Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨ 305 યાવતું દુwત્યાનંદી. તે ગોત્રાસ દરરોજ અર્ધ રાત્રિના સમયે સૈનિકની જેમ તૈયાર થઈને કવચ પહેરીને, તેમ જ અસ્ત્ર-શસ્ત્રોને ધારણ કરીને પોતાના ઘરેથી નીકળે છે, નીકળીને ગોમંડપ જાય છે અને ત્યાં અનેક ગાય આદિ નાગરિક પશુઓના અંગોપાંગોને કાપીને પોતાના ઘરમાં આવી જાય છે, આવીને તે ગાય આદિ પશુઓના પકાવેલા માંસ સાથે મદિરા આદિનું આસ્વાદન કરતો જીવન વ્યતીત કરે છે. ત્યાર પછી તે ગોત્રાસ ફૂટગ્રાહ આવા પ્રકારના કર્મોવાળા, આવા પ્રકારના કાર્યોમાં પ્રધાનતા રાખવાવાળો, પાપરૂપ વિદ્યાને જાણનારો તથા પ્રકારના પાપકર્મોનું ઉપાર્જન કરીને પાંચસો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને, ચિન્તાઓ અને દુઃખોથી પીડિત થતો કાળ માસમાં કાળ કરીને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપની સ્થિતિવાળા બીજા નકરમાં નારક રૂપે ઉત્પન્ન થયો. [15] તે કૂટ્યાહ ગોત્રાસનો જીવ બીજી નરકમાંથી નીકળીને સીધો આ વાણિજ ગ્રામ નગરમાં વિજ્ય મિત્ર સાર્થવાહની સુભદ્રા નામની પત્નીનાં ઉદરમાં પુત્રરૂપે આવ્યો. નવ માસ પૂર્ણ થવા પર સુભદ્રા સાર્થવાહિનીએ એકાન્તમાં કચરો નાખવાની ગ્યાએ ફેંકાવી દીધો અને પાછો તેને ઉઠાવી લીધો, ઉઠાવીને ક્રમથી સંરક્ષણ અને સંગોપન કરતી તેને મોટો કરવા લાગી. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ મહાનું ઋદ્ધિસત્કાર અને આડંબર સાથે કુળ મર્યાદા પ્રમાણે પુત્રજન્મ યોગ્ય વધામણી રૂપે પુત્રજન્મ-મહોત્સવ કર્યો. તે બાળકના માતા-પિતાએ બારમા દિવસે ગુણ નિષ્પન્ન નામકરણ આ પ્રમાણે કર્યું કેમકે અમારો આ બાળક જન્મતો જ અશુચિ પ્રદેશમાં ત્યાગી દેવાયો હતો, તેથી તેનું નામ “ઉજિઝતક કુમાર” રાખવામાં આવે છે. ત્યારબાદ તે ઉજ્જિતકુમાર આ પાંચ ધાવમાતાઓથી યુક્ત દૃઢ પ્રતિજ્ઞ કુમારની જેમ યાવત્ નિવત્ અને નિવ્યધાત પર્વતની કંદરામાં રહેલા ચમ્પક વૃક્ષની જેમ સુખ પૂર્વક મોટો થવા લાગ્યો. તદનન્તર કોઈ વખતે વિજયમિત્ર સાર્થવાહે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ, રૂ૫ ચાર પ્રકારની પણ્ય વસ્તુઓને લઈને લવણ સમુદ્રમાં વહાણ પર વિપત્તિ આવવાથી વિજયમિત્રની ઉક્ત ચારે પ્રકારની મહામૂલ્ય વાળી વસ્ત્ર આભૂષણ આદિ વસ્તુઓ પાણીમાં ડુબી ગઈ અને તે પોતે પણ ત્રાણરહિત તેમજ શરણરહિત થઈ જવાથી મૃત્યુ મામ્યો. ત્યાર બાદ ઈશ્વર, તલવર, આદિ પણ વિજયમિત્રના મૃત્યુના સમાચાર સાંભળી, પોતાના હાથે લીધેલી થાપણ અને તેથી અતિરિક્ત બહુમૂલ્ય વસ, આભૂષણ આદિ લઈને એકાન્તસ્થાનમાં ચાલ્યા ગયા. જ્યારે સુભદ્રા સાર્થવાહિનીએ લવણ સમુદ્રમાં સંકટ આવી પડવાથી કરિયાણું પાણીમાં ડુબી જવાની સાથોસાથ વિજ્ય મિત્રના મૃત્યુના મહાનું શોકથી વ્યાપ્ત થઈ અને કુહાડાથી કાપેલી ચપકવૃક્ષથી શાખાની જેમ ધડામ કરતી પૃથ્વી તળ પર પડી ગઈ. ત્યારબાદ થોડા સમય પછી તે સુભદ્રા સ્વસ્થ થઇ તથા અનેક મિત્ર, જ્ઞાતિ વાવતું સમ્બન્ધીજનો સાથે રુદન, કંદન તથા વિલાપ કરતી વિજયમિત્રની લૌકિક મૃતકક્રિયા કરવામાં તત્પર થઈ. ત્યાર પછી તે સુભદ્રા સાર્થવા હિની પણ મરણ પામી. [16] ત્યારબાદ નગરપુરુષોએ સુભદ્રાના મૃત્યુના સમાચાર સાંભળીને ઉઝિ તક કુમારને દુરાચારી હોવાથી ઘરમાંથી કાઢી મૂક્યો અને તેનું ઘર બીજા કોઈને આપી દીધું. પોતાના ઘરેથી કાઢી મૂકવાથી ઉત્તિઝતક કુમાર વાણિજગ્રામ નગરના માર્ગો પર તથા જુગારગૃહો, વેશ્યાગૃહો અને મદિરાપાનના સ્થાનોમાં સુખપૂર્વક પરિભ્રમણ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57