________________
પ્રસ્તાવના
પાઠને પ્રાચીન અથવા અર્વાચીન માને છે તે નક્કી કરવાનું કે વિચારવાનું કામ અમે ભાષાવિદો ઉપર જ છોડી દઈએ છીએ. પ્રાચીન-અતિપ્રાચીન હસ્તલિખિત આદર્શોને આધારે દેવ-ગુરૂકૃપાએ અમારી મતિ પ્રમાણે શુદ્ધ કરીને સટીક ગ્રંથોને સંપાદિત-પ્રકાશિત કરવા એટલું જ અમારૂં મુખ્ય ધ્યેય છે..
થયિતા :- ચાલી આવતી પરંપરા પ્રમાણે આના રચયિતા પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામી છે. ભગવાન્ મહાવીર પરમાત્માના સમયમાં અધ્યયન-અધ્યાપનની પરંપરા મૌખિક જ ચાલતી હતી. આ પરંપરા લગભગ એક હજાર વર્ષ સુધી રહી. આ સમયમાં દુર્મિક્ષ આદિની ઘણી ઘણી વિકટ વિકટ સમસ્યાઓ પણ આવી. અનેક વાચનાઓ પણ થઈ. છેવટે વીરનિર્વાણ પછી ૯૮૦ અથવા ૯૯૩ વર્ષે ભગવાન્ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં આગમોને લિપિબદ્ધ કર્યા તે પહેલાં તથા તે સમયે મૂળગ્રંથોમાં કેટલાક પ્રક્ષેપો પણ થયા હશે, કેટલાંક સુગમતાની દૃષ્ટિએ તથા ભાષા આદિની દૃષ્ટિએ પરિવર્તનો પણ થયાં હશે.આ બધી ચર્ચા-વિચારણા કરવાનું કામ ઈતિહાસના વિદ્વાનોનું છે. ભ. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે લિપિબદ્ધ કરાવેલી કોઈ પ્રતિઓ તો અત્યારે મળતી જ નથી. તેમણે લિપિબદ્ધ કરાવેલા આદર્શો ઉપરથી ઉત્તરોત્તર લખાયેલી હસ્તલિખિત
પણ વાચનાભેદો તથા પાઠભેદો થયેલા છે. આ વાચનાઓ તથા પાઠભેદોનો ઉલ્લેખ આ. ભ. શ્રી અભયદેવસૂરિજી મહારાજે પણ અનેક અનેક સ્થળે ટીકામાં કરેલો છે. સ્થાનાંગ ટીકાના અંતે પણ આ મુંઝવણ તેમણે સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરેલી છે. છતાં જિનશાસનના પરમભક્ત આપણા પૂર્વાચાર્યોએ આમાંથી પણ રસ્તો કાઢવા પ્રયત્નો કરેલા છે જ. અત્યારે પણ આપણા પાસે સમુદ્ર જેટલી અખુટ-અગાધ શાસ્ત્રસંપત્તિ છે. એનું તલસ્પર્શી અધ્યયન-અધ્યાપન કરવાની તથા વાચનોઓની વ્યવસ્થિત પ્રણાલિકાઓ શરૂ થાય એની જ મોટી જરૂર છે.
મૂળ સૂત્રગ્રંથોને સમજવા તથા શુદ્ધ કરવા માટે તે તે ગ્રંથોના ચૂર્ણિ, ટીકા આદિ જે જે મળતાં હોય તેના શુદ્ધ સંસ્કરણો સામે રાખવાં અત્યંત જરૂરી છે, તેથી ટીકા સહિત સ્થાનાંગસૂત્રને અહીં પ્રકાશિત કર્યું છે. સ્થાનાંગસૂત્રની મળતી ટીકાઓમાં આ.મ.શ્રી અભયદેવસૂરિજી મહારાજે વિક્મસંવત્ ૧૧૨૦માં રચેલી ટીકા અત્યંત પ્રાચીન છે. તે પછી વિક્તસંવત્ ૧૬૫૭માં નગર્ષિગણીએ દીપિકા ટીકા રચેલી છે. અભયદેવસૂરિજી મહારાજે સ્થાનાંગઆદિ નવ અંગસૂત્રો ઉપર ટીકા રચી હોવાથી તેઓ નવાંગીટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચેલી વૃત્તિ અત્યંત માન્ય ગણાય છે. અહીં અભયદેવસૂરિમ0 વિરચિત ટીકા મુદ્રિત કરેલી છે તેના સંશોધન માટે જેસલમેર, ખંભાત તથા પાટણના ગ્રંથભંડારમાં રહેલી અત્યંત પ્રાચીન તાડપત્ર ઉપર લખેલા આદર્શોનો ઉપયોગ અમે કરેલો છે. તેના ને, , પ૦, ઝેર એવા સંકેતો રાખ્યા છે. આનો સંક્ષિપ્ત પરિચય સ્થાનાંગટીકાના પ્રથમ પૃષ્ઠમાં ટિપ્પણમાં અમે આપ્યો છે. તે સિવાય, બીજી કાગળ ઉપર લખેલી અથવા છાપેલી પ્રતિઓ આના જ શુદ્ધાશુદ્ધ અનુકરણરૂપે હોવાથી એનો ખાસ ઉપયોગ અમે કર્યો નથી. આ ચાર તાડપત્રલિખિત પ્રતિઓ પુરતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org