________________
૩૬
પ્રસ્તાવના
આ જ વાત બૃહત્કલ્પસૂત્રની વૃત્તિમાં પ્રારંભમાં જ આ૦ મ0 શ્રી મલયગિરિ મહારાજે સૂત્રસ્પર્શનિષ્યિ વૈો પ્રન્યો નાત: | આ શબ્દોમાં જણાવી છે. બૃહત્કલ્પસૂત્રના છઠ્ઠા ભાગની અત્યંત વિસ્તૃત પ્રસ્તાવનામાં આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે પહેલાં તો જણાવ્યું કે નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી વિક્રમના છઠ્ઠા સૈકામાં થયેલા છે, ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુ સ્વામી તો એમનાથી જુદા છે.” આ વાત લખી તથા છપાઈ પણ ગઈ, પરંતુ તે પછી સમુહ લખીને તેમણે પોતે જ નીચે મુજબ સુધારી દીધી છે.
__ “नियुक्तिकार श्री भद्रबाहुस्वामी वाराही संहिताना प्रणेता श्री वराहमिहिरना नाना भाई हता ए जातनी किंवदन्तीने लक्षमा राखी श्री वराहमिहिरे पोताना पंचसिद्धान्तिका ग्रन्थना अंतमा उल्लेखेली प्रशस्तिना आधारे में मारी प्रस्तावनामां नियुक्तिकार अने नियुक्तिओनी रचना विक्रमना छट्ठा सैकामां थयानी कल्पना करी छे, ए बराबर नथी. ए त्यारपछी मळी आवेली विगतोथी निश्चित थाय छे जे आ नीचे आपवामां સાવે છે.”
આ માટે તેમણે ઘણી ચર્ચા ત્યાં સામુહમાં જ કરી છે. એટલે નિર્યુક્તિમાં આવતી કેટલીક વાતોને આધારે ઈતિહાસના અભ્યાસીઓ ‘નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી ચતુર્દશપૂર્વધર નથી' એવી જે નિશ્ચિત કલ્પનાઓ કરે છે તે નિરર્થક છે- નિરાધાર છે. કારણ કે તે તે ગ્રંથોમાં નિયુક્તિનો અંશ કેટલો છે તથા પાછળથી ભાષ્ય આદિની કેટલી ગાથાઓ તેમાં ઉમેરાઈ ગઈ છે એ વાત હજાર-બારસો વર્ષ પૂર્વે પણ અસ્પષ્ટ હતી.
પૃ૦ ૯૨૭માં વિમાન-નરકેન્દ્રક નામના ગ્રંથમાંથી અનેક ગાથાઓ અભયદેવસૂરિ મહારાજે ઉદ્ધત કરેલી છે. આ ગ્રંથ દેવેન્દ્ર-નરકેન્દ્રપ્રકરણ નામથી વિક્રમસંવત્ ૧૯૭૬ માં ભાવનગરની જૈન આત્માનંદસભા તરફથી પ્રકાશિત થયેલો હતો. તેના સંપાદક-સંશોધક પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. આનું પુનર્મુદ્રણ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી વિક્રમસંવત્ ૨૦૪પમાં થયેલું છે. આના મૂળના કર્તા કોઈક ચિરંતન આચાર્ય છે. મુનિચંદ્રસૂરિ મહારાજે વિક્રમ સંવતું ૧૧૬૮માં તેના ઉપર ટીકા રચેલી છે. મૂળ ગ્રંથકારે પહેલી જ ગાથામાં સિદ્ધ નિદંતર વનવરનાકંસમદ્દેા મર્યાદિUT સિરસા વિમાનનારા રોષ્ઠ | આનું વિમાન-નરકેન્દ્રક નામ સૂચિત કર્યું છે. અને આ નામનો જ ઉલ્લેખ અભયદેવસૂરિ મહારાજે કર્યો છે, પરંતુ ટીકાકાર મુનિચંદ્રસૂરિ મહારાજે ટેવેન્દ્ર-નરવેન્દ્રપ્રન્યવૃત્તિમુપમા એમ દેવેન્દ્ર-નરકેન્દ્ર નામ રાખ્યું છે. સંપાદકસંશોધક ચતુરવિજયજી મહારાજે પણ આ જ નામ રાખ્યું છે. આ ગ્રંથમાં ટીકાકારે જે પાઠો આપ્યા છે તે પાઠો તથા અભયદેવસૂરિમહારાજે ઉદ્ધત કરેલા પાઠમાં ઘણું અંતર છે. સ્થાનાંગટીકાની રચના વિક્રમસંવત્ ૧૧૨૦માં થયેલી છે, દેવેન્દ્ર-નરકેન્દ્રની ટીકાની રચના વિક્રમસંવત્ ૧૧૬૮ માં થયેલી છે. બંને વચ્ચે ઘણું થોડું અંતર છે, છતાં બંનેની સમક્ષ જે હસ્તલિખિત આદર્શો હતા તેમાં ઘણું મોટું અંતર છે.
આવાં આવાં અનેક અનેક ઉદાહરણો સ્થાનાંગટીકામાં અમને જોવા મળ્યાં છે. અમે સ્થાનાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org