________________
હવે તેને જ ફળથી પ્રરૂપણાપૂર્વક “વિપ્રમુક્ત’નું વ્યાખ્યાનાદિ કહે છે - • નિર્યુક્તિ • દૂર + વિવેચન -
સંબંધન સંયોગ ઉક્ત રૂપ છે, જેમાં કર્મવશવર્તી જીવો સરકે છે તેથી તે સંસાર છે તેનાથી, જેમાં ઉત્તરી - પારગમન વિધમાન નથી. તે અનુત્તરણ, તેમાં જે અવસ્થાન તે અનુસરણ વાસ, - અનુતરણ વાસ તે આત્માના પારdષ્ય હેતુથી પાશની માફક પાશ છે. તેથી અનુત્તરણપાશ. ૪- આના વડે સંસારની અવસ્થિતિ કે પારવશ્ય, તે સંબંધન સંયોગનું અર્થથી ફળ કહેલ છે. એવા પ્રકારના સંબંધન સંયોગ, અર્થાત ઔદયિક ભાવ વિષય અને માત્રાદિ વિષયને નાશ થાય ત્યાં સુધી બબ્બે ભાગ કરવાથી વિપ્રમુક્ત થાય. શ્રતપણાથી અનંતરોક્ત સંબંધન સંયોગથી જ વિપ્રમુક્ત કહ્યા. કોને કહ્યા ? તે સાધુઓ - અણગારો ને. તેઓ સંસારથી મુક્ત થાય છે, તેથી પિમુકત કહ્યા. એ પ્રમાણે ગાથાના પશ્ચાઈથી સંબંધ છેદન લક્ષણ પ્રકારથી વિપ્રમુક્ત થાય છે. તેનું ફળ મુક્તિ છે, એ પ્રમાણે અર્થથી કહેલ જાણવું. અહીં જે “વિશ્વમુક્તો” એ પ્રમાણે બહુવચન મૂક્યું તે- આવા પ્રકારના ભિક્ષનું પૂજ્યત્વ જણાવવા માટે છે.
એ પ્રમાણે સંજોગે નિકખેવો ઇત્યાદિ મૂળ ગાથામાં કહેલ સંયુક્તક સંયોગ ઇતરેતર સંયોગ ભેદથી, બે પ્રકારે દ્રવ્ય સંયોગનું નિરૂપણ કર્યું. તેમાં સંયુક્તક સંયોગ સચિત્તાદિ ભેદથી ત્રણ પ્રકારે છે ઇતરેતર સંયોગ પણ પરમાણુ પ્રદેશ અભિપ્રેત - અનભિપ્રેત અભિલાપ સંબંધન વિધાનથી જીભેદે બતાવીને સંબંધન સંયોગ જ સાક્ષાત્ કર્મ-સંબંધ નિબંધનતાથી સંસાર હેતુ છે. તેનીયાજના ને અને હાલ તેના પ્રતિપાદનથી જ બીજે ઉક્ત પ્રાયઃ છે તેમ માનતા ક્ષેત્રાદિ નિક્ષેપને અવિશિષ્ટ અતિદેશ કસ્તાને માટે કહે છે
• નિર્યુક્તિ - ૬૩ + વિવેચન -
ક્ષેત્ર, કાળ અને ભાવના સંબંધન સંયોગમાં જે આદેશ, અનાદેશ આદિ ભેદથી અનેક ભેદોથી જે ભાષા તેને વિભાષિા કહે છે. આવી જે વિભાષા કહી છે, ક્ષેત્રાદિ વિષય સંયોગની પ્રથમ હારગાથા સૂચિતની જ અહીં વિભાષા કરવી જોઈએ. અહીં વિભાષાનું સંયોગત્વ વચનરૂપત્વથી વયન પર્યાયોના કથંચિત વાચ્યથી અભેદ જણાવવાને માટે કહેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે - સંબંધન સંયોગ વિષય ક્ષેત્રાદિ વિભાષામાં જે સંયોગનું સ્વરૂપ કહેલ છે, તે અહીં પણ, તે જ પ્રમાણે કહેવું.
સંયુક્તક સંયોગના સંભવથ ઇતરેતર સંયોગ અને બાકીના ભેદો કહેવા. તેમાં ક્ષેત્રનો સંયુક્તક સંયોગ, જેમ કે- જંબૂઢીપનો સ્વપદેશ સંયુક્તક જ લવાણસમુદ્ર વડે જોડાય છે. ઇતરેતર સંયોગના ક્ષેત્રપ્રદેશના જ પરસ્પર અથવા ધમસ્તિકાયાદિ પ્રદેશોથી સંચૌગ છે એ પણ કાળ અને ભાવના પણ જાણવા.
અહીં ઉક્ત નીતિથી સંબંધન સંયોગ જ સાક્ષાત્ ઉપયોગી છે. બીજાનું તેના ઉપકારીપણાથી અને તેમની પણ કથંચિત ત્યાજ્યતાથી શિષ્યની મતિના વ્યુત્પાદનને માટે ઉપન્યાસ કરેલ છે, તેમ જાણવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org