________________
૧૦
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર એકાંતે આત્મહિતના અવિચળ માર્ગના પ્રવાસી બન્યા પૂજ્યપાદ શ્રી કીર્તિવિજયજી મહારાજશ્રીના ખેડાના પ્રથમ પરિચય વખતે તેમના દુગ્ધ સહોદર ઉવેલ હૃદયમાં ઉદ્ભવેલી પવિત્ર ભાવનાને તો લગભગ સાત વર્ષ જેટલો દીર્ધ સમય વીતી ગયો. આટલા સમય પર્યત તો માતા પિતાના સ્નેહ તંતુએ મોતીચંદભાઈને દઢ બંધનથી બાંધ્યા હતા તેઓ પણ સર્વ વિરતિના આવારક નિબિડ પ્રતિબંધકોને વિચારી તેને તોડવા માટે ગૃહજીવનમાં પણ અણગાર જેવું જીવન વ્યતીત કરી રહ્યા હતા. છેવટે અંતરાય તૂટ્યો, તે શુભ સમય આવી પહોંચ્યો, અને પ્રવજ્યાના દઢ રંગી મોતીચંદભાઈની આશા સફળ થઈ. માતા, પિતા, બંધુ, ભગીની વિગેરે સ્વજન સંબંધી સ્નેહના દઢ બંધનો ક્ષણવારમાં ત્રોડી નાખ્યાં, સંસારની માયા છોડી. પૌદ્ગલિક સુખ વૈભવોનો પરિત્યાગ કર્યો. કારાવાસના ક્લિષ્ટ દુઃખથી વિહ્વળ પ્રાણી જેમ શરણ્યનું શરણું અંગીકાર કરે તેમ મુનિવર્યશ્રીએ ગુરૂવર્યશ્રીના પવિત્ર ચરણે પોતાનું શીર ઝુકાવ્યું અને જીંદગી ભરને માટે તેમનાજ અનુચર થયા. તેઓશ્રી જે આજ્ઞા ફરમાવે તેજ પ્રમાણે કરવું આવો દૃઢ નિશ્ચય તેમના ઉજ્વળ અંતરમાં સુવર્ણાક્ષરે કોતરાઈ રહ્યો. સુકોમળ શય્યામાં શયન કરનાર મોતીચંદભાઈએ આજે ભૂટ્યા સંથારા ઉપર શયન કરવાનો સ્વીકાર કર્યો. ઈષ્ટ મિષ્ટ ભોજનનો પરિત્યાગ કરી અંત પ્રાંત અરસ વિરસ ભોજનમાં જ સંતોષ વૃત્તિ ધારણ કરી પરિગ્રહ મમત્વ દશાને દેશવટો આપ્યો. પ્રયાણ માટે વાહન અને ઉપાનહના ઉપભોગ કરનાર મોતીચંદભાઈએ કાંટા કાંકરા અને કચરાથી ભરપૂર માર્ગમાં પણ અડવાણે પગે ચાલવાની વૃત્તિ અંગીકાર કરી. સમગ્ર વિશ્વ પ્રત્યે મૈત્યાદિ ભાવનાથી તેમનું હૃદય ઓતપ્રોત થયું. એક કુટુંબનો ત્યાગ કરી સમગ્ર વસુધાને પોતાનું કુટુંબ બનાવ્યું. પરભાવને છોડી સ્વરમણતામાં જ મન વાળ્યું. પરિષહ અને ઉપસર્ગોના સૈન્ય બળને હંફાવવા સિંહ પરાક્રમી બન્યા. રણાંગણમાં મોહરાજાનો વિજય કરવા ધર્મધ્વજા ધારણ કરી ધર્મધુરાને હસ્તગત કરી ૧૮૦૦૦ શીલાંગરથને વિશ્વ ઉપર વહન કરાવવા લાગ્યા. ઈર્ષા સમિતિ વિગેરે અષ્ટ પ્રવચનમાતાના પાલક સુજાત પુત્રે પોતાની માતાની અને માતાના ચરણે પડેલા અનેક સુપુત્રોની કીર્તિલતાને સમગ્ર વિશ્વમાં વિસ્તારી. ટુંકાણમાં એટલુંજ કે મુનિવર્યશ્રી મણિવિજયજીએ, ચિરંતન મુનિવરોએ સ્વીકારેલા નિર્મળ અને નિષ્કિચન સંયમ રથમાં આરૂઢ થઈ મુક્તિ માર્ગે પ્રયાણ કર્યું.
ગુરૂકુલ વાસમાં રહી જ્ઞાન, દર્શન ચારિત્રનો અનુભવ લેતા ચરણ સિત્તરી, કરણ સિત્તરીનું આરાધન કરતા મુનિવર્ય ગુરૂ મહારાજા તેમજ અન્ય મુનિ સમુદાયના વિનય વેયાવચ્ચાદિમાં અપ્રતિબદ્ધ સતત ઉદ્યમ કરવા લાગ્યા. જેના પરિણામે થોડીજ મુદતમાં સર્વ મુનિ મંડળની પ્રીતિ સંપાદન કરી લીધી. સર્વ કોઈ એમના પ્રત્યે સ્નેહ ભરી દૃષ્ટિએ જોવા લાગ્યા. અને એમના વિનયાદિની એક અવાજે પ્રશંસા થવા લાગી. દુનિયામાં વિનય ગુણ એ એક મહાન વશીકરણ છે. ગુણોનું મૂળ છે. સજ્ઞાન, દર્શન અને ચારિત્રનું મૂળ છે, મોક્ષનું પણ એ મૂળ છે. ચાહે દેશવિરતિ હો કે સર્વ વિરતિ હો. એ વિનય વિના કોઈપણ શોભા પામી શકતા નથી !! વિનીત લોકપ્રિય બને છે અને લોકપ્રિય અન્યોનું સ્વમાર્ગે આકર્ષણ કરી શકે છે. ધર્મ ઉપર બહુમાન કરાવી શકે છે. તથા અન્યને બોધિબીજની પ્રાપ્તિનું કારણ બને છે. અન્યને ધર્મ માર્ગમાં જોડવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org