________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૧૯ અનુમોદન કરી પુ ઉપાર્જન કરી રહ્યા હતા. આ મહોત્સવમાં લગભગ એકલાખ દ્રવ્યનો વ્યય થયો હશે. દેશાંતરોથી છેક કલકત્તા પર્વતના શ્રાવકોનો અગ્રગણ્ય ઘણોખરો સમુદાય તે અવસરે આ મહોત્સવમાં એકત્ર થયો હતો. એવીજ રીતે ૧૯૭૫ ના માહ શુદિ પંચમીને દિવસે મહેસાણામાં એમનો આચાર્ય પદારોહણ મહોત્સવ ભારે ધામધુમથી થયો હતો.
એઓશ્રી ૧૯૫૭ થી માંડી અદ્યાપિ પર્યત દરવર્ષે ચોમાસી તપ કરે છે. એકવાર વર્ષીતપ પણ કર્યો હતો. વીસ સ્થાનક તપ પણ એકાંતરે ઉપવાસ કરી સંપૂર્ણ કર્યો. આ વર્ષના ચાતુર્માસમાં ચોમાસી ચાલુ તપમાં અઠાઈનો તપ કર્યો હતો. ત્રણવાર ત્રણ ત્રણ માસ પર્યત મૌનાવસ્થામાં રહી સૂરિ મંત્રની આરાધના સંબંધી ઉપવાસ, નવી વિગેરે તપ કર્યો હતો એવી રીતે તપસ્વી ગુરૂના શિષ્ય પણ તપસ્વી થયા છે.
એમણે અનેક ગ્રંથોનું શોધન કર્યું છે. લગભગ સીત્તેર વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ આખો દિવસ ગ્રંથ શોધન કર્યું જાય છે. એમના શિષ્યો ૧ રિદ્ધિવિજયજી, ૨ કમળવિજયજી, ૩ ખાંતિવિજયજી, ૪ ચતુરવિજયજી, ૫ વિજયવિજયજી, ૬ પ્રમોદવિજયજી, ૭ શાંતિવિજયજી, ૮ રંગવિજયજી, ૯ મેઘવિજયજી, ૧૦ કેસરવિજયજી, ૧૧ જયવિજયજી વિગેરે હતા. હાલ ૧ રિદ્ધિવિજયજી, ૨ રંગવિજયજી, ૩ મેઘવિજયજી એ ત્રણ શિષ્યો વિદ્યમાન છે. તથા રિદ્ધિવિજયજી, વિનયવિજયજી, રંગવિજયજી, મેઘવિજયજી અને કેસરવિજયજીનો શિષ્યાદિ પરિવાર વિદ્યમાન છે. સર્વ મળી લગભગ ૩પ મુનિઓ વિદ્યમાન છે.
૭. હીરવિજ્યજી - એમના સંબંધી વિશેષ હકીકત જાણવામાં નથી.
સર્વ મળી પન્યાસજી મણિવિજયજી દાદાનો શિષ્ય પ્રશિષ્યાદિ મુનિવર્ગ લગભગ ૩૫૦ ની સંખ્યામાં વિદ્યમાન છે અને અન્ય સ્થળોએ વિચરી ચારિત્ર આરાધના કરી શાસનમાં અનેક પ્રકારે ઉપકારી કરી રહ્યો છે. તેમાં લગભગ ૨૭૫ ઉપરાંત મુનિવર્યો તો બુદ્ધિવિજયજી (બુટેરાવજી) મહારાજના સમુદાયમાં છે. સમકાલીન મુનિવરો :
શ્રીમદ્ભા સમયમાં પંન્યાસજીના સૌભાગ્યવિજયજી તથા રત્નવિજયજી વિગેરે ડહેલાનાં સમુદાયમાં તથા મુનિવર્યશ્રી પં. ઉદ્યોતવિજયજી અમરવિજયજી વિગેરે લુહારની પોળના સમુદાયમાં તથા સાગર સમુદાયમાં મુનિવર્યશ્રી રવિસાગરજી તથા રત્નસાગરજી વિગેરે અને વિમળ સમુદાયમાં મુનિવર્યશ્રી દાનવિમળજી, પં. દયાવિમળાજી વિગેરે હતા.
ભગવતિસૂત્રના યોગોદહન તથા ગણીપદ અને પન્યાસપદ : શ્રીમદૂના ગુરૂ તપસ્વી કસ્તુરવિજયજી અને તેમના ગુરૂશ્રી કીર્તિવિજયજી મહારાજનાં ગણી અથવા પંન્યાસપદ સંબંધી કોઈ ઉલ્લેખ મળી આવ્યો નથી જેથી શ્રીમદે યોગોહન ક્યાં અને કોની પાસે કર્યા તે જાણવામાં નથી પરંતુ તે અવસરે પંન્યાસજી રૂપવિજયજી મહારાજ હયાત હતા, તેમની પાસે અથવા સમુદાયના અન્ય કોઈ પંન્યાસજી પાસે કર્યા હોય એમ સંભવે છે. શ્રીમદ ભગવતિ સૂત્રના યોગોદ્ધહન તો પંન્યાસ સૌભાગ્યવિજયજી પાસે કર્યા છે. પરંતુ તે ક્યારે કર્યા તે સંબંધી બે ઉલ્લેખ જૂદા જૂદા મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org