Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 69
________________ | પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.—૩ . [ ૮૩] હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને તે શુક્ર મહાગ્રહની દૈવિક ઋદ્ધિ અંતર્લીન થયાના સંબંધમાં પૂછ્યું. ભગવાને કુટાકારશાલાના દાંતથી ગૌતમનું સમાધાન કર્યું. ગૌતમે પુનઃ તેના પૂર્વભવ વિષે પૂછ્યું. વિવેચન : આકાશમાં જે પ્રકાશમાન સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા દેખાય છે, તે પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના વિમાન છે. સર્વ જ્યોતિષી દેવોના વિમાન–આવાસ આ સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર છે. અઢીદ્વિીપમાં આ વિમાનો ચાલતા જ રહે છે. તેમ છતાં દેવ તે વિમાનોમાં રહેલી શય્યામાં જન્મે છે. રહે છે. અઢીદ્વીપ બહાર જ્યોતિષીઓના વિમાનો સ્થિર છે. આ વિમાનોના આકાર, પ્રકાર આદિ વિસ્તૃત વર્ણન જૈનાગમોમાં છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનો સાતમો વક્ષસ્કાર અને સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર. પ્રસ્તુત અધ્યયનમાં શુક્રનામના મહાગ્રહદેવનું વર્ણન છે. શુક્ર મહાગ્રહનો પૂર્વભવ-સોમિલ બ્રાહ્મણ :| ४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णामं णयरी होत्था। तत्थ णं वाणारसीए णयरीए सोमिले णामं माहणे परिवसइ । अड्डे जाव अपरिभए: रिउव्वेय-जउव्वेय-सामवेयाथव्वाणं इतिहासपंचमाणं णिघंटुछट्ठाण संगोवंगाणं सरहस्साणं सारए वारए धारए पारए सडङ्गवी सद्विततविसारए सखाणे सिक्खाकप्पे वागरणे छदे णिरुत्ते जोइसामयणे अण्णेसु य जाव बहुसु बंभण्णए सु सत्थेसु सुपरिणिट्ठिए । पासे समोसढे । परिसा पज्जुवासइ । ભાવાર્થ :- હે ગૌતમ! તે કાળ તે સમયે વારાણસી નામની નગરી હતી. ત્યાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ધન-ધાન્ય આદિથી સંપન્ન-સમૃદ્ધ અપરાભૂત હતો. તે અન્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ, પાંચમો ઈતિહાસ, છઠ્ઠો નિઘંટુ(કોશ)ને સાંગોપાંગ રહસ્ય સહિત જાણતો હતો તથા તે વેદ શાસ્ત્રોનો સારક(વેદ પાઠોને સ્મરણ કરાવનાર પાઠક), વારક(અશુદ્ધ પાઠ બોલતા રોકનાર), ધારક(વેદ આદિ ધારણ કરનાર, વેદાદિને નહીં ભૂલનાર) અને પારક(વેદાદિ શાસ્ત્રોનો પારગામી) હતો. આ રીતે તે ષષ્ટાંગવિ હતો અને સાંખ્ય શાસ્ત્રમાં વિશારદ-પ્રવીણ હતો. ગણિતશાસ્ત્ર, શિક્ષા, કલ્પ(તથા પ્રકારના આચાર શાસ્ત્ર બતાવનાર), વ્યાકરણ, છંદ શાસ્ત્ર, નિરુક્ત શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રમાં નિપુણ હતો. તથા બીજા ઘણાં બ્રાહ્મણશાસ્ત્રો સંબંધી નીતિ અને દર્શનશાસ્ત્ર આદિમાં અત્યંત નિષ્ણાત હતો. તે નગરીમાં પુરુષાદાનીય અહેતુ પાર્શ્વપ્રભુ પધાર્યા. પરિષદ નીકળી અને પર્યાપાસના કરવા લાગી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સોમિલ બ્રાહ્મણનો સંક્ષિપ્ત પરિચય છે. સોમિલ બ્રાહ્મણ વેદ વેદાંગનો જ્ઞાતા હતો.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127