Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 74
________________ [ ૮૮ ] શ્રી નિરયાવલિકા સૂત્ર પછી ભોજન કરનારા (૧૭) મૃગ લુબ્ધક–હરણનું માંસ ખાઈ જીવન વ્યતીત કરનારા (૧૮) હસ્તીતાપસહાથીનું માંસ ખાઈ જીવન વ્યતીત કરનારા (૧૯) ઉદંડક–દંડને ઊંચો ઉપાડી ચાલનારા (૨૦) દિશાપ્રોક્ષિક–પાણી છાંટીને દિશાઓની પૂજા કરનારા (ર૧) વલ્કલવાસી–વૃક્ષની છાલને પહેરનારા (રર) બિલવાસી-ભૂમિની નીચેની ગુફામાં-ભોયરામાં રહેનારાં (૨૩) જલવાસી–જલમાં રહેનારા (૨૪) વૃક્ષમૂલિક–વૃક્ષના થડ પાસે જ રહેનારા (૨૫) જલભક્ષી–માત્ર જલનો જ આહાર કરનારા (૨૬) વાયુભક્ષી-વાયુ માત્રથી જ જીવનારા (૨૭) સેવાળભક્ષી (૨૮) મૂલાહારી (૨૯) કંદહારી (૩૦) ત્વચાહારી (૩૧) પન્નાહારી-બિલીપત્ર આદિ પાંદડાં ખાનારા (૩૨) પુષ્પાહારી (૩૩) ફલહારી (૩૪) બીજાહારી (૩૫) સરી ગયેલાં કંદમૂળ, છાલ, પાન, ફૂલ તથા ફલને ખાનારા (૩૬) જલના અભિષેકથી કઠણ શરીરવાળા (૩૭) સૂર્યની આતાપના અને પંચાગ્નિ તાપથી પોતાના દેહને અંગારપક્વ(અંગારામાં પકાવેલ) અને કંપન્વ(કડાઈમાં શેકેલ)ની જેમ તપાવનાર અર્થાતુ પોતાના શરીરને ઉપરોક્ત કષ્ટ આપનારા; આમ અનેક વાનપ્રસ્થ તાપસો વિચરે છે, તેમાંથી જે દિશાપ્રોક્ષિક તાપસ છે, તેની પાસે હું દિશાપોષિક રૂપે પ્રગ્રંજિત બનવાની ઈચ્છા રાખું છું. |१० पव्वइए वियणं समाणे इमं एयारूवं अभिग्गहं अभिगिण्हिस्सामि-कप्पइ मे जावज्जीवाए छटुंछद्रेणं अणिक्खित्तेणं दिसाचक्कवालेणं तवोकम्मेणं उर्ल्ड बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स विहरित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते सुबहुं लोहकडाह जाव दिसा- पोक्खियतावसत्ताए पव्वइए । पव्वइए वि य णं समाणे अभिग्गह अभिगिण्हित्ता पढम छट्ठक्खमणं उवसंपज्जित्ताणं विहरइ ।। ભાવાર્થ :- પ્રવજિત થયા પછી પણ હું આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરીશ કે– "જ્યાં સુધી જીવું ત્યાં સુધી નિરંતર છઠ–છઠ કરતો દિશા ચક્રવાલ તપસ્યા કરીને, સૂર્યની સામે બે હાથ ઊંચા રાખીને આતાપના ભૂમિમાં આતાપના લઈશ," તેણે આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને સૂર્યોદય થતાં લોઢાની કડાઈ, કડછી આદિ તાપમોચિત વિવિધ ઉપકરણો સાથે દિશા પ્રોક્ષિક તાપસ રૂપે પ્રવ્રજિત થયો. તાપસ થઈને, પૂર્વોક્ત અભિગ્રહ ધારણ કરીને પ્રથમ છઠ તપ સ્વીકારી વિચરવા લાગ્યો. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં શ્રાવક વ્રતથી ભ્રષ્ટ થયેલા સોમિલ બ્રાહ્મણની લૌકિક રુચિનું અને ત્યાર પછી તાપસી પ્રવ્રજ્યા માટે ગૃહત્યાગની ઉત્કટ ભાવનાનું દિગ્દર્શન કરાવ્યું છે. નવમા સુત્રમાં વિવિધ પ્રકારની તાપસ પ્રવ્રજ્યાનો નિર્દેશ કર્યો છે જેની સંખ્યા સાડત્રીસ થાય છે. તેમાંથી સોમિલ દિશા પ્રોક્ષિક તાપસી પાસે પ્રવ્રજિત થયો અને તેમાં પણ આજીવન છઠ–છઠના તપનો સ્વીકાર કર્યો. આ વર્ણનથી તેની ધર્મ પ્રત્યેની અને તપ સાધના પ્રત્યેની ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ થાય છે.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127