Book Title: Agam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ 296 એકાદિ રાષ્ટ્રકૂટના શરીરનો સ્પર્શ કરે છે. શરીર સમ્બન્ધી ચર્ચા કર્યા પછી રોગોનું નિદાન પૂછે છે. પછી તે 16 રોગાતકોમાંથી કોઈ એક જ રોગાતકને ઉપશાન્ત કરવા માટે અનેક અભ્ય ગનો, ઉદ્વર્તનો, સ્નેહપાનો, વમન, વિરેચનો, સેચનો અથવા સ્વેદન, અવદાહન, અવજ્ઞાન, અનુવાસન, વસ્તિકર્મ, નિરૂહ, શિરાવેધ, તક્ષણ, પ્રતિક્ષણ, શિરો બસ્તિ, તર્પણ તથા પુટપાક, ત્વચા, મૂળ, કંદ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ તેમજ કરીઆ, આદિના ઉપયોગથી તથા ગુટિકા, ઔષધ, ભેષજ આદિના પ્રયોગથી પ્રયત્ન કરે, પરતું એક રોગને પણ ઉપશાન્ત કરવામાં સમર્થ ન થઈ શક્યા. ત્યારે તે વૈદ્ય વૈદ્યપુત્રાદિ ગ્રાન્ત, ખિન્ન અને હતાશ થઈને જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. ત્યાર બાદ તે એકાદિ રાષ્ટ્રકૂટ વૈદ્યો આદિ દ્વારા પ્રત્યાખ્યાત તથા સેવકોથી પરિ ત્યક્ત થવા પર ઔષધ અને ભેષજથી ઉદાસીન થઈ ગયો. સોળ રોગાતકોથી ઘેરાયેલો રાજ્ય અને રાષ્ટ્રનું આસ્વાદન, પ્રાર્થના, ઈચ્છા અને અભિલાષા કરતો તે એકાદિ મનોવ્ય થાથી વ્યથિત, શારીરિક પીડાથી પીડિત અને ઇન્દ્રિયોને વશ હોવાથી પરતંત્ર થઈને 250 વર્ષના પૂર્ણ આયુષ્યને ભોગવીને કાળ કરીને આ રત્નપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકોમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ત્યાર બાદ તે એકાદિનો જીવ ભવસ્થિતિ પૂરી થવા પર નરકમાંથી નિકળતાં જ આ પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યાર બાદ તે મૃગાદેવીના શરીરમાં ઉજ્જવલ યાવતુ ઉત્કટ અને જાજ્વલ્યમાન વેદના ઉત્પન્ન થઈ, તીવ્રતર વેદનાનો પ્રાદુર્ભાવ થયો. જ્યારથી મૃગાપુત્ર નામાનો બાળક મૃગાદેવીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો ત્યારથી લઈને તે મૃગાદેવી વિજય ક્ષત્રિયને અનિષ્ટ, અમ નોહર, આપ્રિય, અસુન્દર, મનને ન ગમે તેવી લાગવા લાગી. તત્પશ્ચાત્ કોઈ સમયે મધ્ય રાત્રિમાં કુટુમ્બ- ચિન્તાથી જાગતી તે મૃગા દેવીના હૃદયમાં આવો સંકલા ઉત્પન્ન થયો કે હું પહેલાં તો વિજય નરેશને પ્રિય ચિત્ત નીય, વિશ્વાસપાત્ર અને સન્માનનીય હતી પરન્તુ જ્યારથી મારા ઉદરમાં આ ગર્ભસ્થ જીવ ગર્ભ રૂપે આવ્યો છે ત્યારથી વિજય નરેશને હું અનિષ્ટ યાવત્ અપ્રિય લાગવા લાગી છું. અત્યારે તો વિજય નરેશ મારા નામ તથા ગોત્રનું પણ સ્મરણ કરવા ઈચ્છતા નથી, તો પછી દર્શન અને ભોગવિલાસની તો આશા. જ શું છે? તેથી મારા માટે એ જ ઉપયુક્ત અને કલ્યાણકારી છે કે હું આ ગર્ભને અનેક પ્રકારની શાતના, યાતના, ગાલના અને મારણ દ્વારા પાડી દઉં. વિચાર કરીને ગર્ભપાતમાં કારણ ભૂત ખારી, કડવી અને કસાયેલી ઔષધિઓનું ભક્ષણ તથા પાન કરતી થકી તે ગર્ભને પાડી દેવા ઈચ્છે છે, પરન્તુ તે ગર્ભ ઉક્ત ઉપાયોથી પણ નષ્ટ ન થયો. જ્યારે તે મગાવતી દેવી આ પૂર્વોક્ત ઉપાયોથી તે ગર્ભને નષ્ટ ન કરી શકી ત્યારે શરીરથી શ્રાન્ત, મનથી ખિન્ન થતી ઇચ્છા ન હોવા છતાં વિવશતાને કારણે અત્યન્ત દુઃખ સાથે તે ગર્ભને ધારણ કરવા લાગી. ગર્ભમાં રહેલા તે બાળકના શરીરમાં અન્દર તથા બહાર વહેનારી આઠ નાડીઓમાંથી પરૂ અને લોહી વહેતું હતું. આ સોળ નાડીઓમાંથી બબ્બે નાડીઓ કાનના છિદ્રોમાં. એ રીતે બન્ને નેત્ર વિવરમાં બબ્બે નાસિક વિવરો અને બળે ધમનીઓ પર વારંવાર પરૂ અને લોહીનો સ્ત્રાવ કર્યા કરતી હતી. ગર્ભમાંજ તે બાળકના શરીરમાં અગ્નિક-ભસ્મક નામનો રોગ ઉત્પન્ન થઇ ગયો હતો, જેના કારણે તે બાળક જે કાંઈ ખાતો તે તરત જ નષ્ટ થઈ જતું હતું. તે ખાધેલો આહાર તરત જ પરૂ અને ! લોહીના રૂપમાં પરિણત થઈ જતું હતું. ત્યારબાદ તે પરુ અને લોહીને પણ ખાઈ જતો હતો. Jain Education International For Private & Personal Use Only For Pri www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57