Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ 300 વિધાનસૂયં-૧/૨/૧૪ [14] કોક વખતે ઉત્પલા ગર્ભવતી થઈ. લગભગ ત્રણ માસ પછી તેને આ પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો - ધન્ય છે તે માતાઓ યાવતું તેઓએ જ પોતાનું જન્મ તથા જીવનને સારી રીતે સફળ કર્યું છે જે અનેક અથવા યા સનાથ નાગરિક પશુઓ યાવતું બળદોનો ઉધ, સ્તન, વૃષણ, અંડકોશ, પુંછ, કેકુંદ, સ્કંધ, કર્ણ, નેત્ર, નાસિકા, જીભ, હોઠ તથા ગોદડીને કાપીને અને શૂલમાં લઈ અગ્નિમાં પકા વેલ, તળેલા, ભૂજેલા, સૂકા યેલા અને લવણ સંસ્કૃત માંસની સાથે સુરા, મધુ, મેરક, સીધુ અને પ્રસન્ના આ મધોનું સામાન્ય અને વિશેષ રૂપથી આસ્વા દિન, વિસ્વાદન, પરિભાજન તથા પરિભોગ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ એ રીતે મારા દોહદને પૂર્ણ કરું ! આ વિચાર પછી તે દોહદ પૂર્ણ ન થવાથી તે ઉત્પલા નામની કૂટગ્રહની સ્ત્રી સુકાઈ ગઈ, ભૂખી થઈ, માંસ રહિત એટલે કે હાડપિંજર જેવી થઈ ગઈ, શરીર શિથિલ થઈ ગયું. કાન્તિ રહિત થઈ ગઈ. દીન તથા ચિન્તાતુર મુખવાળી થઈ ગઈ. મોટું પીળું પડી ગયું, આંખ અને મોટું મુરજાઈ ગયા. યથોચિત ઉપભોગ ન કરતી, હાથથી ચોળેલી પુષ્પ માળાની જેમ જ્ઞાન થયેલી. ઉત્સાહરહિત યાવતુ આધ્યાનગ્રસ્ત થઈને ચિન્તાતર રહેવા લાગી. કોઈ વખતે ભીમ નામનો ફૂટગ્રાહ જ્યાં ઉત્પલા કૂટગ્રાહિણી હતી ત્યાં આવ્યો અને આવીને તેને યાવતું ચિન્તાગ્રસ્ત ઉત્પલાને જોઈ ત્યારે તે કહેવા લાગ્યો કે " હે ભદ્રે ! તમે આ રીતે શુષ્ક, નિમીસ યાવતુ હતોત્સાહ થઈને કેમ ચિન્તામાં ડૂબેલા છો ? ત્યાર બાદ ઉત્પલ પત્નીએ તેને દોહદની વાત કરી. ત્યારે કૂટગ્રાહ ભીમે પોતાની ઉત્પલા ભાર્યાને કહ્યું - હે ભદ્રે ! તું ચિન્તા ન કર, હું એવું કાંઈક કરીશ કે જેનાથી તારા આ દોહદની પૂર્તિ થઈ જશે. - ત્યાર બાદ ભીમ કૂટગ્રાહ અર્ધરાત્રિના સમયે એકલો જ લોખંડના કુસુલક આદિ થી યુક્ત કવચને ધારણ કરીને આયુધ અને પ્રહરણ લઈને ઘરેથી નીકળ્યો અને ગૌશાળા હતી ત્યાં આવ્યો. આવીને અનેક નાગરિક પશુઓ યાવતું બળદોમાથી કોઈકના ઉધાસુ, પાવતુ કોઈકની સાસ્ના અને કોઇકના અન્ય અન્ય અંગોપાંગો કાપે છે, કાપીને પોતાના ઘરે આવે છે. અને આવીને તે પોતાની પત્ની ઉત્પલાને આપે છે. ત્યાર પછી તે ઉત્પલા તે અનેકવિધશલ્ય, પ્રોતાદિ ગોમાંસ સાથે મદિરા આદિનું આસ્વાદન, પ્રસ્વાદન કરતી પોતાના દોહદની પૂર્તિ કરે છે. આ રીતે તેનો દોહદ પૂર્ણ થયો. તે સમ્માનિત દોહદવાળી, વિનીત દોહદવાળી, નિવૃત્ત. દોહદવાળી થઈ અને તે ઉત્પલા કૂટગ્રાહિણી ગર્ભને સુખ પૂર્વક ધારણા કરવા લાગી. ત્યારપછી નવ માસ પૂર્ણ થઈ જવા પર બાળકને જન્મ આપ્યો. જન્મતાવેંત જ તે બાળકે કર્ણકટુ તેમજ ચીત્કાર પૂર્ણ ભયંકર શબ્દ કર્યો. તેની એવી ચીસ સાંભળીને અને ર્દય માં અવધારણા કરીને હસ્તિનાપુર નગરમાં નાગરિક પશુ યાવત્ બળદાદિ ભયભીત થઈ ગયા અને ઉગને પ્રાપ્ત કરીને ચારે તરફ ભાગવા લાગ્યા. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ આ વૃતાંત અનુસાર બાળકનું નામ “ગો ત્રાસ” પાડ્યું. ત્યાર બાદ ગોત્રાસ બાળકે બાલપણને છોડીને યુવાસ્થામાં પ્રવેશ કર્યો અને તે યુવક થઇ ગયો. કોઈ સમયે ભીમ કૂટાહનું મરણ થઈ ગયું, ત્યારે તે ગોત્રાસે પોતાના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબન્ધી અને પરિજનોથી ઘેરાઈને રૂદન, આકંદન અને વિલાપ કરતાં કૂટગ્રાહનો દાહ સંસ્કાર કર્યો અને કેટલીક લૌકિક મૃતક ક્રિયાઓ પણ કરી. ત્યાર પછી સુનન્દ રાજાએ ગોત્રસ બાળકને પોતે જ કૂટગ્રાહના પદ પર નિયુક્ત કર્યો. અધર્મી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57