા - અર્ચના કરીને પુત્ર પ્રાપ્તિ માટે તેની માનતા માનું ? તેના જવાબના સાગરદત્ત સાર્થવાહે પોતાની ગંગાદત્તા નામની પત્નીને કહ્યું- હે દેવાનુપ્રિયે! મારી પણ એ જ ઇચ્છા છે. ત્યારે સારગદત્ત સાર્થવાહની આજ્ઞા મળી જવાથી તે ગંગાદત્તા વિવિધ પ્રકારના પુષ્પ અને વસ્ત્રાદિ રૂપ પૂજા સામગ્રી લઈને મિત્રાદિની સ્ત્રીઓ સાથે પોતાના ઘેરથી નીકળી અને પાટલિપુંડ નગરની મધ્યમાં થઈને એક પુષ્કરિણી પાસે જઈ પહોંચી, ત્યાં પુષ્કરિણીના કિનારે પુષ્પો, વસ્ત્રો, ગંધો, માળાઓ અને અલંકારોને રાખીને તેણે તલાવડીમાં પ્રવેશ કર્યો. ત્યાં જલસ્તાન અને જલક્રીડા કરીને કૌતુકમંગલ કરીને એક ભીનું વસ્ત્ર અને સાડી ધારણ કરીને તલાવડીમાંથી બહાર આવી. બહાર આવી, પેલી પુષ્પાદિ પૂજા - સામગ્રીને લઇને ઉમ્બરદત્ત યક્ષના યક્ષાયતન પાસે પહોંચી અને ત્યાં પણ તેણે યક્ષને નમસ્કાર કર્યો, ત્યાર બાદ મયૂરપીંછ લઈને તેના વડે યક્ષપ્રતિમાનું પ્રમાર્જન કર્યું ત્યાર બાદ જલધારાથી યક્ષ પ્રતિમાને સ્નાન કરાવ્યું. ત્યાર બાદ ભગવા રંગથી રંગેલા, સુગન્ધિત તેમજ સુકોમળ વસ્ત્રથી તેના શરીરને લૂછ્યું. લૂછીને શ્વેત વસ્ત્રો પહેરાવ્યાં, વસ્ત્રો પહેરાવીને મહાઈ પુષ્પારોહણ, વસ્ત્રારોહણ, ગંધારોહણ, માલ્યરોહણ અને ચૂર્ણ રોહણ કર્યું. ત્યાર બાદ ધૂપ કર્યો, ધૂપ કરીને યક્ષની સામે ગોઠણ ટેકવીને પગો માં પડી. આ પ્રમાણે નિવેદન કરવા લાગી. હે દેવાનુપ્રિયા જો હું એક પણ જીવિત રહેનાર પુત્ર યા પુત્રીને જન્મ આપું તો યાવતુ પૂર્વવત્ યાચના કરે છે. ત્યાર બાદ તે ધન્વન્તરિ વૈદ્યનો જીવ નરકભૂમિમાંથી નીકળીને આ જંબુદ્વીપના ભારતવર્ષ નામના ક્ષેત્રનાં પાટલિપુંડ નગરામાં ગંગદત્તાની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. લગભગ ત્રણ મહિના પૂર્ણ થઈ જવા પર ગંગદત્તાને નીચે પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો. ધન્ય છે, તે માતાઓ યાવતુ તેમણે જ જીવનના ફળને પ્રાપ્ત કર્યું છે, જે મહાનુ ' અશનાદિક તૈયાર કરાવે છે અને અનેક મિત્ર, જ્ઞાતિ આદિની સ્ત્રીઓથી યુક્ત થઈને વિપુલ ખાદ્ય સામગ્રી તથા સૂરા આર્દિ મદિરાઓ સાથે લઇને પાટલિપંડ નગરની મધ્ય માંથી નીકળીને તલાવડી પર જાય છે. ત્યાં તલાવડીમાં પ્રવેશ કરી જલ સ્નાન તેમજ અશુભ સ્વપ્નાદિના ફળને નિષ્ફળ બનાવવા માટે મસ્તક પર તિલક તેમજ બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57