Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 159
________________ 158 નાયાધમ્મ કહાઓ - 1-1181 [181] ત્યાર પછી દ્રૌપદી દેવી શિબિકા ઉપરથી નીચે ઉતરી. યાવતુ દિક્ષિત થઈ. તે સુવતા આને શિષ્યાના રૂપમાં સોંપાણી. તેણીએ અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી તે છઠ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત ને દ્વાદશ ભક્ત આદિ કરતી થકી વિચારવા લાગી.. [182] ત્યાર પછી એક વાર કોઈ સમયે સ્થવિર ભગવંત પાંડુમથુરા નગરીના " સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાંથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિચરણ કરવા લાગ્યા. તે કાળ અને તે સમયમાં અરિહંત અરિષ્ટનેમિ જ્યાં સુરાષ્ટ જનપદ હતું, ત્યાં આવ્યા. આવીને સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે સમયે ઘણા લોકો પરસ્પર એમ કહેવા લાગ્યા કે-દેવાનુપ્રિયો ! તીર્થકર અરિષ્ટનેમિ સુરાષ્ટ્ર જનપદમાં યાવત્ વિચરી રહ્યા છે.” ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ ઘણા લોકો પાસેથી આ વૃત્તાન્ત સાંભળ્યો. સાંભળીને એક બીજાને બોલાવ્યા અને કહ્યુંસ્થવિર ભગવંતને પૂછીને તીર્થકર અરિષ્ટનેમિને વંદન કરવાને માટે જવું તે આપણા માટે શ્રેયસ્કર છે. તેઓ જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વંદન કર્યા,નમસ્કારક્ય કહ્યું-ભગવંતુ આપની આજ્ઞા મેળવીને અમે અરિહંત અરિષ્ટ નેમિને વંદના કરવાના હેતુથી જવાની ઈચ્છા કરીએ છીએ.” સ્થવિરે કહ્યું- દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો.” નિરંતર માખમણનું તપશ્ચરણ કરતા થકા, એક ગ્રામથી બીજા ગ્રામ જતાં, વાવતું જ્યાં હસ્તિકલ્પનગર હતું, ત્યાં પહોંચ્યાં. પહોંચીને હસ્તિકલ્પનગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં રાવતુ રહ્યા, - ત્યાર પછી યુધિષ્ઠિર સિવાયના ચારે અણગારોએ માસખમણના પારણાના દિવસે, પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજી પ્રહરમાં ધ્યાન કર્યું. શેષ વર્ણન ગૌતમ સ્વામી ની જેમ જાણવું, વિશેષ એ કે તેઓએ યુધિષ્ઠિર અણગારની આજ્ઞા લીધી-પછી તેઓ ભિક્ષા માટે ફરી રહ્યા હતાં. ત્યારે તેઓએ ઘણાં લોકો પાસેથી સાંભળ્યું કે- દેવાનું પ્રિયો ! તીર્થકર અરિષ્ટનેમિ ગિરનાર પર્વતના શિખરપર, એક માસના નિર્જલ ઉપવાસ - કરીને, પાંચસો છત્રીસ સાધુઓની સાથે, કાલધર્મને પ્રાપ્ત થઈ ગયા યાવતુ સિદ્ધ બુદ્ધ થઈને સમસ્ત દુઃખોથી મુક્ત થઈ ગયા. ત્યારે યુધિષ્ઠિર સિવાય તે ચારે અણગાર ઘણા લોકોની પાસેથી આ અર્થ સાંભળીને હસ્તકલ્પ નગરથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન હતું, જ્યાં યુધિષ્ઠિર અણગાર હતા. ત્યાં પહોંચ્યા.પહોંચીને આહારપાણીની પ્રત્યુપેક્ષણા કરી. પ્રત્યુપેક્ષ ણા કરીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પછી એષણાઅનેષણાની આલોચના કરી. આલોચના કરીને આહાર પાણી બતાવ્યા. બતા વિને યુધિષ્ઠિર અણગારને કહ્યું- હે દેવાનુપ્રિય! યાવતું કાળધર્મને પ્રાપ્ત થયા છે. તેથી હે દેવાનુપ્રિય ! અમારે માટે શ્રેયસ્કર છે કે ભગવાનના નિવણના વૃત્તાન્ત સાંભળ્યા પહેલાં ગ્રહણ કરેલ આહાર-પાણીને પાઠવીને ધીરે-ધીરે શત્રુંજ્ય પર્વત પર આરૂઢ થઈએ અને સંલેખના કરીને ઝોષણાનું સેવન કરીને, અને મૃત્યુની આકાંક્ષા ન કરતા થકા વિચારીએ.” શત્રુંજ્ય પર્વત પર આરૂઢ થયાં. આરૂઢ થઈને યાવતું મૃત્યુની અપેક્ષા ન કરતાં વિચારવા લાગ્યા. ત્યાર પછી તે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ સામાયિકથી લઈને ચૌદ પૂર્વેનો અભ્યાસ કરીને ઘણાં વર્ષો સુધી શ્રામસ્યપર્યાય પાળીને, બે માસની સંલેખના કરી આત્માની ઝોષણા કરીને જે પ્રયો નથી નગ્નતા, મુંડતા આદિ અંગીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181