Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ C HK સરળ ગુજરાનીભાવા (૨) અગમાન : જીત્ય ના અધ્યયનના એક ઉદ્દેશકમાં સત્યનું સ્વરૂપ, પ્રભાવ, ૧૦ પ્રકાર તેમજ તેની કેટલીક ઉપમાઓ, સત્યના બે પાસાંઓ - અવક્તવ્ય અને પ્રરાસ્ત, ૧૨ પ્રકારની ભાષા, ૧૬ પ્રકારના વચન, સત્યની પાંચ ભાવના, અસત્યના પાંચ કારણ વગેરે વર્ણન કરી અંતે સત્યને સંવરના ખીજા દ્વાર તરીકે બતાવ્યું છે. (૩) અધ્યયન : અસ્તેય આ અધ્યયનના એક ઉદ્દેશકમાં દાનમાં આપેલું અને અનુજ્ઞા (પરવાનગી)થી મેળવેલું એમ બે પ્રકારના અસ્તેય (ચોરીનકરવી)નું સ્વરૂપ, તેના વિરાધકો અને આરાધકો, અને પાંચ ભાવનાઓ આપીને અસ્તેયને સંવરના ત્રીજા દ્વાર તરીકે ગણાવ્યું છે. (૪) અધ્યયન : બ્રહ્મચર્ય આ અધ્યયનના એક ઉદ્દેરાકમાં બ્રહ્મચર્યનું સ્વરૂપ અને પ્રભાવ, તેની ઉપમાઓ, બ્રહ્મચારીના કર્તવ્ય - અકર્તવ્ય અને કૃત્ય-અકૃત્ય તેમજ તેની પાંચ ભાવનાઓ આપીને અંતે બ્રહ્મચર્યને સંવરનું ચોથું દ્વાર કહ્યું છે. (૫) અધ્યયન : અપરિગ્રહ આ અધ્યયનના એક ઉદ્દેશકમાં પરિગ્રહ (સંગ્રહ કરવો એ)ના સ્વરૂપ વગેરે વર્ણવીને સંવરવૃક્ષનું રૂપક, પરિગ્રહ વિરત - અપરિગ્રહીના કાર્ય-અકાર્ય, શુદ્ધનિર્દોષ ભિક્ષાગ્રહણનું વિધાન, ઔષધ વગેરેનો પણ અપરિગ્રહ, ધર્મસાધના ઉપયોગી સાધનના પરિગ્રહનું વિધાન, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અપરિગ્રહની પાંચ ભાવના વગેરે જણાવીને અંતે અપરિગ્રહને સવરનું પાંચમું દ્વાર ગણાવ્યું છે. h - -

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33