________________
श्री शत्रुञ्जयमण्डन-श्री ऋषभदेवस्वामिने नमः । श्री पद्मप्रभस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः !
श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मभ्यो नमः ।
જિન આગમ જથsiા (પ્રસ્તાવના)
આવો આવો જસોદાના કંત અમઘેર આવો રે, ભક્તિવત્સલભગવંત નાથ શે નાવો રે એમ ચંદનબાળાને બોલડે પ્રભુ આવ્યા રે, મુઠી બાકુના માટે પાછા વળીને બોલાવ્યા રે
(શુભવીર કૃત બાર વ્રતની પૂજા)
આ રીતે મહાસતી ભગવતી ચંદનબાળાએ જ્યાં પ્રભુ ભગવાન મહાવીરને અડદના બાકુળા વહોરાવીને છ મહિનાના ઉપવાસનું પારણું કરાવ્યું હતું તે કૌશાંબી નગરીમાંથી આ પ્રસ્તાવના આજે લખી રહ્યો છું, આ મારા માટે ઘણી ઘણી ઘણી આનંદની વાત છે. યોગાનુયોગ મારાં પૂજ્ય પરમોપકારી માતુશ્રી સંઘમાતા શતવર્ષાધિકા, સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેમનો વિક્રમસંવત્ ૨૦૫૧ પોષ સુદિ ૧૦ બુધવારે (તા.૧૧-૧-૧૯૯૫) સિદ્ધક્ષેત્ર પાલિતાણા વિશાનીમાભવન જૈન ઉપાશ્રયમાં રાત્રે ૮-૫૪ સમયે સ્વર્ગવાસ થયો હતો તેમની આજે (વિક્રમ સંવત ૨૦૫૮, પોષસુદિ ૧૦, તા. ૨૪-૧-૨૦૦૨, ગુરૂવાર) આઠમી સ્વર્ગવાસ પુણ્યતિથિ પણ છે. તીર્થંકર ભગવાન પદ્મપ્રભુસ્વામીના ચ્યવન-જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક પણ અહીં થયાં છે. વગેરે વગેરે વગેરે અનેક પાવન પ્રસંગોથી જે નગરી પાવન થયેલી છે તે કૌશાંબી નગરીમાં, શ્રી સમેતશિખરજીમાં વિક્રમ સં. ૨૦૫૭નું ચોમાસું પૂર્ણ કરીને ત્યાંથી વિહાર કરીને બોધગયા, ગયા, ચંદ્રપુરી, સિંહપુરી (સારનાથ), વારાણસી (કાશી), ભેલપુર, ભદૈની, પ્રયાગ આદિની યાત્રા-સ્પર્શના કરીને અમારે અહીં દેવ-ગુરૂકૃપાથી આવવાનું થયું એ અમારું મોટું સદ્ભાગ્ય છે.
મારા અનંતાનંત ઉપકારી પરમ પૂજ્ય પિતાશ્રી તથા ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની દિવ્યસહાયથી અનેક અનેક પ્રાચીન-અતિપ્રાચીન તાડપત્રીય પ્રતિઓ તથા કાગળ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org