________________
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ એ પ્રમાણે છ ભેદે અનાદેશ થાય છે. -૦- તેમાં ઉદય - શુભમાં તીર્થકર નામ આદિ પ્રકૃતિ અને અશુભમાં મિથ્યાત્વ આદિને વિપાકથી અનુભવે, તેના વડે નિવૃત્ત તે
દચિક. xx- વિપાક અને પ્રદેશ અનુભવરૂપતાથી ઉદયના બે ભેદ છે. વિષ્ક્રમણનો ઉપશમ, તેના વડે નિવૃત તે પથમિક. સચ - કમનો અત્યંત ઉચ્છદ, તેના વડે નિવૃત્ત તે ક્ષાયિક તથા ક્ષયોપશમમાં ક્ષય - ઉદયાવસ્થાનો અભાવ, ઉપશમ - ઉદયત્વને શાંત કરૂં છે. આ ક્ષયોપશમ વડે નિવૃત તે ક્ષાયોપથમિક. પરીણમન એટલે બધાં પ્રકારે જીવોનું અને સજીવોનું જીવત્વાદિ રૂપને અનુભવવું તે. સંનિપાત એટલે ઔદયિકાદિ ભાવોનો દ્વિ-આદિ સંયોગ. આ જ પ્રકારે થાય છે. અનાદેશ એટલે સામાન્ય. તેનું સામાન્યત્વ ઔદયિકાદિના ગતિ, કષાય આદિ વિશેષમાં અનુવત્તિ ધર્મકત્વથી છે. આ અનાદેશ વિષયક સંયોગો પણ છ જાણવા.
-- હવે આદેશ વિષયક તેને જ ભેદથી કહે છે - • નિર્ણન - ૪૯ + વિવેચન :
આદેશ વળી બે ભેદે છે, કઈ રીતે? અર્પિત વ્યવહાર અને અનર્પિત વ્યવહાર અતિ એટલે ક્ષાયિકાદિ ભાવ, જેમાં જ્ઞાતા સ્વ આધારે વિચારે છે બોલે છે ઇત્યાદિ. અતિ વસ્તુના સાધારણત્વમાં પણ નિરાધાર જ પ્રરૂપણાર્થે વિવાક્ષિત છે, જેમકે - સર્વ ભાવ પ્રધાન ક્ષાયિક ભાવ છે. આના પણ ભેદો કહે છે - એક એક, તે અર્પિત વ્યવહાર, અનર્પિત વ્યવહાર વળી ત્રણ ભેદે છે - આત્મામાં, પરમાં, ઉભયમાં. અહીં પણ અનર્પિતની પ્રરૂપણા માત્ર સત્તવમાં છતાં અર્પિત પ્રતિપક્ષત્વથી જ અહીં ઉપાદાના છે. તેથી વસ્તુતઃ તેના અસત્વપણાથી તેનો કોઈ સાથે સંયોગ થતો નથી, તેથી તેના ભેદથી સંયોગભેદ થતો નથી. અર્પિતમાં સ્વ, પર, ઉભયથી ત્રણ ભેદ થાય છે. તેથી તેનો ત્રિવિધ સંયોગ કહ્યો છે. તેમાં આત્મર્પિત સંબંધન સંયોગ કહે છે -
• નિયુક્તિ - ૫૦ + વિવેચન
ઔપશામિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણમિક એ ચારને નિશ્ચ આત્મ સંયોગ જાણવા. -૦- -x-x- આત્મસંયોગ - આત્મા અર્પિત સંબંધન સંયોગ, અહીં આત્મ શબ્દથી અર્પિતભાવ જ ધર્મ-ધર્મના કંઈક અનન્યત્વથી કહેલ છે. વૃદ્ધો પણ કહે છે કે- આ જ જીવમય હોય છે. આ ભાવોથી જીવ અન્ય હોતો નથી. ઔપશામિકાદિ ભાવોને પૂર્વે અનાદેશથી કહ્યાં છતાં અહીં આદેશત્વથી કહ્યા તે સમ્યકત્વાદિ વિશેષ નિહત્ત્વથી વિવક્ષિત છે અથવા ભાવ સામાન્ય અપેક્ષાથી છે.
• નિયુક્તિ • પ૧ + વિયન •
ઔદયિક ભાવને વજીને જે સાન્નિપાતિક ભાવ છે તેના અગિયાર સંયોગ, આત્મ સંયોગ છે. -૦- સંયોગ - બે આદિ મીલનરૂપ જેમાં છે તે અગિયાર સંયોગ. સૂત્રના આ વિષયના સૂચકપણાથી જે સંયોગ છે તે. આ પણ માત્ર ઔપશમિકાદિ સંયોગ નથી. પણ પૂર્વવતુ આત્માર્પિત સંયોગ છે. અગિયાર સંયોગો આ પ્રમાણે થાય • ઔપશામિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિના ચારના છ દ્વિક સંયોગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org