________________
પીઠિકા-નિ -
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
(પ્રશ્ન તેમ હોય તો અમંગલને પણ મંગલબુદ્ધિએ માનતા તે લાભદાયી થાય. એ તો અનિષ્ટ છે. [સમાધાન એમ નથી. અમંગલ તો સ્વરૂપથી જ અમંગલ હોવાથી સ્વબુદ્ધિ અપેક્ષાએ મંગલ માનવા છતાં લાભ ન કરે. જેમ કોઈ માણસ સોનાને સોનું સમજી વ્યવહારમાં લે તો ઈષ્ટ સિદ્ધિ થાય, પણ પીત્તળને સોનું માનીને લે તો. • x • કાર્ય સિદ્ધ ન થાય.
(શંકા] ત્રણ મંગલો મધ્ય વચ્ચેનું મંગલ, અમંગલ થઈ જશે ? ના, એમ નથી. કેમકે તવથી આખું શાસ્ત્ર જ મંગલરૂપ છે. કેમકે આખા શાસ્ત્રને ત્રણ ભાગમાં વહેંચેલ છે. જેમ લાડુના ત્રણ ભાગ પાડો તો કોઈપણ ભાગમાં તેમાં લાડુ ન હોય તેવું ન બને, તેમ આ શાસ્ત્ર આખું મંગલરૂપે છે. તેનું મંગલવ કર્મની નિર્જરા કરે છે. મનુમાન - આ વિવક્ષિત શાસ્ત્ર મંગલ છે, નિર્જરહેતુ છે, તપ સમાન છે.
[શંકા આનું નિર્જરાપણું કઈ રીતે છે ? જ્ઞાનરૂપે હોવાથી અને જ્ઞાન, કર્મ નિર્જરાનો હેતુ કહેલો છે. કહ્યું છે - નાકીનો જીવ કરોડો વર્ષે જે કર્મ ખપાવે તે ત્રિવિધે ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસ મારામાં ખપાવે છે.
(શંકા] એમ હોય તો પણ મંગલ ત્રણની કલ્પના વ્યર્થ છે ? ના, એમ નથી. અમે તેનો ઉત્તર કહી દીધેલ છે. તેથી આ નક્કી થયું કે – શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં મંગલ ઉપાદેય છે.
મંગલ શબ્દનો અર્થ શો છે? - x - x • જેના વડે હિત મંગાય, સમજાય કે સધાય તે મંગલ છે અથવા મંા એટલે ધર્મ, ના એટલે લેવું. - x-x- જે ધર્મને લાવે કે ધર્મનો ઉપાદાન હેતુ છે, તે મંગલ છે અથવા મતે ભવથી અર્થાત્ સંસારથી બચાવે કે દૂર લઈ જાય તે મંગલ.
* મંગલના અર્થમાં સૂર્ણ જુદી જ રીતે અર્થ પ્રકારો છે, તે જરૂર જોવું અને વિરોધાવચક ભાણ-ટીક્રમાં તો અતિ વિસ્તારથી મંગલનો અર્થ છે.)
મંગલ, નામ આદિ ચાર ભેદે છે - નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. તેમાં - X - જે જીવ, અજીવાદિ વસ્તુનું નામ હોય, જેમકે – કોઈ ગોપાલના બાળકનું નામ ઈન્દ્ર હોય, તે પરમાર્થથી દેવોનો સ્વામી ઈન્દ્ર સાથે મળતું આવે છે છતાં તે દેવોનો સ્વામી ન કહેવાય. પણ દેવોનો ઈન્દ્ર તો ગુણથી નામ છે. ઐશ્વર્યપણાથી ઈન્દ્ર, '' ધાતુનો અર્થ પરમ ઐશ્ચર્ય થાય છે. તે તેમાં ઘટાવાય. ગોવાળયુગમાં નહીં.
પર્યાયો વડે – શક, પુરંદરાદિ નામો કહેવાય છે. તેની સાથે ઈન્દ્ર નામના ગોપાલ પુત્રનું નામ ન સરખાવાય, અહીં ફક્ત નામ અને નામવાળો એ બેમાં ભેદ ઉપચાર કરવાથી ગોવાળીયો વસ્તુ જ લેવાય તથા બીજા સ્થળે ન વર્તતુ કંઈ પણ 'fsO' આદિ માફક ઈચ્છા પ્રમાણે નામ હોય. – શબ્દથી તે નામ દ્રવ્ય હોય ત્યાં સુધી રહે.
જે ના માવહિવે કહેલું છે – નામ છેવટ સુધી રહે, તે અમુક દેશમાં જે સંજ્ઞા ચાલતી હોય તે નામને આશ્રીને જાણવું.
આ નામ સાથે મંગલ જોડતાં “નામ મંગલ’ શબ્દ થયો. તેમાં કોઈ જીવ કે અજીવ કે બંનેનું નામ મંગલ રાખ્યું હોય તે છે જેમ જીવને આશ્રીને સિંધુ દેશમાં અગ્નિને મંગલ કહે છે, અજીવને આશ્રીને લાટ દેશમાં વાળેલી દોરીને મંગલ ગણે છે ઈત્યાદિ - ૪ -
સ્થાપના મંગલ - જે વસ્તુ ભાવ, ઈન્દ્ર આદિ અર્થ રહિત હોય, છતાં તેમાં તેનો અભિપ્રાય-બુદ્ધિ હોય, તે ઈન્દ્ર વગેરેની આકૃતિ લેયાદિ કર્મકૃતુ હોય અથવા આકૃતિ વિના પણ અક્ષ આદિમાં સ્થાપના નિક્ષેપ-કર્યો હોય તે સ્થાપના ઈવર કે અલકાળની હોય. ઘ શબ્દથી કેટલીક સ્થાપના વગેરે તે વસ્તુ રહે ત્યાં સુધીની હોય છે, સ્થપાય તે સ્થાપના. સ્થાપના એવું આ મંગલ તે સ્થાપના મંગલ. તેમાં સ્વસ્તિકાદિ સ્થાપના મંગલ છે.
બૂતર્થ ગાથાનો અર્થ - અતીત કે ભાવિ પચયિોનું જે નિમિત્ત લોકમાં હોય છે, તેને દ્રવ્ય કહે છે. તે દ્રવ્ય તે-તે પર્યાયોને પામે છે, માટે તેને દ્રવ્ય કહે છે. તત્વજ્ઞ-તીર્થકરો કહે છે, તેમાં સચેતન દ્રવ્ય તે જે પુરુષને તે પદાર્થનું લક્ષ્ય ન હોય, મોટેથી બોલતો હોય, તો તે દ્રવ્ય જ છે અને અચેતન દ્રવ્ય તે જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તેવું બીજું કંઈ દ્રવ્ય હોય છે. આ પ્રમાણે બતાવેલ છે. તે દ્રવ્ય સાથે મંગલ જોડતાં દ્રવ્યમંગલ કહેવાય છે. આ દ્રવ્યમંગલ બે ભેદે છે - આગમચી અને નોઆગમચી.
તેમાં આગમથી - આગમની અપેક્ષાએ, નોઆગમથી - તેનાથી વિપરીતને આશ્રીને. આગમચી - મંગલ શબ્દને જાણતો હોય પણ તેમાં ઉપયોગ ન હોય, તે દ્રવ્ય મંગલ. નોઆગમચી ત્રણ ભેદે છે – (૧) જ્ઞશરીવ્યમંગલ, (૨) ભવ્યદરીદ્રવ્ય મંગલ, (3) તે બંનેથી વ્યતિરિક્ત દ્રવ્ય મંગલ.
તેમાં 1 - જાણકાર, તેનું શરીર - સડે તે શરીર. આ જ્ઞશરીર એ જ દ્રવ્ય મંગલ હોય તે શરીરદ્રવ્યમંગલ અથવા જ્ઞશરીર તે દ્રવ્યમંગલ એવો સમાસ કQો. અર્થાતુ મંગલપદાર્થનો જ્ઞાતા, તેનું આભારહિત જે શરીર, તે અતિતકાળે અનુભૂત ભાવની અનુવૃતિથી સિદ્ધશિલા-મોક્ષમાં ગયેલ છતાં ધૃત-ઘટાદિ ન્યાયથી નોઆગમથી જ્ઞશરીરદ્રવ્યમંગલ કહેવાય છે. કેમકે તેનું મંગલનું જ્ઞાન શૂન્ય છે. અહીં નો શબ્દ સર્વથા નિષેધવાચી છે.
Tળ - યોગ્ય, મંગલ પદાર્થને ભવિષ્યમાં જાણશે, પણ હાલ તે જાણતો નથી છે, તેનું શરીર તે ભવ્ય શરીર. ભવ્ય શરીર જ દ્રવ્યમંગલ છે અથવા ભવ્ય શરીર અને દ્રવ્ય મંગલનો સમાસ કરવો. તેનો ભાવાર્થ આ છે – ભાવિ વૃતિને અનુસરીને મંગલ ઉપયોગના આધારભૂતપણાથી ભાવિમાં આ ઘડામાં મધ ભરાશે એમ ખાતરી થવાથી તે મધનો ઘડો કહેવાય. તેમ બાળ આદિનું શરીર તે ભથશરીર દ્રવ્ય મંગલ જાણવું. અહીં પણ નો શબ્દ નિષેધવાચી છે.
જ્ઞ શરીર અને ભવ્ય શરીર, બંનેથી જુદું તે દ્રવ્ય મંગલ સંયમ તપ નિયમ ક્રિયા અનુષ્ઠાનનો કરનારો અનુપયુક્ત હોય છે. તેને આગમથી ઉપયોગરહિત માફક જાણવો. અથવા જે શરીર કે આભદ્રવ્ય પૂર્વે કરેલાં સંયમ આદિ કિયા