________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
વીરના ઉપાશ્રયના સમુદાયના તથા દયાવિમળજી એ ચાર મુનિઓને ભગવતિસૂત્રના યોગોહન કરાવ્યા. શ્રી રત્નવિજયજી, ઉમેદવિજયજી, તથા હર્ષવિજયજીને ગણી પદ તથા પંન્યાસ પદ આપ્યાં, અને દયાવિમળજી તથા મૂળચંદજીને ગણી પદ આપ્યાં. એ સિવાય એ પરમ પુનિત મહાત્માએ અનેક ભવ્યાત્માઓને દીક્ષા તથા વ્રતારોપણ વિગેરે ધર્મ ઉપકારો કર્યા છે. એમના ઉપદેશથી નવીન મંદિરોની પ્રતિષ્ઠાઓ તથા જીર્ણોદ્ધારાદિ કાર્યો થયાં છે. એકવાર લુહારની પોળ તથા એકવાર પાટણ અને ભાવનગર ઉપધાન વહન કરાવી માળ પહેરાવી હતી એ સિવાય પણ ઉપધાન વહન અને માળ પહેરાવવાની વિધિઓ તેમને હાથે અનેકવાર થઈ સંભવે છે. શા. બહેચરદાસ સીરતેદાર જેઓ પોતાના સૌર્જન્યથી રાજનગરમાં એક નામાંકિત પુરૂષ થયા છે, તેમણે મહારાજશ્રી પાસે ઉપધાન વહન કરી માળા પહેરી હતી. તે અવસરે ઉપધાન વહનની ક્રિયાનો આદર વિશેષ હતો, એમ તે કાલીન મુનિવર્યોનાં ચરિત્રો ઉપરથી જાણવામાં આવે છે.
સંવત ૧૯૨૩ ના આસો શુદિ બીજને રવિવારે મહારાજશ્રીના ઉપદેશથી એક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવક મગનલાલ વખતચંદજી તેમાં અગ્રેશ્વરી તરીકે ભાગ લેતા હતા. જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે ગુરૂમહારાજના પવિત્ર હસ્તે સ્થાપના કરાવી. એ અવસરે મુનિ કપૂરસાગરજી વિગેરે અનેક મુનિઓ તથા ૧ નગરશેઠ મયાભાઈ પ્રેમાભાઈ ૨ શા. ઉમાભાઈ હઠીસીંહ કેસરીસીંહ ૩ શા. ભગુભાઈ પ્રેમચંદ (મનસુખભાઈ શેઠના પિતાશ્રી) ૪ શા. ડાહ્યાભાઈ અનુપચંદ ૫. મંછાભાઈ ગોકળભાઈ ડ કાઉશાહ ૭ ત્રિકમદાસ નથુભાઈ ૮ વાડીલાલ પાનાચંદ ૯ વકીલ માણેકચંદ મોતીચંદ ૧૦ વિમળના ઉપાશ્રયવાળા જોઈતારામ મોદી ૧૧ વિદ્યાશાળાવાળા રવચંદ જેચંદ સુબાજી ૧૨ શા. ગીરધરલાલ હીરાભાઈ ન્યાયાધીશ ૧૩ શા. મગનલાલ વખતચંદ વિગેરે મહાન શ્રાવક સમુદાય એકઠો મળ્યો હતો. પુસ્તકાલયની સ્થાપના જેવા એક ધર્મ કાર્યમાં પણ ભાગ લેનારા શ્રાવક વર્ગના જે નામો જોવામાં આવે છે તે ઉપરથી તે અવસરે શ્રીમાન વર્ગનો પણ ધર્મ કાર્યોમાં ભાગ લેવામાં કેવો સારો રંગ હતો તે જણાઈ આવે છે. પ્રથમ નામ નગરશેઠનું જોવામાં આવે છે ત્યારે બીજું પણ અમદાવાદ શહેર બહાર વાડીમાં દહેરાસર બંધાવી hખો દ્રવ્યનો વ્યય કરનાર શેઠ હઠીસંગ કેસરીસીંગના સુપુત્ર ઉમાભાઈ શેઠનું નામ જોવામાં આવે છે. ત્રીજું પણ આણંદજી કલ્યાણજી ની પેઢીમાં તન મન ને ધનથી તનતોડ મહેનત કરનાર, ઉદાર અને બાહોશ શેઠ મનસુખભાઈના પિતાશ્રી ભગુભાઈ શેઠનું નામ જોવામાં આવે છે. તે સિવાયના બીજાઓ પણ તે અવસરના પ્રખ્યાત નેતાઓ છે. એ ખરૂંજ છે જે :- અગ્રેશ્વરીઓ જે ધર્મ કાર્યો માં ભાગ લે છે તેમાં બીજાઓ પણ હોંશથી જોડાય છે, મંદિરો, ઉપાશ્રયો, પુસ્તકાલયો ધર્મશાળાઓ, વિગેરે સાધનો કરી કરાવી જ્ઞાન, દર્શન ચારિત્રના આરાધનોમાં જ્યારે જ્યારે અગ્રેશ્વરીઓએ સારો ભાગ લીધો છે. ત્યારે ત્યારે મધ્યમ વર્ગોએ પણ તેમાં સારો ભાગ લીધો છે. એ આપણે જૈન શાસનના પૂર્વના ઈતિહાસથી સારી પેઠે જાણી શકીએ છીએ. જ્યારે વસ્તુપાળ જેવા એક મંત્રીએ સંઘ કાઢ્યો, ત્યારે અનેક સંઘપતિઓ તૈયાર થયા અને તીર્થયાત્રા, સાધર્મિકવાત્સલ્ય, દીનોદ્વારાદિ અનેક કાર્યો થયાં. એક થાવચ્ચ પુત્રે બત્રીસ સ્ત્રીઓને ત્યાગી, ક્રેડો સોનૈયાનો મોહ નિવારી, માતાને સમજાવી દીક્ષા અંગીકાર કરી; ત્યારે એક હજાર શ્રેષ્ઠી પુત્રાદિઓએ તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org