Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 153
________________ 152 નાયાધબ્બ કહાઓ- 114176 પાછી લાવવા માટે જઈ શકું.' ત્યાર પછી સુચિત દેવે કૃષણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય છે. જેમ પદ્મનાભ રાજાના પૂર્વસંગતિક દેવે દ્રૌપદી દેવીનું સંહરણ કર્યું એવી રીતે હું દ્રૌપદી દેવીને ધાતકીખંડ દ્વીપના ભરત ક્ષેત્રથી યાવતુ હસ્તિનાપુર લઈ આવું ? અથવા પદ્મનાભ રાજાને તેના નગર, સૈન્ય અને વાહનોની સાથે લવણસમુદ્રમાં ફેંકી દઉં? ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને આ પ્રમાણે કહ્યું તમે તો પાંચ પંડવો સહિત છઠ્ઠા મારા રથને લવણ સમુદ્રમાં જવા માટે માર્ગ કરી આપો. હું પોતે જ દ્રૌપદી દેવીને પાછી લાવવા જઈશ.' ત્યારે સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું એમ જ થાય, ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ચતુરગિણી સેનાને વિદાય કરીને પાંચ પાંડવોની સાથે છઠ્ઠા પોતે એમ છએ રથોમાં બેસીને, લવણ સમુદ્રની મધ્યમભાગમાં થઈને જવા લાગ્યા. જતાં-જતાં અમરકંકા રાજધાની હતી અને જ્યાં અમરકંકાનું પ્રધાન ઉધાન હતું, ત્યાં પહોંચ્યાં. પહોંચ્યા પછી રથને રોક્યો અને ધરૂક નામના સારથીને બોલાવીને કહ્યું “હે દેવાનુપ્રિય ! તુ જા અને અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કર. પ્રવેશ કરીને પદ્મનાભ રાજાની જઈને તેના પાદપીઠને તારા ડાબા પગથી આકાંત કરીને, ભાલાની અણી દ્વારા લેખ-સમાચાર આપ. પછી કપાળ ઉપર ત્રણ બલવાળી ભૂકટિ ચઢાવીને, આંખ લાલ કરીને, પુષ્ટ થઈને, ક્રોધ કરીને, કુપિત થઈને અને પ્રચંડ થઈને એમ કહેવું. અરે પદ્મનાભ ! મોતની કામના કરનાર ! અનંત કુલક્ષણોવાળા ! પુણ્યહીન ! ચતુર્દશીનો જન્મેલો ! શ્રી, લજ્જા અને બુદ્ધિથી હીન ! આજ તું નહી બચી શકીશ. શું તું નથી જાણતો કે તું કૃષ્ણ વાસુદેવની બહેન દ્રૌપદી દેવીને અહીં લઈ આવ્યો છે? ખેર, જે થયું તે થયું, હજુ પણ તું દ્રૌપદી દેવીને કૃષ્ણ વાસુદેવને પાછી સોંપી દે અથવા યુદ્ધને માટે તૈયાર થઈને બહાર નીકળ. તે કૃષ્ણ વાસુદેવ પોતે પાંચ પાંડવો સહિત દ્રૌપદી દેવીને પાછી છીનવવા માટે શીઘ્રતાથી અહીં આવી ગયા છે. ત્યાર પછી તે દારૂક સારથિ કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર હર્ષિત અને સંતુષ્ટ થયો. યાવતુ તેણે તે આદેશ અંગીકાર કર્યો. અને પૂર્વ વર્ણિત કાર્ય કર્યું ત્યાર પછી પદ્મનાભ રાજાએ દારુક સારથિના આ પ્રમાણે કહેવા પર નેત્ર લાલ કરીને અને કપાળ પર ત્રણ સલવાળી ભૃકુટિ ચઢાવી કહ્યું- હે દેવાનુપ્રિય! હું કણ વાસુદેવને દ્રૌપદી દેવી પાછી નહિં સોધું હું પોતે યુદ્ધ કરવાને માટે સજ્જ થઈને નીકળું છું. આ પ્રમાણે કહીને પછી દારુક સારથિને કહ્યું- હે દૂત ! રાજનીતિમાં દૂત અવધ્ય છે. આ પ્રમાણે કહીને તેનો સત્કાર-સન્માન ન કર્યો અને અપમાન કરીને પાછલા બારણેથી કાઢી મૂક્યો. ત્યાર પછી પદ્મનાભ રાજાના દ્વારા અસત્કારિત કાવત્ કાઢી મૂખવામાં આવેલ દારુક સારથિ કૃષ્ણ વાસુદેવની પાસે પહોંચ્યો. પહોંચીને બંને હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને સર્વ વાત કહી. કૃષ્ણ વાસુદેવના દૂતને કાઢી મૂક્યા પછી આ તરફ પદ્મનાભ રાજાએ સેનાપતિને બોલાવ્યો. અને કહ્યું- દેવાનુપ્રિય ! અભિષેક કરેલા હસ્તિરત્નને તૈયાર કરીને લાવો.' એ આદેશ સાંભળીને કુશલ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન થયેલ બુદ્ધિની કલ્પનાના વિક લ્પોથી નિપૂણ પુરુષોએ અભિષેક કરેલો હાથી ઉપસ્થિત કર્યો. ત્યાર પછી પાભ રાજા. કવચ આદિ ધારણ કરીને સજ્જિત થયો, વાવ, અભિષેક કરેલા હાથી પર સવાર થયો. સવાર થઈને ઘોડાઓ, હાથીઓ આદિની ચતુરગિણી સેનાની સાથે જ્યાં કૃષ્ણ વાસુદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181