Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 173
________________ - - 172 નાયાધબ્બ કહાઓ - 1 - 19218 કરશે. સર્વ દુઃખોનો અંત કરશે. એ પ્રમાણે હું આયુષ્યનું શ્રમણો ! જે સાધુ યા સાધ્વી સંયમ લઈને મનુષ્ય સંબંધી કામ ભોગોમાં આસક્ત થતાં નથી, રક્ત થતા નથી, યાવતું પ્રતિઘાત પામતા નથી, તેઓ આ ભવમાં ઘણા સાધુ, ઘણી સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય, વંદનીય, પૂજનીક, સત્કારિત સન્માનિત, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવ અને ચૈત્ય સમાન, ઉપાસના કરવા યોગ્ય થાય છે. તે સિવાય પરલોકમાં પણ રાજદંડ, રાજનિગ્રહ, તર્જના અને તાડનાને પામતા નથી યાવતુ ચતગતિ. રૂપ સંસારની અટવીને પાર કરે છે. - રિ૧૯] આ પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયન એક એક દિવસે કરવાથી ઓગણીસ દિવસમાં તે પૂર્ણ થયા છે. અધ્યયન-૧૯-ની મુનિદીપરત્નસાગરકરેલગુર્જરછાયાપૂર્ણ શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયાપૂર્ણ જ મુતસ્કંધ- 2 5 કા વર્ગ-૧ ક. (અધ્યયન-૧- કાલી) [22] તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના અંતે વાસી શિષ્ય આય સુધમાં સ્વામી નામક સ્થવિર ભગવંત જાતિ પત્ન, ઊંચા જાતિના, કુળથી સંપન્ન વાવતુ ચૌદ પૂર્વના વેત્તા અને ચાર જ્ઞાનોથી યુક્ત હતા. તે પાંચસો અણગારોથી પરિવૃત થઈને અનુક્રમથી ચાલતા, એક ગામથી બીજા ગામે વિચરતા, સુખ-સુખે વિહાર કરતા, જ્યાં રાજગૃહ નામક નગર હતું, જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું ત્યાં પધાર્યા. યાવતું સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચ રવા લાગ્યા. માટે પરિષદ નીકળી. ધર્મનો ઉપદેશ આપ્યો. પરિષદ પાછી ગઈ. તે કાળે અને તે સમયે આર્ય સુધમના અંતેવાસી શિષ્ય આર્યજબૂ નામના અણગાર યાવતુ પપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર યાવતું સિદ્ધ ગતિને પામેલા જિનેશ્વરે છઠ્ઠા અંગના “જ્ઞાતશ્રુત નામક પ્રથમ સ્કંધનો આ અર્થપ્રરૂપેલ છે, તો ધર્મકથા' નામક દ્વિતીય શ્રુતસ્કંધનો શું અર્થ ફરમાવેલ છે? “હે જબ્બ ! શ્રમણ ભગવાન મહાવીરે યાવતું સિદ્ધિને પ્રાપ્ત જિનેશ્વરે “ધર્મકથા' નામક દ્વિતીય શ્રુતસ્કંધના દસ વર્ગ કહેલા છે. અમરેન્દ્રની અગ્રમહિષીઓ, વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની અગ્રમહિષીઓ, અસુરેન્દ્રને છોડીને નવ દક્ષિણદિશાના ભવન પતિઓની અઝમહિષીઓ, અસુરેન્દ્રને છોડીને નવ ઉત્તરદિશાના ભવનપતિઈન્દ્રોની અગ્રમહિષીઓ, દક્ષિણદિશાના વાણવ્યંતરદેવોના ઇન્દ્રોની અઝમહિષીઓ, ઉત્તર દિશાના વાણચંત્તરદેવોના ઈન્દ્રોની અઝમહિષીઓ. ચંદ્રની અગ્રમહિષીઓ,સૂર્યની અગ્રમહિષી, શક્ર ઈન્દ્રની અગ્રમહિષી, અને ઇશાનેન્દ્રની અઝમહિષીઓ. . “હે જબ્બ ! શ્રમણ ભગવાન મહાવીર યથાવત્ સિદ્ધિને થયેલાએ, પ્રથમ વર્ગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181