Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ 10 નાયાધબ્બ કહાઓ- 1 19215 ની યથાપ્રવૃત ઔષધ-ભેષજ વડે ચિકિત્સા કરાવવા ઇચ્છું છું. તેથી હે ભગવન! આપ મારી યાશાલામાં પધારો.” ત્યાર પછી સ્થવિર ભગવંતોએ પુંડરીક રાજાનું આ નિવેદન સ્વીકાર કર્યું. ત્યાર પછી જેમ મંડુક રાજાએ શૈલક રાજાની ચિકિત્સા કરાવી હતી તેમ પુંડરીક કંડરીકની ચિકિત્સા કરાવી યાવતુ કંડરીક અણગાર બલવાન શરીરવાળા થઈ ગયા. ત્યાર પછી સ્થવિર ભગવંતોએ પુંડરીક રાજાને પૂછ્યું, પૂછીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. તે સમયે કંડરીક અણગાર રોગ તકથી મુક્ત થઈ જવા પર પણ તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારમાં મૂચ્છિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થવાથી પુંડરીક રાજાને પૂછીને બહાર જનપદમાં ઉગ્ર વિહાર કરવામાં સમર્થ ન થયા, શિથિલાચારી થઇને ત્યાંજ રહ્યાં. ત્યાર પછી પુંડરીક રાજાએ આ કથાનો અર્થ જાણ્યો ત્યારે તે સ્નાન કરીને અને વિભૂષિત થઈને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત. થઈને જ્યાં કંડરીક અણગાર હતા, ત્યાં આવ્યો, આવીને તેણે ત્રણ વાર આદક્ષિણા પ્રદ ક્ષિણા કરી પછી વંદના કરી, નમસ્કાર કર્યો. કહ્યું-દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપૂણય છો અને સુલક્ષણવાળા છો, જે આપ રાજ્યને અને અંતઃપુરને છોડીને, અંત પુરને ધિક્કારીને યાવતુ પ્રવ્રજિત થયા છો અને હું અધન્ય છું, પુણ્યહીન છું, યાવતું રાજ્ય માં અંતપુરમાં અને માનવીય કામભોગોમાં મૂચ્છિત યાવતું તલ્લીન છું. યાવતુ દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી હે દેવાનુપ્રિય! આપ ધન્ય છો યાવતુ આપને જન્મ અને જીવન નું સુંદર ફળ મેળવેલ છે.” - ત્યાર પછી કંડરીક અણગારે પુંડરીકની આ વાતનો આદર ન કર્યો, ચાવતું તે મૌન રહ્યા. ત્યારે બીજીવાર અને ત્રીજીવાર પણ પુંડરીકે કહ્યું. ત્યાર પછી ઈચ્છા ન હોવા. છતાં પણ વિવશતાને કારણે લજ્જાથી અને મોટા ભાઈના ગૌરવના કારણે પુંડરીક રાજાને પૂછ્યું. તે સ્થવિરોની સાથે બહાર જનપદમાં વિચારવા લાગ્યા. તે સમયે સ્થવિ રોની સાથે તેમણે થોડો સમય ઉગ્ર વિહાર કર્યો. ત્યાર પછી તે શ્રમણત્વથી થાકી ગયો. શ્રમણત્વથી કંટાળી જવાથી શ્રમણત્વ તરફ તિરસ્કાર પ્રાપ્ત થયો. સાધુતાના ગુણોથી મુક્ત થયો. તેથી તે ધીમે-ધીમે સ્થવિરોની પાસેથી નીકળી ગયા. નીકળીને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીક રાજનું ભવન હતું, ત્યાં આવ્યા. આવીને અશોવાટિ કામાં શ્રેષ્ટ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર બેસી ગયા. બેસીને ભગ્નમનો રથ ચિંતા મગ્ન થઈ રહ્યા. ત્યાર પછી પુંડરીક રાજની ધાયમાતા જ્યાં અશોકવાટિકા હતી ત્યાં આવી. ત્યા આવીને તેણે કંડરીક અણગારને ચિંતામગ્ન જોયો. જોઈને જ્યાં પુંડરીક રાજા હતો, ત્યાં આવીને વાત કરી. - ત્યાર પછી પુંડરીક રાજા, ધાયમાતા પાસેથી આ વાત સાંભળીને અને સમજીને સંભ્રાન્ત થઈને ઉઠ્યા. ઉઠીને અંતપુરના પરિવારની સાથે અશોકવાટિકામાં ગયા. જઈને કંડરીક અણગારને ત્રણવાર પેલાની જેમ કહ્યું- દેવાનુપ્રિય! તમે ધન્ય છો. યાવતુ દીક્ષિત થયા છો. હું અધન્ય છે કે યાવતુ સંયમ લેવામાં અસમર્થ છું. તેથી હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો યાવતુ માનવીય જન્મ અને જીવનનું સુંદર ફળ મેળવેલ છે. પણ કંડરીક અણગાર મૌન રહ્યા. ત્યાર પછી પુંડરીકે કંડરીકને આપ્રમાણે કહ્યું. ભગવનશુંભોગોનું પ્રયોજન છે? ત્યાર કંડરીકે કહ્યું - હે પ્રયોજન છે ?' ત્યારે પુંડરીક રાજાએ કોટમ્બિકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181