Book Title: Agam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 148
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ કરાવો.' ત્યારે વાસુદેવ આદિ ઘણા રાજાઓએ સ્નાન તેમજ બલિકર્મ કરીને આહાર કયો વાવતુ પહેલાની જેમ વિચરવા લાગ્યા. ત્યાર પછી પાંડુ રાજાએ પાંચ પાંડવોને અને દ્રોપદીને પાટ ઉપર બેસાડ્યા. બેસાડીને તેમને શ્વેત અને પીત કલશોથી અભિષેક કરાવ્યો. પછી કલ્યાણકારી ઉત્સવ કર્યો. તે વાસુદેવ આદિ ઘણા હજાર રાજાઓનો સત્કાર કર્યો. સન્માન કર્યું. f174] ત્યાર પછી પાંચ પાંડવો, દ્રૌપદીની સાથે, અંતઃપુરના પરિવાર સહિત, એક એક દિવસ વારાના અનુસાર ઉદાર કામભોગ ભોગવતાં યાવતુ રહેવા લાગ્યા. ત્યારે પછી પાંડુ રાજા એકવાર કોઈ સમયે પાંચ પાંડવોકુંતી દેવી અને દ્રોપદીની સાથે તથા અંતપુરના અંદરના પરિવાર સાથે પરિવૃત થઈને શ્રેષ્ઠ સિંહાસન ઉપર આસીન થઈને વિચારતા હતા. ત્યારે કચ્છલ્લ નામક નારદ ત્યાં આવી પહોંચ્યા. તે જોવામાં અત્યંત ભદ્ર અને વિનીત દેખાતા હતા, પરંતુ અંદરથી તેમનું હૃદય કલુષિત હતું. બ્રહ્મ ચર્ય વ્રતના ધારક હોવાથી તે મધ્યસ્થતાને પ્રાપ્ત હતાં. આશ્રિત જનોને તેમનું દર્શન પ્રિય લાગતું હતું. તેનું રૂપ મનોહર હતું તેમણે ઉજ્જવલ તેમજ શકલ પહેરેલ હતું. કાળું મૃગચર્મ ઉત્તરાસંગના રૂપમાં વક્ષસ્થલપર ધારણ કરેલ હતું. હાથમાં દંડ અને કમંડલું હતાં, જટા રૂપી મુગટથી તેમનું મસ્તક દેદીપ્યમાન હતું. તેમણે યજ્ઞોપવીત, તેમજ રદ્રાક્ષની માળાનાં આભરણો, મૂંજની કટિમેખલા અને વલ્કલ વસ્ત્ર ધારણ કરેલ હતા. તેમના હાથમાં કચ્છપી નામની વીણા હતી. તેમને સંગીત પર પ્રીતિ હતી. આકાશમાં ગમન કરવાની શક્તિ હોવાના કારણે તે પૃથ્વીપરબહુ ઓછું ગમન કરતાં હતા. સંચરણી, આવરણી, અવત રણી ઉત્પતની શ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ ગમની, અને અંભિની, આદિ ઘણીજ વિદ્યાધરો સંબંધી વિદ્યાઓમાં પ્રવીણ હોવાથી તેમની કિર્તિ ફેલાયેલી હતી. તે બલદેવ અને વાસુદેવના પ્રેમપાત્ર હતાં. પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ. અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ, ગજસુકુમાર, સુમુખ અને દુર્મુખ આદિ યાદવોના સાડાત્રણ કરોડ કુમારોના હૃયને પ્રિય હતા અને તેઓ વડે પ્રશંસનીય હતા. કલહ, યુદ્ધ અને કોલાહલ તેમને પ્રિય હતો. તે ભાંડની સમાન વચન બોલવાના અભિલાષી હતા. અનેક સમર અને સમ્પરાય જોવાના રસિયા હતા. ચારે તરફ દક્ષિણા આપીને પણ કલહની ખોજ કરતા હતા. કલહ કરાવીને બીજાના ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરતા હતા. એવા તે નારદ ત્રણે લોકમાં બલવાન શ્રેષ્ઠ દસારવંશના વીરપુરુષોથી વાર્તાલાપ કરીને, તે ભગવતી પ્રાકામ્ય નામક વિદ્યાનું, જે આકાશમાં ગમન કરવામાં દક્ષ હતી, સ્મરણ કરીને ઉડ્યા અને આકાશને ઓળંગતા થકા હજારો ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન અને સંબોધથી શોભિત અને ભરપૂર દેશોથી વ્યાપ્ત પૃથ્વીનું અવલોકન કરતા-કરતા રમણીય હસ્તિનાપુર નગરમાં આવ્યા અને વેગની સાથે પાંડુ રાજાના મહેલમાં ઉતર્યા. * તે સમયે પાંડુરાજાએ કરછુલ્લ નારદને આવતા જોયા. જોઈને પાંચ પાંડવો તથા કુંતી દેવી સહિત તે આસન ઉપરથી ઉભા થયા. યાવતુ ઉભા થઈને સાત-આઠ પગલાં કચ્છલ્લ નારદની સામે ગયા. સામે જઈને ત્રણવાર દક્ષિણ દિશાથી આરંભ કરીને પ્રદ ક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને મહાન પુરુષોને યોગ્ય અથવા બહુમૂલ્ય આસન ગ્રહણ કરવાને માટે આમંત્રણ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181