Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
७८
વર્ગ-૩ અધ્ય.-ર
સૂર્યદેવ
શ્રી નિરયાવલિકા સૂત્ર
અધ્યયન પ્રારંભ :
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फयाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते, दोच्चस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ : – હે ભગવન્ ! જો મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા નામક ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનના પૂર્વોક્ત ભાવોનું નિરૂપણ કર્યું છે, તો હે ભગવન્ ! તેઓએ બીજા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે ? સૂર્યદેવનું સમવસરણમાં આગમન :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे । गुणसीलए चेइए । सेणिए राया । समोसरणं । जहा चंदो तहा सूरो वि आगओ जाव णट्टविहिं उवदंसित्ता पडिगओ । पुव्वभवपुच्छा । सावत्थी णगरी । सुपइट्ठे णामं गाहावई होत्था- अड्डे जहेव अङ्गई जाव विहरइ । पासो समोसढो । जहा अङ्गई तहेव पव्वइए, तहेव विराहियसामण्णे जाव महाविदेहे वासे सिज्झिहिइ ।
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. જેવી રીતે ચંદ્રદેવ દર્શનાર્થે આવ્યા હતા, તેમ સૂર્ય ઈન્દ્ર પણ આવ્યા. નૃત્યવિધિ બતાવીને ચાલ્યા ગયા.
ત્યાર પછી ગૌતમ સ્વામીએ સૂર્યના પૂર્વભવના વિષયમાં પૂછ્યું; ભગવાને ઉત્તર આપ્યો– શ્રાવસ્તી નામની નગરી હતી. તેમાં ધન–વૈભવ આદિથી સંપન્ન સુપ્રતિષ્ઠ નામના ગાથાપતિ રહેતા હતા. તે પણ અંગતિની જેવા જ ધનાઢ્ય અને પ્રભાવશાળી હતા. ત્યાં પાર્શ્વનાથ ભગવાન પધાર્યા. અંગતિની જેમ તે પણ પ્રવ્રુજિત થયા અને તે જ પ્રમાણે સંયમની વિરાધના કરી, મૃત્યુના અવસરે મૃત્યુ પામીને સૂર્યવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે ત્યાંથી ચ્યવીને, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે.