Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો અંક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯-૫કાણો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે, પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાર્થી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આામસોસો, આમનામો, આગમવિષયદર્શન, આગમક્થાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે, જેની કિંમત છે રૂ।. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪-પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ’’ સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦|-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે, પણ હાલ તેની એફ પણ નક્લ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 678