Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 141
________________ 140 નાયાઘમ કહાઓ-૧૧૧૫ દારકને ઈષ્ટ કાન્ત યાવત્ પ્રિય બનું?” અમારે તેવી વાત સાંભળવી ન કલ્પે તો તેનો ઉપાય બતાવવો દૂર રહ્યો. ત્યારે તે શ્રાવિકા થઈ. યાવતુ ગોપાલિકા આયની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી સુકુમાલિકા સાધ્વી બની ગઈ. ઈયસમિતિથી સંપન યાવતું બ્રહ્મ ચારિણી થઈને ઘણા ઉપવાસ, બેલા, તેલા આદિ તપસ્યા કરતી થકી વિચરવા લાગી. ત્યાર પછી સૂકમાલિકા આય કોઈ સમયે ગોપાલિકા આયની પાસે ગઈ. જઈને તેને વંદન કય નમસ્કાર કર્યો. ‘હે આય! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું ચંપા નગરીની બહાર સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર નહિ તેમજ બહુ નજીક નહિ એવા સ્થાનમાં, બેલા-બેલાની તપસ્યા કરતાં સૂર્યની સન્મુખ આતાપના લેતી થકી વિચારવા ઈચ્છું ." ત્યારે તે ગોપાલિકા આયએ કહ્યું- હે આય! આપણે નિગ્રંથ શ્રમણીઓ છીએ અને ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. વાવતુ ઈયસમિતિના શોધનાર છીએ. તેથી આપણને ગામ અને સન્નિવેશથી બહાર જઈને બેલા બેલાની તપસ્યા કરીને વિચારવું યોગ્ય નથી પરંતુ વાડથી ઘેરાયેલ ઉપાશ્રયની અંદર જ શરીરને વસ્ત્રથી આચ્છાદિત કરીને યા સાધ્વીના પરિવારની સાથે રહીને તથા પૃથ્વી પર પદ-તલ સમાન રાખીને આતાપના લેવી કલ્પે છે. ત્યારે સુકુમાલિકા આયને ગોપાલિકા આયની આ વાત ઉપર શ્રદ્ધા ન બેઠી, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ. તે સુભૂમિભાગ ઉદ્યાનની કંઇક સમીપમાં નિરંતર બેલા બેલાના પારણા કરતી યાવત્ વિચારવા લાગી. [16] ચંપા નગરીમાં લલિતા નિવાસ કરતી હતી. રાજાએ તેને ઈચ્છાનુસાર વિહાર કરવાની છૂટ આપી હતી. તે ટોળી માતાપિતા સ્વજનો આદિની પરવાહ કરતી ન હતી. વેશ્યાનું ઘર એ જ તેનું ઘર હતું. તે વિવિધ પ્રકારનો અવિનય કરવામાં ઉદ્ધત હતી. ધનાઢય હતી અને વાવતુ કોઇથી દબાતી નહી, તે ચંપા નગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સુકુમાર હતી. એક વાર તે લલિતા ગોષ્ઠીનાં પાંચ ગોષ્ઠિક પુરૂષો દેવદત્ત ગણિકાની સાથે, સુભૂમિભાગ ઉદ્યાનની લક્ષ્મીનો અનુભવ કરતા થકા વિચરતા હતા. તેમાંથી એક ગોષ્ઠી પુરૂષે દેવદત્તા. ગણિકાને પોતાની ગોદમાં બેસાડી હતી. એકે પાછળ છત્ર ધારણ કર્યું, એકે તેણીના મસ્તક પર ફૂલોની કલગી રચી, એક તેણીના પગ રંગવા લાગ્યો અને એક તેણી પર ચામર ઢોળવા લાગ્યો. ત્યાર પછી તે સુકમાલિકા આયએ દેવગણિ કાને પાંચ ગોષ્ઠિક પુરૂષોની સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામ-ભોગ ભોગવતા જોયા. જોઈને તેણીને આ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો અહા ! આ સ્ત્રી પૂર્વમાં આચરણ કરેલ શુભ કર્મ અનુભવી રહી છે. તેથી જો સૂઆચરીત તપ નિયમ અને બ્રહ્મચર્યનું કંઈ પણ કલ્યાણકારી ફળ હોય તો હું પણ આગામી ભવમાં તેની જેમ જ કામભોગોને ભોગવતી વિચરું. તેણીએ તે પ્રમાણેનું નિદાનનનિયાણ કર્યું અને નિયાણું કરીને આતાપના ભૂમિથી પાછી ફરી. [17] ત્યાર પછી તે સુકુમાલિકા આય શરીરબકુશ થઈ ગઈ. તે વારંવાર હાથ ધોતી, પગ ધોતી, મસ્તક ધોતી, મુખ ધોતી, સ્તનાન્તર ધોતી, બગલ ધોતી તથા ગુપ્ત અંગ ધોતી હતી. જે સ્થાન પર તે ઉભી રહેતી, કાયોત્સર્ગ કરતી, સૂતી, સ્વાધ્યાય કરતી ત્યાં પહેલેથી જ ભૂમિ પર પાણી છાંટતી હતી અને પછી જ ઉભી રહેતી, કાયોત્સર્ગ કરતી, સૂતી યા સ્વાધ્યાય કરતી હતી. ત્યારે તે ગોપાલિકા આયએ સુકુમાલિકા આયને કહ્યું હે દેવાનુપ્રિયે ! આર્યો ! આપણે નિગ્રંથ સાધ્વીઓ છીએ. ઇસમિતિથી સંપન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181