Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 113
________________ | પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪ ૧૨૭ ભાવાર્થ :- હે ભગવન્! તે સોમદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે યાવત સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :४० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं चउत्थस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । –ત્તિ નેમિ ! ભાવાર્થ :- હે આયુષ્યમાન્ જંબૂ! આ પ્રમાણે મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના ચોથા અધ્યયનનો આ ભાવ દર્શાવ્યો છે. વિવેચન : પ્રસ્તુત અધ્યયનમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ અને પશ્ચાત્ ભવનું નિરૂપણ છે. તે પાંચ ભવોનો પરિચય અધ્યયનના સારમાં આપેલ છે. ઉપસંહાર – સંસારી જીવો અપ્રાપ્ત વસ્તુઓની અને સંયોગોની ઈચ્છા કરીને દુઃખી થાય છે. વસ્તુની પ્રાપ્તિ પુણ્યને આધીન છે અને સુખની પ્રાપ્તિ વ્યક્તિની સમજણને આધીન છે. પરંતુ વ્યક્તિ આ વાસ્તવિકતાને સમજી કે સ્વીકારી શકતા નથી અને દુઃખી થાય છે. કોઈને સંપત્તિના અભાવનું દુઃખ; કોઈને અઢળક સંપત્તિની વચ્ચે પણ અશાંતિનું દુઃખ; કોઈને સંતાનના અભાવનું દુઃખ; કોઈને પ્રતિકૂળ સંતાનનું દુઃખ હોય છે. આ રીતે સમજણના અભાવે વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ બને દુ:ખજનક બને છે. જે શ્રદ્ધાળુ લોકો સાધુ-સાધ્વીજીઓ પાસેથી પોતાની સાંસારિક ગૂંચવણોને દૂર કરવાની અપેક્ષાઓ રાખે છે અને તે માટે યંત્ર-મંત્ર, ઔષધ–ભેષજની આશા રાખે છે; તેઓએ ઉપરોક્ત અધ્યયનમાંથી શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાધુના આચારથી વિપરીત છે. વીતરાગ ભગવાનના સાધુ-સાધ્વીજીઓ કેવળ આત્મકલ્યાણના માર્ગનો તથા તપ ત્યાગનો જ ઉપદેશ આપી શકે છે. તેઓ અન્ય લૌકિક પ્રવૃત્તિમાં રસ લઈ શકતા નથી. તેથી જ્ઞાની પુરુષો કહે છે કે સહજ પ્રાપ્ત થયેલા સંયોગોમાં સંતોષ રાખી, પ્રસન્ન રહેવાથી જ મનુષ્યને સુખ–શાંતિ અને આત્માનંદની પ્રાપ્તિ થાય છે. અંતે તો ધર્મ અને ત્યાગ એ જ સંસારના પ્રપંચથી મુક્ત કરી શકે છે. એમ જાણી પ્રત્યેક સુખેચ્છએ ત્યાગ અને સંયમરૂપ ધર્મના માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ; ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવી આત્મકલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઈએ; એ જ આગમ જ્ઞાન અને શ્રદ્ધાનો સાર છે. ને વર્ગ-૩ અધ્ય.-૪ સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127