Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ 330 વિવાદસૂર્ય-૨૧૩૫ સમૃદ્ધિથી યુક્ત હતું. ત્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં કોઈ વખતે સુધમસ્વિામી પધાર્યા. જંબુસ્વામીએ વાવતુ તેમની પર્યપાસના કરી. આ પ્રમાણે કહ્યું ભગવન્ત ! શ્રમણ ભગવન્ત મહાવીર સ્વામી પાવતા મોક્ષને પ્રાપ્ત થયા છે, તેમણે દુખવિપાકનો આ અર્થ પ્રતિપાદન કર્યો છે તો ભગવન્તા યાવતું મોક્ષને સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહા વીર સ્વામીએ સુખવિપાકનો શું અર્થ પ્રતિપાદિત કયો છે ? હે જંબૂ! સુખવિપાકના દશ અધ્યયનનો આ પ્રમાણે પ્રતિપાદન કર્યા છે. [36] સુબાહુકુમાર, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનઘસ, ધનપતિ. મહાબલ, ભદ્રનંદી, મહાચંદ્ર અને વરદત્ત. [37] હે જેબૂ! તે કાળ અને તે સમયમાં ભવનોથી યુક્ત, સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત અને ધન-ધાન્ય થી પરિપૂર્ણ હસ્તિશીષ નામનું નગર હતું. તેની બહાર ઉત્તર અને પૂર્વ દિશાની મધ્યમાં સર્વઋતુઓમાં ઉત્પન્ન થનારા ફળફૂલો આદિથી યુક્ત પુષ્પ કરંડક નામનું ઘણું જ રમણીય ઉદ્યાન હતું. તે ઉધાનમાં કૃતવનમાલપ્રિય નામના યક્ષનું એક ઘણું જ સુંદર યક્ષાયતન હતું તે નગરમાં અદીનશત્રુ નામનો રાજા રાજ્ય કરતો હતો, અદીનશત્રુ નરેશના અંતઃપુરમાં ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. એક વખત રાજ્યોચિત વાસભવનમાં સૂતેલી ધારિણીદેવીએ સ્વપ્નમાં સિંહને જોયો, ત્યાર પછી જન્મ આદિનો સંપૂર્ણ વૃત્તાન્ત મેઘકુમારના જન્મ આદિની જેમ જાણી લેવો જોઈએ. યાવતુ સુબાહુકુમાર સાંસારિક કામભોગોના ઉપભોગોમાં સર્વથા સમર્થ થઇ ગયો, માતા પિતાએ સર્વોત્તમ પાંચસો મોટા ઊંચા મહેલો અને તેની વચ્ચે એક ઘણા વિશાળ ભવનનું નિર્માણ કરાવ્યું, મહાબલ રાજાની જેમ સુબાહુકુમારનો વિવાહ પણ કરવામાં આવ્યો. અને તે જ રીતે પૃથક પૃથક્ પાંચસો પ્રીતિદાન - આપવામાં આવ્યા. ત્યાર પછી તે સુબાહુકુમાર તે વિશાળ ભવનમાં નાટયાદિથી ઉપગોપ માન થતો તે દેવીઓ સાથે મનુષ્યોચિત મનોજ્ઞ વિષય ભોગોનો યથેષ્ટ ઉપભોગ કરવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કોઈ વખતે હતિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ્ નગરમાંથી નીકળી. રાજા કૃણિકની જેમ મહારાજ અને શત્રુ પણ નગરમાંથી ચાલ્યા તથા માલિની જેમ સુબાહુકુમારે પણ ભગવાનના દર્શન માટે રથદ્વારા પ્રસ્થાન કર્યું. યાવતુ ભગવાન્ ધર્મનું નિરૂપણ કર્યું. પરિષદ્ અને રાજા ધર્મકથા સાંભળીને ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન્ મહાવીર સ્વામી પાસે ધર્મકથાનું શ્રમણ તથા મનન કરીને અત્યંત પ્રસન્ન થયેલ સુબાહુકુમાર ઊઠીને શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીને વન્દન નમસ્કાર કરીને કહેવા લાગ્યા. ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. માવતુ જેવી રીતે આપના શ્રી ચરણોમાં અનેક રાજા, ઈશ્વર યાવતુ સાથે વાહ આદિ ઉપસ્થિત થઈને, મુંડિત થઈને તથા ગૃહસ્થાવસ્થાથી નીકળીને અણગાર ધર્મ માં દીક્ષિત થયા છે તેવી રીતે હું પાંચ મહાવ્રતોને તો અંગીકાર કરવામાં સમર્થ નથી તેથી હું પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોનું જેમાં વિધાન છે. તેવા બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને આપની પાસેથી અંગીકાર કરવા ઈચ્છું છું. ત્યારે ભગવાને કહ્યું. સુબહુકુમાર ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પરંતુ શુભ કાર્યમાં વાર ન લગાડો. એમ કહેવા પર સુબાહુકુમારે શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી પાસેથી પાંચ અણુવ્રત સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો, તે કાળ અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57