________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ 307 નષ્ટ કરી દો, લૂંટી લ્યો અને લૂંટીને તેના ચોર સેનાપતિ અભગ્નસેનને જીવતાં જ પકડીને મારી સામે ઉપસ્થિત કરો. કોટવાળ મહાબલ રાજની આ આજ્ઞાને લોખંડને કુસલક આદિથી મુક્ત કવચને ધારણ કરનારા અનેક પુરુષોને સાથે લઈને હાથમાં ઢાલ બાંધેલા યાવતું ક્ષિપ્રતૂર્ય વગાડવાથી અને મહાનું ઉત્કૃષ્ટ આનન્દમય મહાધ્વનિ સિંહનાદ આદિ શબ્દો દ્વારા સમુદ્રની મધ્યમાંથી નીકળીને શાલા ટવી ચોરપલ્લી તરફ ગયો. ત્યાર પછી અગ્નિસેન ચોરસેનાપતિના ગુપ્તચર પુરુષોને આ સારીએ વાતનો પત્તો લાગી ગયો, તેથી તે શાલાટવી ચોરપલ્લીમાં જ્યાં અગ્નિ સેન ચોરસેનાપતિ હતો ત્યાં ગયા. બે હાથ ડી, મસ્તકે અંજલિ કરી અગ્નિસેનને સમાચાર આપ્યા અભગ્નસેનને જીવતો. ત્યાર બાદ અભગ્નસેન ચોર સેનાપતિએ પોતાના ગુપ્તચરોની વાત સાંભળી તથા વિચાર કરીને પાંચસો ચોરોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! તે કોટવાળ ચોરપલ્લી સુધી પહોંચે તે પહેલાં જ તેને રસ્તામાં રોકી દેવા જોઈએ તે જ આપણે માટે યોગ્ય લાગે છે. અભગ્નસેનની આ વાતને ચોરોએ “એમ જ થવું જોઈએ” એમ કહીને સ્વીકારી. ત્યાર પછી અગ્નિસેન સેનાપતિએ પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિય વસ્તુઓને તૈયાર કરાવી તથા પાંચસો ચોરો સાથે, સ્નાનાદિથી તિવૃત્ત થઈ, ખરાબ સ્વપ્નાદિના ફળને નિષ્ફળ બનાવવા માટે મસ્તક પર તિલક તથા અન્ય માંગ લિકો ફરીને ભોજનશાળામાં તે મદિરાઓનું રૂચિ અનુસાર આસ્વાદન, વિસ્વા દન, આદિ કરવાનું શરૂ કર્યું. ભોજન બાદ ઉચિત સ્થાન પર આવીને આચમન કર્યું અને મુખના લેપાદિને દૂર કરીને પાંચસો ચોરો સાથે ભીના ચામડા પર આરોહણ કર્યું. ત્યાર બાદ દ્દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના કુસૂલક આદિથી યુક્ત કવચને ધારણ કરીને યાવતું અસ્ત્ર-શસ્ત્રોથી સુસજ્જિત થઈને, હાથમાં ઢોલ લઈને યાવતું મહાનું ઉત્કૃષ્ટ અને સિંહનાદ આદિના શબ્દો દ્વારા આકાશને ગુંજાયમાન કરતા અગ્નિસેને શાલાટવી ચોર પલ્લીથી દિવસના ચોથા પ્રહરમાં પ્રસ્થાન કર્યું અને ખાદ્ય પદાર્થોને સાથે લઈને વિષમ અને ગાઢ વનમાં રહીને તે, કોટવાળની પ્રતીક્ષા કરવા લાગ્યો. ત્યારબાદ તે કોટવાળ જ્યાં અગ્નિસેન ચોર સેનાપતિ હતો, ત્યાં આવે છે, આવીને તેની સાથે યુદ્ધમાં જોડાઈ જાય છે પરન્તુ અગ્નિસેન ચોર સેનાપતિ દ્વારા મર્દન અને પ્રતિષેધ થવા પર તેજહીન, બળહીન, વીર્યહીન, તેમજ પુરુષાર્થ અને પરાક્રમથી રહિત થયેલો તે કોટવાળ શત્રુસેનાને પરાજિત કરવી અશક્ય સમજીને પાછો પુરિમ તાલ નગરમાં મહાબળ રાજા પાસે જાય છે અને બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ કરી આ પ્રમાણે કહે છે - સ્વામિનું! અગ્નિસેન ચોર સેનાપતિ ઊંચા નીચા,દુર્ગમ અને ગહન વિનમાં પર્યાપ્ત ખાદ્ય તથા પેય સામગ્રી સાથે રહેલો છે, તેથી મોટા અસ્વબળ, ગજબળ, યોદ્ધાઓના બળ અને રથબળ, અરે! શું નિવેદન કરું ચતુરગિણી સેનાના બળથી પણ તે સામેના યુદ્ધમાં જીવતો પકડી શકાશે નહીં. તે સામ નીતિ - ભેદનીતિથી, ઉપપ્રદાન નીતિથી અથવા વિશ્વાસુ બનાવીને પકડી શકાશે. જ્યારે કોટવાળે આ પ્રમાણે કહ્યું ત્યારે મહાબળ રાજા અભગ્નસેનના જે આભ્યન્તર જનો હતા અને જે અંગ -રક્ષકોને તે મસ્તકના કવચ સમાન માનતો હતો તેમનો તથા મિત્ર તથા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને નોકર વર્ગને ધન, સુવર્ણ, રત્ન અને ઉત્તમ સારભૂત દ્રવ્યો તથા રૂપિયા, પૈસાવડે તેનાથી જુદા કરવાનો પ્રયત્ન કરે છે અને અભગ્નસેન ચોર સેનાપતિને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org