________________
૧૮
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર હીરવિજયજી અને હર્ષવિજયજી છે. શ્રી હીરવિજયજીના શિષ્ય વર્ગમાં પન્યાસજી કનકવિજયજી ગણી મુનિશ્રી બુદ્ધિવિજયજી અને તિલકવિજયજી છે. સર્વ મળી ૮ મુનિઓ વિદ્યમાન છે.
૪. ગુલાબ વિજયજી એમનાં જન્મસ્થાન વિગેરે હકીકત જાણવામાં નથી. ૫. શુભવિજયજી તેઓના સંબંધમાં પણ વિશેષ માહિતી નથી.
૬. સિદ્ધિવિજયજી (આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી) રાજનગર ક્ષેત્રપાળની પોળમાં શ્રેષ્ઠીવર્ય મનસુખરામ તેમનાં સુપત્નિ ઉજમબાઈ - તેમને છ પુત્રો અને એક પુત્રી હતાં. સૌથી નાનાં પુત્ર ચુનીલાલ હતા. તેમનો જન્મ સંવત્ ૧૯૧૧ ના શ્રાવણ સુદ ૧૫ ને દિવસે થયોહતો.
બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યવાન છતાં માતાપિતા વિગેરેના અત્યાગ્રહથી લગ્નગ્રંથીથી જોડાયા, પરંતુ વૈરાગ્યવાસનામાં ન્યૂનતા થઈ નહીં. સુભાગ્યે સ્ત્રી સુકુલીન સાનુકુળ મળી, જેથી ભાવનાને પુષ્ટિ મળી. છેવટે સંવત્ ૧૯૩૪ ના જેઠ વદિ ૨ ને ચારિત્ર ગ્રહણ કર્યું અને વયોવૃદ્ધ દાદાશ્રી પં. મણિવિજયજીના શિષ્ય થયા. સ્ત્રીની ઈચ્છા પણ તે અવસરે દીક્ષા લેવાની હતી. પરંતુ પ્રતિકૂળ પ્રસંગો હોવાથી પાંચ વર્ષ પછી સંવત ૧૯૩૯ માં ચારિત્ર ગ્રહણ કર્યું. હાલમાં તેઓ લગભગ ૭૦ વર્ષનાં વયોવૃદ્ધ થયાં છે. તેમનો શિષ્ય વર્ગ પણ મોટો છે.
મુનિવર્યશ્રી સિદ્ધિવિજયજીએ પ્રથમ ચોમાસામાંજ પોતાના વિનયગુણથી ગુરૂવર્યની પ્રીતિ સંપાદન કરી. વૃદ્ધ અને અશક્ત ગુરૂની સેવાનો સારો લાભ લીધો, ચોમાસુ સંપૂર્ણ થયા બાદ અનિચ્છા છતાં ગુરૂ આજ્ઞાને આધીન થઈ પોતાના ગુરૂભાઈશ્રી શુભવિજયજી સાથે વિહાર કરી રાંદેર ગયા અને ત્યાં વયોવૃદ્ધ અને ગ્લાન મુનિવર્યશ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થયા. લગભગ આઠ વર્ષ પર્યત વિનયપૂર્વક સેવા કરી તેમની પ્રીતિ સંપાદન કરી, વ્યાકરણ તથા પ્રકરણાદિ શાસ્ત્ર જ્ઞાન મેળવ્યું લોક પ્રિયતાદિ ગુણોથી સંઘમાં પણ બહુ માનનીય થયા. ત્યાર પછી કેટલીક મુદત સુધી શ્રીમદ્ આત્મારામજી મહારાજના સમાગમમાં રહ્યા અને સૂત્ર સિદ્ધાંતોનો સારો અભ્યાસ કર્યો. પછી પાછા રત્નસાગરજી પાસે રહ્યા. કેટલીક મુદત તેમની સેવા કરી પોતાના શિષ્ય રિદ્ધિવિજયજીને તેમની સેવામાં મૂકી અનેક સ્થળોએ ચોમાસા કર્યા અને શાસન સેવા બજાવી. સંવત ૧૯૫૭ માં સુરતના સંઘે આગ્રહ કરી પન્યાસજી શ્રી ચતુરવિજયજી ગણીને બોલાવ્યા. તેમની પાસે ભગવતિ સૂત્રના યોગોદ્ધહન કર્યા અને આષાઢ શુદિ ૧૧ દિવસે ૨૭ મુનિવરો અનેક સાધ્વીઓ તથા અન્ય શ્રાવક શ્રાવિકા વિગેરે સમુદાય મળી લગભગ પંદર હજાર મનુષ્યોની સમુદાયમાં પન્યાસ પદારોહણ કર્યું. મહારાજશ્રીની પન્યાસ પદવીનો મહોત્સવ સુરતમાં અપૂર્વ થયો લગભગ એક પખવાડીયા સુધીમાં દેશાંતરોથી સાધર્મિક બંધુઓનું આવાગમન, તેમનો અનન્ય સત્કાર, મંદિરોમાં અષ્ટાબ્દિકા મહોત્સવ, વાડીમાં પાંચ પર્વતોની રચના, સમવસરણ, લોકનાલિકાની રચના, લગભગ ત્રીસ છોડનું ઉદ્યાપન તેમાં મધ્યમાં રહેલ અમૂલ્ય છોડની આકર્ષકતા તથા અન્ય છોડોમાં રહેલ ચંઆ, પુઠીયા, રૂમાલ વિગેરેમાં રહેલી ચિત્રરચના, વિવિધ પૂજાઓ, ભાવના, ગવૈયાઓનાં આકર્ષક ગાન, વિવિધ પ્રકારનાં વાજીંત્રોના નાદ અપૂર્વ ધાર્મિક વરઘોડાઓ અને બૃહત્ સ્નાત્ર વિગેરે ક્લિાઓ અને તેમાં થતા મંત્રોચ્ચારોના માંગલિક ધ્વનિથી એ અવસરે સૂર્યપુરની શોભા એક અવર્ણનીય આનંદમય બની રહી હતી. શાસનભક્તિ અને તેમાં ધનાઢ્યોનું ઔદાર્ય દેખી હજારો મનુષ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org