Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 169
________________ 168 નાયાધમ કહાઓ-૧-૧૮૨૧૧ નાર છો. તેથી હે તાત! અમે આપને જીવનરહિત કેમ કરીએ? અને આપના માંસ તથા રૂધિરનો આહાર કેમ કરીએ? તેથી હે તાત મને જીવનરહિત કરીને મારા માંસ અને રૂધિરનો આહાર કરીને અગ્રામિક અટવીમાંથી બહાર નીકળો, ઈત્યાદિ પૂર્વવત કહેવું. બીજા પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું- હે તાત! અમે ગુરુ તેમજ દેવ સમાન જ્યેષ્ઠ બંધુને જીવનથી રહિત નહીં કરીએ. હે તાત ! આપ મને જીવનરહિત કરો, આ પ્રમાણે ત્રીજા, ચોથા અને પાંચમાં પુત્રે પણ કહ્યું. ત્યારે ધન્ય સાર્થવાહે કહ્યું- હે પુત્રો ! આપણામાંથી કોઈને પણ જીવનરહિત ન કરીએ પરંતુ આ સુંસુમાં દારિકાનું શરીર નિદ્માણ યાવતું જીવથી ત્યક્ત છે, તેથી હે પુત્રો ! સંસમા દારિકાના માંસ અને રુધિરનો આહાર કરવો આપણા માટે ઉચિત થશે. આપણા લોકો તે આહાર કરીને સ્વસ્થ થઈને રાજગૃહ નગર પહોંચી શકશું.' ત્યારે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે અરણિ કરી. પછી શર કર્યું મથન કરીને અગ્નિ ઉત્પન્ન કરી. અગ્નિ પ્રજવલિત કરીને સુંસુમાં દરિકાનું માંસ પકા વીને તે માંસ તથા રુધિરનો આહાર કર્યો. તે આહારથી તેઓ સ્વસ્થ થઈને રાજગૃહ નગર સુધી પહોંચ્યા. પોતાના મિત્રો તેમજ જ્ઞાતિજનોને મળ્યા અને વિપુલ ધન, કનક રત્ન આદિના તથા પુણ્યના ભાગી બન્યા. [212] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં સમોસર્યા. તે સમયે ધન્ય સાર્થવાહ વંદન કરવા ગયો. ધમપદેશ સાંભળીને દીક્ષિત થયો. ક્રમશઃ અગ્યાર અંગનો જાણકાર થયો. અંત સમયે એક માસ ની સંખના કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર ધારણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. હે જબ્બ ! જેમ ધન્ય સાર્થવાહે વર્ણને માટે, રૂપને માટે, બળને માટે અથવા વિષયને માટે સુંસુમાં દારિકાના માંસ અને રુધિરનો આહાર કર્યો ન હતો. પરંતુ કેવળ રાજગૃહ નગરને પ્રાપ્ત કરવા માટે જ આહાર કર્યો હતો. એ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વીઓ વમન, પિત, શુક્ર, શોણિતને કાઢનાર, યાવત્ અવશ્ય ત્યાગવા યોગ્ય આ ઔદારિક શરીરના વર્ણન આદિ માટે, આહાર કરતા નથી. કેવળ સિદ્ધગતિને પ્રાપ્ત કરવાને માટે આહાર કરે છે, તેઓ આ જ ભવમાં અનેક સાધુઓ, સાધ્વીઓ, અનેક શ્રાવકો અનેક વિકાઓના પૂજનીય બને છે અને સંસાર કાન્તારને પાર પામે છે. | અધ્યયન-૧૮નીમુનિદીપરત્નાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૯-પુંડરીક) [213 જો શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સિદ્ધિને પ્રાપ્ત એવા ભગવાને જ્ઞા તાના અઢારમા અધ્યયનનો પૂર્વોક્ત અર્થ ફરમાવેલ છે તો હે ભગવન! ઓગણીસમાં જ્ઞાત અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને તે સમયમાં આ જબ્બે દ્વીપ નામના દ્વીપમાં, પૂર્વવિદેહ ક્ષેત્રમાં, સીતા નામક મહાનદીના ઉત્તર કિનારે, નીલવંત પર્વતની દક્ષિણમાં, ઉત્તર તરફના સીતામુખ નામક વનખંડથી પશ્ચિમમાં અને એક શૈલ નામક વક્ષસ્કાર પર્વતથી પૂર્વ દિશામાં પુષ્કલાવતી વિજય હતી. તે પુષ્કલા વતી વિજય માં પુંડરીકિણી રાજધાની હતી. તે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી યાવતુ સાક્ષાત્ દેવલોક સમાન હતી. મનોહર, દર્શનીય, સુંદર રૂપવાળી અને દર્શકો ને આનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181