Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| धुपि4-3: अध्य.-3
| ४५ तए णं तस्स सोमिलस्स पुव्वरत्तावरत्तकाले एगे देवे अंतियं पाउन्भवित्था, तं चेव भणइ जाव पडिगए ।
तए णं से सोमिले कल्लं जावजलंते वागलवत्थणियत्थे किढिणसंकाइयं गहाय गहियभंडोवगरणे कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता उत्तराए दिसाए उत्तराभिमुहे संपत्थिए । ભાવાર્થ :- ત્યાર પછી તે સોમિલ બ્રહ્મર્ષિ ત્રીજા દિવસે ત્રીજા પ્રહરમાં જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ હતું. ત્યાં આવ્યો, આવીને તે અશોકવૃક્ષની નીચે કાવડ રાખી વગેરે પૂર્વવત્ સર્વ વિધિ કરી, કાષ્ઠમુદ્રાથી મુખ બાંધીને મૌન બેસી ગયો.
ત્યાર પછી મધ્યરાત્રિમાં સોમિલની સમક્ષ પુનઃ એક દેવ પ્રગટ થયો. તેણે તે જ પ્રમાણે કહ્યું થાવત તે દેવ પાછો ગયો.
ત્યાર પછી સૂર્યોદય થયો ત્યારે તે સોમિલ બ્રહ્મર્ષિએ વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા, કાવડ અને ભંડોપકરણ લઈને તથા કાષ્ઠમુદ્રાથી મુખને બાંધીને ઉત્તરાભિમુખ થઈને ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યો. २० तए णं से सोमिले चउत्थे दिवसे पच्छावरणहकालसमयंसि जेणेव वडपायवे तेणेव उवागए । वडपायवस्स अहे कढिणसंकाइयं ठवेइ जाव कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता तुसिणीए संचिट्ठइ ।
तए णं तस्स सोमिलस्स पुव्वरत्तावरत्तकाले एगे देवे अंतियं पाउब्भवित्था, तं चेव भणइ जाव पडिगए । तए णं से सोमिले माहणे कल्लं जाव उत्तराए दिसाए उत्तराभिमुहे संपत्थिए ।
ભાવાર્થ :- ત્યાર પછી ચાલતાં ચાલતાં સોમિલ બ્રહ્મર્ષિ ચોથા દિવસના ત્રીજા પ્રહરમાં જ્યાં વડનું વૃક્ષ હતું ત્યાં આવ્યો, આવીને વડના વૃક્ષની નીચે કાવડ રાખીયાવત્ પૂર્વવત્ સંપૂર્ણ વિધિ કરીને કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું અને મૌન થઈને બેઠો.
ત્યાર પછી મધ્યરાત્રિના સમયે સોમિલની સમક્ષ તે દેવ પુનઃ પ્રગટ થયો અને તેને પહેલાંની જેમ કહીને વાવત અંતર્ધાન થઈ ગયો. રાત્રિ વ્યતીત થયા પછી બીજા દિવસે તે સૂર્યોદય થયા પછી તે સોમિલ પૂર્વવત્ ઉત્તરાભિમુખ થઈને ઉત્તરદિશામાં ચાલવા લાગ્યો. २१ तए णं से सोमिले पंचमे दिवसे पच्छावरण्हकालसमयंसि जेणेव उंबरपायवे तेणेव उवागच्छइ । उंबरपायवस्स अहे किढिणसंकाइयं ठवेइ जावकट्ठमुद्दाए मुहं