________________
૩૯
श्रीसिद्धाचलमण्डन-श्रीऋषभदेवस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । श्री नाकोडापार्श्वनाथाय नमः । श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । श्री नाकोडाभैरववीराय नमः ।
श्री सद्गुरुभ्यो नमः ।
પ્રાસંગિક નિવેદન અનંત ઉપકારી ભગવાન મહાવીર પરમાત્માના ચતુર્માસ આદિ પ્રસંગોથી તથા ભગવતી ચંદનબાળા તથા મૃગાવતી આદિના પવિત્ર પ્રસંગોથી પાવન થયેલી કૌશાંબી નગરીમાં ગયા વર્ષે પોષ સુદિ ૧૦ ઉપર અમે હતા ત્યારે આ.ભ. શ્રી અભયદેવસૂરિમહારાજ વિરચિત ટીકા સહિત સ્થાનાંગસૂત્રના પ્રથમ ભાગની પ્રસ્તાવના સંક્ષેપમાં અમે લખી રાખી હતી. પરંતુ નાનું-મોટું ઘણું કામ બાકી હતું. કૌશાંબીથી વિહાર કરી કાનપુર, કંપિલપુર (શ્રી વિમલનાથ ભગવાનના અવનજન્મ-દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિ), તથા શૌરીપુર (શ્રી નેમિનાથ ભગવાનના ચ્યવન તથા જન્મકલ્યાણકની ભૂમિ), આગ્રા, મથુરા, વૃંદાવન, ભરતપુર, શિરસ, વરખેડા, જયપુર, અજમેર, પુષ્કર, મેડતા સિટી (યોગરાજ આનંદઘનજી મહારાજની સ્વર્ગવાસભૂમિ), ફલવર્ધિપાર્શ્વનાથતીર્થ (મેડતા રોડ)ની યાત્રા કરી, કાપરડા (પિપાડસીટી પાસે) તીર્થમાં અમે આવ્યા. ત્યાં શ્રીનાકોડા પાર્શ્વનાથ જૈન જે.ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી પારસમલજી ભંસાલી ત્યાંના ટ્રસ્ટીઓ સાથે આવ્યા અને અમને નાકોડામાં ચતુર્માસ કરવા માટે વિનંતિ કરી. ત્યાંથી જોધપુર-બાલોતરા થઈ અમે નાકોડા તીર્થમાં આવ્યા. અને સટીક સ્થાનાંગસૂત્રના સંશોધન-સંપાદનને પૂર્ણ કરવાનું કામ શરૂ કર્યું.
ઘણા સમય અને પરિશ્રમને અંતે, દેવ-ગુરૂ કૃપાથી જ તેનો પ્રથમ ભાગ હવે પ્રકાશિત થઈ રહ્યો છે તેનો અમને ઘણો આનંદ છે.
શ્રી મહાવીર જૈનવિદ્યાલય તરફથી વિન્મ સં. ૨૦૪૦ (ઈસવીય સન-૧૯૮૫)માં પ્રકાશિત થયેલા સ્થાનાંગસૂત્રનાં પ્રાચીન અનેક અનેક તાડપત્રીય તથા કાગળ ઉપર લખેલા આદર્શોનો અમે ઉપયોગ કર્યો છે. પરંતુ તે પછી પણ ભાંડારકર પ્રાચ્ય વિદ્યામંદિર, પુણે, મહારાષ્ટ્ર (Bhandarkar Oriental Reserach Institute, Pune, Maharastra)માં વિદ્યમાન સ્થાનાંગસૂત્રની એક પ્રાચીન તાડપત્ર ઉપર લખેલી પ્રતિના ફોટા અમારા પાસે આવ્યા છે. આ પ્રતિના પ્રારંભમાં તથા અંતમાં કેટલાંક પત્રો છે જ નહિ. બીજા અધ્યયનના (દિસ્થાન ના) ત્રીજા ઉદ્દેશક પછીનાં પત્રો મળે છે. તે પહેલાંના ભાગના કોઈક કોઈક ટુકડા (ખંડિત અંશો) મળે છે. તે બધું જોતાં આમાં કોઈક કોઈક સ્થળે વાંચનાંતર છે, તેમજ પાઠાંતરો પણ છે. આમાં કેટલાક પાઠો તો આ.મ.શ્રી અભયદેવસૂરિજી મહારાજે છે. પાઠો પોતે સ્વીકાર્યા છે તથા જે પાઠાંતરોનો નિર્દેશ કર્યો છે તેવા ઘણા પાઠો આમાં અમને મળ્યા છે. આની નોંધ અમે તે તે સ્થળોએ માં સંકેતથી ટિપ્પણમાં કરેલી છે. આ પાઠોને ધ્યાનમાં રાખીને કેટલેક સ્થળે અમે આ સંસ્કરણમાં મૂળમાં પણ પરિવર્તન કરેલું છે.
ખાસ ધ્યાનમાં એ પણ લેવાનું કે બીજી હસ્તલિખિત આદર્શોમાં ત-ટુ-તિ તે આદિ વ્યંજન બહુલ તકૃતિ બહુલ પાઠો જોવા મળે છે તેવા સ્થાનોમાં માંડ પ્રતિમાં યશ્રુતિ અથવા ટુ-છ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org