Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૨
|| ૭૯ ]
અધ્યયનનો ઉપસંહાર :| ३ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं दोच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
-તિ નેમિના ભાવાર્થ – હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના બીજા અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે. ઉપસંહારઃ- વૈજ્ઞાનિકો જ્યોતિષેન્દ્ર સૂર્યદેવના વિમાનને અગ્નિનો ગોળો સમજે છે અને ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. જ્યારે જૈન સિદ્ધાંતમાં તેને રત્નોના વિમાન કહ્યાં છે. આ વિમાનો જ્યોતિષેન્દ્ર ચંદ્રદેવ અને સૂર્યદેવના સંપૂર્ણ પરિવારના નિવાસ સ્થાન અને જન્મ સ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે અને નિવાસ કરે છે. સૂર્યવિમાન સમભૂમિથી ૮00 યોજન ઊંચે રહેતાં નિરંતર ભ્રમણ કરે છે અને ચંદ્રવિમાન ૮૮૦ યોજન ઊંચે રહેતાં ભ્રમણ કરે છે.
ને વર્ગ-૩ અધ્ય.-ર સંપૂર્ણ છે