Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વૈરાગ્યપૂર્વક ગ્રહણ કરેલ સંયમી જીવન પણ કહે છે. તે ધર્મકથાઓ આ ઉપાંગ સંપુટમાં સ્થવિર ભગવંતોએ ભરેલ છે.
આ ઉપાંગ શાસ્ત્રના પાંચ વર્ગ છે. પ્રથમ વર્ગ નિરયાવલિકા, બીજો વર્ગ કલ્પાવંતસિકા, ત્રીજો વર્ગ પુષ્પિકા, ચોથો વર્ગ પુષ્પચૂલિકા, પાંચમો વર્ગ વૃષ્ણિ દશા.
પહેલો વર્ગ નિરયાવલિકા હોવાથી આ ઉપાંગ સૂત્રનું નામ નિરયાવલિકા રૂપે પ્રચલિત થયું છે. તે નિરયાવલિકા પદ બે શબ્દથી બને છે. નિરય+આવલિકા. નિરયનો અર્થ છે નરક, આવલિકાનો અર્થ છે પંક્તિ પૂર્ણ અર્થ થાય છે– નરકમાં જનારા જીવોનું પંક્તિબદ્ધ વર્ણન. જીવો પાપ કેમ બાંધે છે? મનુષ્યભવ હારી જઈને અધોલોકમાં દસ પ્રકારની વેદના ભોગવવા માટે જીવોને નારકી કેમ થવું પડે છે? તેની વાત શાસ્ત્રકાર પ્રથમ કરે છે. પ્રથમ, દ્વિતીય વર્ગ ઃ નિરયાવલિકા, કલ્પવતસિકા :
તે પહેલા વર્ગનાં દસ અધ્યયનોનું આપણે ઊંડાણપૂર્વક અવલોકન કરતાં નિરીક્ષણ કરશં. આ જીવ, અનાદિકાળથી મિથ્યાત્વ. અવત. પ્રમાદ, કષાય અને યોગથી અનુજ
ત થઈ; કર્મધારી હોવાથી જડ નથી છતાં એ જડ જેવો બની ગયો છે. રાગ કેસરી રાજાના રાજ્યમાં રહેવાથી તેના બંધનમાં બંધનગ્રસ્ત હોવાથી, તેનો જ મહાવરો હોવાથી તેવા સંસ્કારથી વાસિત થઈ ગયો છે. તે છે તો આત્મા, પરમ પરિણામિક ભાવથી ભરેલો, પરંતુ તેણે ભાવ ચેતનાનો વિકાસ ન કરતાં કર્મચેતનાનો વિકાસ કર્યો છે, તે પણ શુદ્ધ પારિણામિક ભાવની એક અશુદ્ધ-વૈભાવિક અવસ્થા છે. જીવ દ્રવ્ય નિત્ય હોવા છતાં પર્યાયે અનિત્ય છે. તે પણ બે રીતે વિભાજિત થાય છે– શુભ અને અશુભ. શુભ કર્મના સંયોગથી સારી વૃત્તિના પરિણામ હોય ત્યારે શુભ નિમિત્તનો સંયોગ પ્રાપ્ત થતાં શુભકર્મ બંધાય છે અને અશુભ કર્મના ઉદયથી નરસી વૃતિના પરિણામે હોય ત્યારે અશુભ સંયોગનું નિમિત્ત મળતા અશુભ કર્મ બંધાય છે. તે કર્મબંધની સ્થિતિ પરિપક્વ થતાં, તેનાં ફળો ઉદિત થાય છે. તેમાંથી કર્મ પ્રમાણે જીવના અધ્યવસાય આંદોલિત થાય છે. તે જીવની સામે જેવા નિમિત્તથી જેવું જીવાજીવની સાથે બાંધેલું કર્મ હોય તેવું હાજર થાય છે. તેના આશ્રયે રહીને, જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જઈને નવા કર્મ ઉપાર્જન કરે છે. વૃત્તિ પાપમય હોય ત્યારે તેનું પોષણ કરનાર વ્યક્તિ કે વસ્તુ ઉપસ્થિત થઈ જાય છે. તેની સહાયથી આ ભવમાં, પરભવમાં કે ભવોભવમાં જીવ જૂના કર્મ સાથે નવા કર્મનો બંધ પાડે છે. આ છે જીવની અનાદિકાળની દયનીય સ્થિતિ. તે