Book Title: Agam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
Th( 5.
સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેઓની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિબંધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો, એ જ ભાવના.
આ આગમને સુશોભિત બનાવનાર, આગમના પાઠ પ્રમાણે વાસ્તવિક અર્થ કરી સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર સમયજ્ઞ આગમમનીષી પૂ.ત્રિલોકમુનિવર્યને શતકોટિ વંદના.
સહ સંપાદિકા ડૉ. વિદુષી સાધ્વી આરતી શ્રી એવં વિદુષી સાધ્વી સબોધિકાશ્રીને અનેકશઃ ધન્યવાદ. અમારા આ આગમ અવગાહન કરાવનાર સહયોગી દરેક સાધ્વીવૃંદને સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરૂભાઈ વગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિના માનદ સભ્ય શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા ભામાશા શ્રીયુત ૨મણિકભાઈ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢસંકલ્પી તપસ્વિની વિજયાબેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદ ભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક
સ્થા. જૈન સંઘના યુવા પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા તેમના સહયોગી રામાનુજભાઈ, જીગ્નેશભાઈ, નીતાબેન અને સાબીરભાઈ અને આગમના દાનદાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક, સંપાદકોને આભારસહ અનેકશઃ સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે તૂટી રહી જવા પામી હોય, જિનવાણી વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધેત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના. મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ. ના સુશિષ્યા – આર્યા
લીલમ.
Loading... Page Navigation 1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127