Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 172
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૯ 176 પરષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું. દેવાનુપ્રિય ! શીઘ્રતાથી કંડરીકનો મહાન અર્થવ્યવાળા યાવતું રાજ્યાભિષેકની તૈયારી કરો. ૨૧દો ત્યાર પછી પુંડરીકે સ્વયમેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. અને સ્વયં ચાતુર્યામ સર્વ ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને કંડરીકના આચારભાંડ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને આ પ્રમાણેનો અભિગ્રહ ગ્રહણ કર્યો. “સ્થવિર ભગવંતને વંદન નમસ્કાર કરીને, સ્થવિર ભગવંતની પાસે ચાતુમિ ધર્મ અંગીકાર કરીને પછી મને આ હાર કરવો કલ્પે.’ આ પ્રમાણે કહીને અને આ પ્રમાણેનો અભિગ્રહ ધારણ કરીને પુંડરીક પુંડરીકિણી નગરીથી બહાર નીકળ્યા. નીકળીને અનુક્રમથી ચાલતા થકા, એક ગામથી બીજે ગિામ જતાં, જે તરફ સ્થવિર ભગવંત હતા, તે તરફ ગમન કરવાને ઉદ્યત થયા. 21 ત્યાર પછી કંડરીક રાજાને પ્રણીત આહાર કરવાથી, અતિજાગરણ કરવાથી અને અતિ ભોજનના પ્રસંગથી તે આહાર સારી રીતે પરિણત ન થયો, પચી ન શક્યો. તે આહાર ન પચવાથી મધ્ય રાત્રિના સમયે કંડરીક રાજાના શરીરમાં ઉજ્જવલ, વિપુલ, અત્યંત ગાઢી યાવતું દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ. તેનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું. તેથી તેને દાહ થવા લાગ્યો. કંડરીક એવી રોગમય સ્થિતિમાં રહેવા લાગ્યો. ત્યાર પછી કંડરીક રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં અને અંતઃપુરમાં યાવતુ અતીવ આસક્ત બની, આર્તધ્યાનના વશીભૂત થઇ, ઇચ્છા વિના જ પરાધીન બનીને કાલ માસમાં કાલ કરીને, નીચે સાતમી પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થયો. એ પ્રમાણે યાવત્ જે આપણા સાધુ યા સાધ્વી દીક્ષિત થઇને પાછા માનવીય કામભોગોની ઈચ્છા કરે છે તે વાવતુ સંસારમાં પર્યટન કરે છે. [218] ત્યાર પછી પુંડરીક અણગાર જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને સ્થવિર ભગવંતોની પાસે બીજી વાર ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. પછી ષષ્ઠભક્તના પારણામાં પ્રથમ પોરસીએ સ્વાધ્યાય કર્યો. યાવતુ અટન કરતાં ઠંડું, રુક્ષ, ભોજન પાણી ગ્રહણ કર્યું. ગ્રહણ કરીને “આ મારા માટે પર્યાપ્ત છે' એમ વિચારીને પાછા ફર્યા. આવીને ભોજનપાણી બતાવ્યાં. બતાવીને સ્થવિ રોની આજ્ઞા લઈને મૂછરિ હિત થઈને તથા ગૃદ્ધિ, આસક્તિ, તેમજ તલ્લીનતાથી રહિત થઈને જેમ સર્ષ બીલમાં સીધો ચાલ્યો જાય છે તેમ સ્વાદિમને શરીર રૂપી કોઠામાં નાખે છે. ત્યાર પછી પુંડરીક અણગારને તે કાલાતિકાન્ત રસહીન, ઠંડો અને રુક્ષ ભોજન પાણીનો આહાર સમ્યક રૂપે પરિણત ન થયો. તે સમયે તે પંડરીક અણગારના શરીરમાં ઉજજ વિલ યાવતું દુસ્સહ વેદના ઉત્પન્ન થઈ. તેમનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં દાહ થવા લાગ્યો. ત્યાર પછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બલ, વીર્યહીન, અને પુરુષકાર-પરા કમ રહિત થઈ ગયો. તેમણે બંને હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહ્યું.- યાવતું સિદ્ધિને પ્રાપ્ત અરિહંત ભગવંતને નમસ્કાર. હો મારા ધર્માચાર્ય, ધમોપદેશક એવા સ્થવિરોને 'મારા નમસ્કાર હો. વિરોની પાસે પહેલાં પણ મેં સમસ્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા હતા. યાવતું મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કર્યા હતા. ઈત્યાદિ કહીને યાવતું આલોચના પ્રતિક્રમણ કરીને કાલમાસમાં કોલ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી અનન્તર શ્રુત થઇને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને વાવત્ સિદ્ધિને પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181