Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 168
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૮ સેનાપતિ ભયભીત થઈને ઉદ્વિગ્ન થયો. ત્યારે તે સુંસુમાં પુત્રીને લઈને એક મહાન અગ્રામિક અને લાંબા માર્ગવાળી અટવીમાં ઘુસી ગયો. ત્યારે ધન્ય સાર્થવાહે જોયું કે ચિલાત સંસમાં દારિકાને અટવી સન્મુખ લઈ જાય છે, ત્યારે પાંચે પુત્રોની સાથે છઠ્ઠા પોતે કવચ પહેરીને, ચિલાતના પગના માર્ગે ચાલ્યો. તે તેની પાછળ ચાલતો ચાલતો ગર્જના કરતો થકો, પડકાર કરતો, પુકારતો, તર્જના કરતો અને તેને ત્રસ્ત કરતો તેની પાછળ ચાલ્યો. ત્યાર પછી ચિલાતે જોયું કે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે છઠ્ઠો પોતે સનદ્ધ થઈને મારો પીછો કરી રહ્યો છે. તે જોઈને તે નિસ્તેજ, નિર્બલ, પરાક્રમહીન, વીર્યરહિત થઈ ગયો. જ્યારે તે સુસુમા દારિકાને લઈ જવામાં અસમર્થ થયો, શ્રાન્ત થઈ ગયો, ગ્લાનિ પામ્યો, અત્યંત ગ્રાન્ત થઈ ગયો. તેથી તેણે નીલકમલ સમાન તલવારને હાથમાં લીધી. હાથમાં લઈને સુંસુમા ઘરિકાનું ઉત્તમઅંગ મસ્તક છેદી નાંખ્યું. છેદીને તેને ગ્રહણ કરીને તે અગ્રામિક અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તે ચિલાત અગ્રામિક અટવીમાં તૃષાથી પીડિત થયો અને દિશાને ભૂલી ગયો. તેથી સિંહગુફા ચોરપલ્લીમાં ન પહોંચતાં વચ્ચે માર્ગમાં જ મૃત્યુ પામ્યો. આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો! અમારા જે સાધુ યા સાધ્વી પ્રવ્રુજિત થઈને વમનને કાઢ નાર યાવત્ ઔદારિક શરીરના વર્ણને માટે આહાર કરે છે, તેઓ આ લોકમાં શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બને છે, યાવત દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી જ્યારે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે છઠ્ઠો પોતે ચિલા તની પાછળ દોડતા-દોડતા. ભૂખ અને તરસથી શાન્ત થયો, ગ્લાન થયો અને ખૂબ થાકી ગયો અને ચિલાત ચોરસેનાપતિને પોતાના હાથે પકડવામાં સમર્થ ન થયો. ત્યારે ત્યાંથી પાછો ફર્યો. પાછા ફરીને જ્યાં સુસુમા ઘરિકાપુત્રીને ચિલાતે જીવનથી રહિત કરી દીધી હતી, ત્યાં આવ્યો. આવીને જોયું કે સુસુમા દારિકા ચિલાત દ્વારા કરાયેલી છે. તે જોઈને કુહાડાથી કાપેલા ચંપક વૃક્ષની સમાન પૃથ્વી પર પડી ગયો. ત્યાર પછી પાંચ પુત્રો સહિત છઠ્ઠો પોતે ધન્ય સાર્થવાહ આશ્વસ્ત થયો,આકંદન કરતો વિલાપ, મોટા મોટા શબ્દોથી કુહ કુહ કરતો લાંબા સમય સુધી અશ્રુપાત કરતો રહ્યો. ત્યાર પછી પાંચ પુત્રો સહિત છઠ્ઠા પોતે ધન્ય સાર્થવાહ ચિલાત ચોરની પાછળ અગ્રામિક અટવીમાં ચારે તરફ દોડવાના કારણે ભૂખ અને તરસથી પીડિત થઈ ચારે તરફ અગ્રમિક અટવીમાં પાણીની તપાસ કરી. તપાસ કરીને તેઓ શાન્ત થઈ ગયા. ગ્લાનિ પામ્યા, ખૂબ થાકી ગયા અને ખિન્ન થઈ ગયા. તેઓ અગ્રામિક અટવીમાં પાણીની ગવેષણા કરતાં થકા પણ એ પાણી મેળવી શક્યા નહીં. ત્યાર પછી ક્યાંય પણ. પાણી ન પામીને ધન્ય સાર્થવાહ જ્યાં સુસુમાને જીવન રહિત કરેલી હતી, ત્યાં આવ્યો. આવીને તેણે જ્યેષ્ઠ મોટા પુત્રને બોલાવ્યો. પાણી મેળવ્યા વિના આપણે રાજગૃહ નગર માં નહીં પહોંચી શકીએ. તેથી હે દેવાનુપ્રિયો ! તમે મને જીવનરહિત કરીને બધા ભાઇ ઓ મારા માંસ અને રુધિરનો આહાર કરો. આહાર કરીને સ્વસ્થ થઈને પછી આ અગ્રા ‘મિક અટવીને પાર કરીને રાજગૃહ નગરને પ્રાપ્ત કરો. મિત્ર, જ્ઞાતિજનોને મલો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બનો. ત્યારે ધન્ય સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર જ્યેષ્ઠ પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું- તાત ! તમે અમારા પિતા છો. ગુરુ છો. જનક છો, દેવતા સ્વરૂપ છો, સ્થાપક છો, પ્રતિસ્થાપક છો, કષ્ટથી રક્ષા કરનાર છો, દુખથી બચાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181