Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 324 વિવારસૂર્ય-૧૯૩૩ અને મહારાણી ધારિણી દેવીનો આત્મજ સિંહસેન નામનો રાજકુમાર હતો, જે સંપૂર્ણ તેમજ નિર્દોષ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળો તથા યુવ રાજ પદથી અલંકૃત હતો. સિંહસેન રાજકુમારના માતા પિતાએ કોઈ વખતે અત્યંત વિશાળ પાંચસો ઉત્તમ મહેલો બનાવડાવ્યા. ત્યાર બાદ, કોઇ સમયે તેમણે સિંહસેન રાજકુમારના શ્યામા વિગેરે પાંચ સો સુંદર રાજકન્યાઓ સાથે લગ્ન કરી દીધા. ત્યા બાદ રાજકુમાર સિંહસેન શ્યામાં વિગેરે તે પાંચસો રાજકન્યાઓ સાથેમહેલોમાં રમણ કરતોઆનંદપૂર્વક સમય વીતાવવા લાગ્યો. ત્યાર બાદ કોઈ વખતે મહારાજ મહાસેનનું મૃત્યુ થઈ ગયું દિન, આક્રંદન અને વિલાપ કરતાં રાજકુમારે તેનું નિસ્સરણ કાર્ય કર્યું. સિંહસેન રાજ સિંહાસન પર આરૂઢ થઈ રાજપદથી વિભૂષિત થઈને હિમવત્તાદિ પર્વતો જેવી શોભા પ્રાપ્ત કરવા લાગ્યો. સિંહસેન શ્યામા રાણીમાં મૂચ્છિત - તેના ધ્યાનમાં જ પાગલ. ગૃદ્ધ - તેની જ આકાંક્ષાવાળો, ગ્રથિત - તેના સ્નેહજાળમાં બંધાયેલા અને અધ્યપ પન્ન-તેમાં જ આ સક્ત થઈ ગયો. તે બીજી રાણીઓનો ન તો આદર કરતો હતો અને ન તેમનું ધ્યાન પણ રાખતો હતો, તે 499 રાણીઓની 499 માતાઓએ જ્યારે આ વાત જાણી ત્યારે તે સર્વેએ મળીને નિશ્ચય કર્યો કે આપણે માટે એ જ ઉચિત છે કે, આપણે શ્યામા રાણીને અગ્નિ પ્રયોગ, વિષ પ્રયોગ અથવા શસ્ત્ર પ્રયોગથી જીવન રહિત કરી નાખીએ. આ પ્રમાણે વિચાર કર્યા પછી તેઓ શ્યામા રાણીના અંતર, છિદ્ર તથા વિરહની રાહ જોવા લાગી. આ બાજુ શ્યામા રાણીને પણ આ યંત્રની ખબર પડી ગઈ. તે શ્યામા ભય ભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન અને ભયવિહૂવલ થઈ ગઈ, તથા જ્યાં કોપ ભવન હતું ત્યાં આવી અને ઉદાસીન મનવાળી થઈને બેઠી, યાવતું વિચાર કરવા લાગી. તત્પશ્ચાતુ સિંહસેન રાજાએ આ વૃત્તાન્ત જાણી કોપભવનમાં આવીને શ્યામાને ઉદાસીન જોઈને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયે! તુ આ પ્રમાણે નિરાશ અને ચિન્તિત કેમ છે? મહારાજ સિંહસેનનું આ કથન સાંભળી શ્યામાં અત્યંત ક્રોધ યુક્ત થઈ, પ્રબળ વચ નોથી રાજાને સર્વ વાત જણાવી ત્યારે રાજાએ કહ્યું-દેવાનુપ્રિયે! તું આ પ્રમાણે હતોત્સાહ થઈને આર્તધ્યાન ન કર, હું એવો ઉપાય કરીશ કે જેથી તારા શરીરને કોઈનાથી કોઈ પ્રકારની બાધા-પ્રબાધા થઈ શકશે નહીં. આ રીતે શ્યામાદેવીને ઈષ્ટ આદિ વચનો દ્વારા સાંત્વના દઇને મહારાજ સિંહસેન ત્યાંથી ચાલ્યા ગયા, જઈને તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા બોલાવીને તેમને કહ્યું કે - તમે લોકો અહીંથી જાઓ અને જઇને સુપ્રતિષ્ઠિત નગરની બહાર એક મોટી કૂદાકારશાળા બનાવ ડાવો, જે સેંકડો સ્તંભોથી યુક્ત, પ્રાસા દિય, દર્શનીય અભિરૂપ હો, ત્યારપછી કોઇ વખતે સિંહસેન રાજાએ પોતાની 499 રાણીઓની ૪૯૯માતા. ઓને આમંત્રણ આપ્યું. સિંહસેન રાજા દ્વારા આમંત્રિત થયેલી તેઓ વસ્ત્રો તેમજ આભૂ ષણોથી સુસજ્જિત થઈ સુપ્રતિષ્ઠિત નગરમાં મહારાજ સિંહસેનની પાસે આવી. મહા રાજ સિંહસેન તે રાણીઓની માતાઓને રહેવા માટે કૂટાગાર શાળામાં ઉતારો આપ્યો. તત્પશ્ચાતુ સિંહસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - હે ભદ્ર પુરુષો ! તમે લોકો વિપુલ અશનાદિક તથા અનેક પ્રકારના પુષ્પો વો. ગંધો-સુગંધિત પદાર્થો માળાઓ તથા અલંકારોને કૂટાગાર શાળામાં પહોંચાડો. ત્યારબાદ સર્વપ્રકાર નાં અલકારોથી વિભૂષિત તે 499 રાણીઓની માતાઓએ તે વિપુલ અશનાદિક તથા સુરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57