________________
૪૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ • સબ-૬
પોતાના હિતને ઇચ્છતો ભિક્ષા સડેલ કાનવાળી કુતરી અને વિઠાભજી સુવર સમાન દુરશીલથી થનારી મનુષ્યની હીન સ્થિતિને સમજીને પોતાને વિનયમાં સ્થાપિત કરે છે.
• વિવેચન-૬
દર્શનમાં અશોભન એવા ભાવ • બધેથી કાઢી મૂક્વા રૂપ લક્ષણ સાંભળીને, પૂર્વોક્ત કુતરી તથા ભુંડની ઉપમાવત મનુષ્યના અશોભનરૂપને સાંભળીને આત્માને હવે કહેવાનાર વિનય રૂપમાં સ્થાપે. કોણ ? આત્માના આલોક અને પરલોકરૂપ પથ્ય-હિતને ઇચ્છનાર. ~
જો એમ હોય તો તે સાધુ (શિષ્ય) શું કરે ? • સૂત્ર - ૭
એ કારણે વિનય કરવો જોઈએ, જેનાથી શીલની પ્રાપ્તિ થાય. જે બુદ્ધપુત્ર છે, મોકાણ છે. તે ક્યાંયથી પણ કાઢી મૂકાતો નથી.
• વિવેચન-૭
જે કારણે વિનય દોષના દર્શનથી આત્મા સ્થાપવો જોઈએ, તે કારણે વિનય કરવો જોઈએ. એ પ્રમાણે આત્માને વિનયમાં સ્થાપવો જોઈએ. આ વિનયનું ફળ શું છે? જે કારણે અહીં આત્માનું અવસ્થાપન ઉદેશેલ છે, તે આશંકાને માટે કહે છે - વિનયથી ઉક્તરૂપ શીલની પ્રાપ્તિ થાય છે. આના વડે વિનયનું શીલપ્રાપ્તિ ફળ કહ્યું. તેનું પણ ફળ કહે છે - તત્ત્વને પામેલા તીર્થંકરાદિ વડે કહેવાયેલ અને તેના નિજક - જ્ઞાનાદિ, તેને જ બુદ્ધો વડે આત્મીયત્વથી સ્વપણે કહેલ હોવાથી તે બુદ્ધોક્તનિજક છે, તેને પામવાની ઇચ્છાવાળા પુત્ર સમાન શિષ્યો તે બદ્ધપત્ર અને જેમાં નિરંતર પૂજા છે તે આ નિયામ-મોક્ષ. તેના અર્થને ગછ કે ગણાદિથી બહાર કરાતા નથી. પણ બધાં ગુણના આધારરૂપ વિનિતપણાથી બધે જ મુખ્ય કરાય છે.
આ વિનય કઈ રીતે પામવો તે કહે છે - • સુણ - ૮
શિષ્ય ગુરુજનોની પાસે સદા પ્રશાંત ભાવથી રહે, વાચાળ ન બને અર્થપૂર્ણ પદોને શીખે, નિરર્થક વાતોને છોડી દે.
• વિવેચન-૮
અતિશય ઉપશમવાળા, ક્રોધના પરિહાર વડે અંતરથી અને પ્રશાંત આકાર પણે બહારથી શાંત તેવા નિશાંત થાયવાચાળ ન બનીને આચાર્ય આદિ સમીપે રહે. હેચ, ઉપાદેય, ઉભય રૂપ અર્થને જાણે અર્થાત આવા આગમ વચનોને જાણે અથવા મુમુક્ષુ વડે પ્રાર્થના કરતા અર્થ - મોક્ષ, તેના વડે યુક્ત - ઉપાયપણાથી સંગત અર્થ એવા તિજન ઉચિત અને વિપરીત એવા નિરર્થક કે વૈશ્ચિક વાત્સ્યાયનાદિ સ્ત્રી કથા વગેરેનો પરિહાર કરે. અહીં નિશાંત, આ શબ્દ વડે પ્રશમદિને આશ્રીને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org