________________ 310 વિવાગસૂર્ય-૧૪/૨૪ સો, સો અને હજાર-હજાર વાડાઓમાં બાંધેલા રહેતા હતા. ત્યાં જેમને વેતનના રૂપમાં પૈસા, રૂપિયા અને ભોજન આપવામાં આવતું હતું તેવા પુરષો અનેક બકરા આદિ તથા મહિષાદિ પશુઓનું સંરક્ષણ અને સંગોપન કરતા હતા. છણિક છાગલિકના રૂપિયા અને ભોજન લઈને કામ કરનારપણ અનેક નોકરો સેંકડો તથા હજારો બકરા યાવતુ ભેંસો ને મારીને તેના માંસનેછરીથી કાપીને છણિકને હંમેશા આપતા તથા તેના અનેક નોકરો તે માંસને તવા ઉપર,કડાઈ ઓ, હાંડામાં ભજનિકોમાં અને અંગારા ઉપર તળતા, ભૂંજતા અને શૂળ દ્વારા પકાવતા તે માંસને રાજમાર્ગમાં વેંચીને આજીવિકા ચલાવતા હતા. છણિક છાગલિક પોતે પણ તળેલા, ભૂજેલા અને શૂળ દ્વારા પકાવેલા તે માંસની સાથે સુરા આદિ પાંચ પ્રકારની મદિરાનું આસ્વાદનાદિ કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. તેણે બકરા આદિ પશુઓના માંસને ખાવું અને મદિરાઓ પીવી તે પોતાનું કર્તવ્ય બનાવી લીધું હતું અને પાપપૂર્ણ પ્રવૃત્તિઓમાં તે હંમેશા તત્પર રહેતો હતો. આ પ્રવૃત્તિઓ જ તેના જીવનનું વિશિષ્ટ જ્ઞાન બનેલી હતી અને આવા જ પાપપૂર્ણ કૃત્યોને તેણે પોતાનું સર્વોત્તમ આચરણ બનાવી રાખ્યું હતું. ત્યાર પછી એવા કલેશજનક અને મલીનરૂપ અત્યન્ત નિકાચિત પાપકર્મોનું ઉપાર્જન કરીને સાતસો વર્ષના પૂર્ણ આયુષ્યને ભોગવીને કાળમાસમાં કાળ કરીને ચોથી નરકમાં ઉત્કૃષ્ટ 10 સાગરોપમની સ્થિતિ વાળા નારકિઓમાં નારકરૂપે ઉત્પન્ન થયો. 25] સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્ની જાતનિટુકા હતી. આ બાજુ છણિક છોગલિકનો જીવ ચોથી નરકમાંથી નીકળીને સીધો આ જ સોહંજની નગરીમાં સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્નીના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. જ્યારે ભદ્રા સાર્થવાહિનીને ગર્ભ ધારણ કરતાં ત્રણ માસ વ્યતીત થઇ ગયા ત્યાર પછી આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો - તે માતાઓ ખરેખર ધન્ય છે, યાવતું જીવન અને જન્મ સફળ છે, જેઓ નગરના ગૌ આદિ પશુઓના, જળચર, સ્થળચર અને ખેચર આદિ પ્રાણીઓના, પક્ષીઓના તળેલા, અગ્નિમાં પકાવેલા અને શૂળ પર રાખી પકાવેલા માંસનો તથા સુરા, મધ મેચક, જાતિ, સીધુ તથા પ્રસન્ના નામક મદિરાઓનું આસ્વાદન, પરિભોગ અને વિભાજન કરીને પોતાનો દોહદ પૂર્ણ કરે છે. પણ તે દોહદ પૂર્ણ નહિ થવાથી તે ભદ્રા સાર્ધવાહિની સુકાવા લાગી ભૂખી એવું ચિન્તાગ્રસ્ત રહેવા લાગી. ત્યારે સુભદ્ર સાર્થવાહે પોતાની ભાય ભદ્રાને ચિન્તિત જોઇને કહ્યું - દેવાનુપ્રિયે! શા કારણે તું ચિન્તાગ્રસ્ત રહ્યા કરે છે? ત્યારે ભદ્રા સાર્થવાહિનીએ સુભદ્ર સાર્થવાહને કહ્યું- દેવાનું પ્રિય! મારા ગર્ભના ત્રણ માસ થઇ ગયા છે અને દોહદની પૂર્તિ નહિ થવાથી હું ચિન્તિત છું. ત્યારે સુભદ્ર સાર્થવાહે ભદ્રાભર્યાની વાત સાંભળી અને સમજીને કહ્યું - દેવાનુપ્રિયે ! આપણાં પૂર્વકૃત પાપના પ્રભાવથી કોઈ અધર્મી યાવતુ બીજાને દુખ આપ વામાં આનન્દ માનનાર જીવ તારા ગર્ભમાં આવ્યો છે. આ કારણથી તને આવો દોહદ ઉત્પન્ન થયો છે. એ જીવનું ભલું થાઓ ! પછી કોઈ ઉપાયથી તે દોહદ પૂર્ણ કર્યો. ત્યાર પછી ભદ્રા સાર્થવાહિની સુખે સુખે તે ગર્ભને વહન કરવા લાગી. લગભગ નવ માસ પૂરા થયા ત્યારે સુભદ્રા સાર્થવાહિનીએ બાળકને જન્મ આપ્યો. ઉત્પન્ન થતાં જ માતાપિતા તે બાળકને શકટ-નીચે સ્થાપિત કરે છે અને પાછો ઉઠાવી લે છે. તેનું યથાવિધિ સંર ક્ષણ, સંગોપન અને સંવર્ધન કરે છે. ઉજ્જિત કુમારની જેમ ઉત્પન્ન થતાં જ “અમારા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org